લગનની આગલી રાતે…

કહે છે મૃત્યુ ની વેળા નજીક આવે ત્યારે આખું જીવન flashback માં માણસ જીવી લેતો હોય છે. ખેર આ સાચું છે કે નથી જે પણ હોય, પણ લગ્ન ની આગલી રાતે અત્યાર સુધીનું જીવન વ્યક્તિ ક્ષણો માં જીવી લેતો હોય છે. મિત્રો સાથે ગુજારેલી હરેક ક્ષણ, કસીન્સ સાથે વિતાવેલી પળ કે પછી વડીલો સાથે વિતાવેલા દિવસો, સ્કુલ ની મસ્તી, કોલેજ ની ગેંગ બધી જ યાદો તાજી થઈ જતી હોય છે અને હજી ગઈકાલે જ જીવ્યો હોય તેમ લાગે છે.

લગ્ન ની આગલી રાતે એકલા પડી ગયા હોય તેવું પણ અનુભવાતું હોય છે. જે મિત્રો અત્યાર સુધી સાથે હતા તે સૌ જાણે દુર થઇ ગયા હોય તેવું લાગે છે. ના જાને કેમ પણ મિત્રો હવે પહેલા જેટલા નજદીકી નથી રહ્યા તેવું લાગતું હોય છે.

લગ્ન ની આગલી રાતે કેટકેટલા લોકો,કેટકેટલી વિધિઓ,જાત જાત ના બનાવો બનતા હોય છે. મિત્રો આવી ને એમ કહે છે કે આજ ની રાત છે જીવી લે. જા જે કરવું હોય કરી લે… સગા સંબંધી આવીને લગ્ન સંબંધી સીખ આપતા હોય છે. દરેક એન્ગલ થી ફોટોગ્રાફર ફોટો તો પાડી લે છે પણ કદી કોઈ વર કે વધૂ ને આવી ને પૂછતું નથી કે તારા મન માં શું ચાલે છે? nervous ના થઈશ નવી દુનિયા જલ્દી તારી પોતાની થઇ જશે ને એમાં તું સાકર ની જેમ આપોઆપ ભળી જઈશ. – Payal Shah

P.S. : જોકે ઘણા ભળવામા ને ભળવામાં ભેરવાઈ પણ જતા હોય છે.(P.S. ની P.S. : આવી P.S. આપણે જ લખીએ.)

આઝાદી છીનવાઈ જવાનો ડર. હા ઘણા બીજા દર ની સાથે આ ડર મુખ્ય હોય છે. અત્યાર સુધી તો ઈચ્છા થાય એટલે ઘર ની બહાર નીકળી જવાતું મિત્રો સાથે, હવે એમ નહિ થાય. મન થાય તેમ વર્તવુ. હવે તે બધું જ બંધ. હવે પોતાના જ નહિ પણ બીજાના વિચારોને પણ મહત્વ આપવું પડે અને એટલે જ પોતાની ઈચ્છા મુજબ નહિ પણ “બંને” ની ઈચ્છા હોય તેમ વર્તવું પડે.

જવાબદારી નિભાવી શકીશ કે નહિ તેની ચિંતા. આઝાદી છીનવાઈ જવાનો ડર હોય તો તેની સાથે જ બીજો ડર હોય છે જવાબદારીઓ નિભાવી શકવાની પોતાની સમર્થતા નો. એક છોકરી પોતાનું સર્વસ્વ છોડીને માત્ર ને માત્ર મારા પર વિશ્વાસ મુકીને આવે છે ત્યારે એની પુરતી કાળજી લઇ શકીશ એને હરપળ ખુશ રાખી શકીશ કે નહિ તે અંગે ની ચિંતા દિલ માં ગભરાહત ઉભી કરે છે.

