ર૦૧૮માં આવશે ભયાનક