ચિંતાઓના આ દોર માં જોર ભવિષ્યમાં જવાબદારી નિભાવી શકવા અંગેની ચિંતા હોય તો સાથોસાથ વર્તમાન માં પ્રસંગ શાંતિપૂર્ણ અને વિના વિઘ્ને સંપન્ન થાય તે અંગેની ચિંતા પણ અવશ્ય હોય જ.લગ્નપ્રસંગ એમ પણ અંત સુધી ચાલતી તૈયારીઓને અંતે પણ કૈક બાકી રહી જતો પ્રસંગ કહેવાય છે અને ત્યારે મન શાંત રહે તે જરૂરી હોવા છતાં ચિંતા પીછો નથી છોડતી.

બધી જ ચિંતા અને ડર ની સાથે જ હોય છે કોઈક સાચું પાત્ર મેળવ્યાનો આનંદ. જિંદગીભર નો સાથ નિભાવનાર વ્યક્તિ ની સાચી પસંદગી થઇ હોય ત્યારે ખુશી તો હોવાની જ. જીવનસાથીની પસંદગી કરવી એ નાની સુની વાત તો નથી જ. જિંદગીભર નો સાથ નિભાવાનો છે અને આવે સમયે જયારે તમને સમજનાર,તમારી જરૂરિયાતો ને સમજનાર, સ્વભાવગત ખામીઓને સમજનાર પાત્ર તમને મળ્યું છે તેવો અહેસાસ થાય તો ખુશી થાય એ તો સ્વાભાવિક છે. એમ પણ કહે છે કે જીવનસાથી જોડે સારી સમજણ અને પ્રમાણિકતા નો સંબંધ હોય તો મુશ્કેલીઓનો સામનો આસાન થઇ જાય છે.

અચાનકથી ઘટી જતી ખેદજનક ઘટના દિલમાં દર્દ ઉભું કરે છે. એવું દર્દ જે કોઈને કહી પણ ના શકાય. મનમાં ને મનમાં મુંઝાયા વિના કાંઈ રસ્તો સુજતો નથી કારણ કહેવા માટે તો કઈ હોતું જ નથી. શું હોય? જે છે એ તો ક્યાં અજાણ છે અને રહી વાત લાગણીઓની તો એને માટે તો શબ્દો ખૂટી પડે છે દુખ વ્યક્ત કરવા. ઉદાસ રેહવાની કોઈ ઈચ્છા નથી હોતી પણ ખુશ રહી શકવાની અસમર્થતા ઉડીને આંખે વળગે છે લોકોને અને એટલે જ સમૂહમાં રહેવાનું ટાળવાનું મન થાય છે પણ એકલા રહેવું પણ તો સહેવાતું નથી. પોતાને જ સાંતવનાં આપવા સતત એમ વિચારતા રહેવાનું હોય છે કે “જે થાય તે સારા માટે થાય” અને “કસોટી હમેશા સોનાની જ થાય, તાંબા કે પિત્તળની નહિ.”

પોતાના પારિવારિક પ્રસંગો, જીવનસાથી ના પારિવારિક પ્રસંગો, કેટલાક સામાજિક પ્રસંગો, જીવનસાથીને આપવાનો સમય, મિત્રો ને આપવાનો સમય, પોતાના કામ માટે આપવો પડતો સમય આ બધામાં અટવાતા ગુચવતા આવનારા સમયનો તાગ મેળવતા હોય છે આગળના દિવસે.

જે સાથીઓનો સાથ ગુમાવ્યો હોય તેમાના કેટલાક ની યાદો તો એ હદે આવે કે જાણે દિલમાં ધરણા પર બેસી ગયા હોય અને બાકી ના કેટલાક માટે થાય કે આની જોડે દોસ્તી થઇ જ કેમ હતી?

અચાનક થી તમે શાંતિનું મહત્વ સમજવા લાગો છો. વાતે-વાતે વિવાદમાં ઉતરી પડતા, પોતાની વાત સાચી સાબિત કરવા દલીલો-પ્રતીદલીલો કરતા ક્યારેક, પણ હવે નહિ. હવે તો ચર્ચા દલીલમાં ના પરિણમે તેનું ધ્યાન રાખો છો અને પોતાની વાત સાચી છે તેમ સાબિત કરી શકતા હોવા છતાં દલીલોને ટાળવાના પ્રયત્નરૂપે સામેવાળા ની વાત માની લો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *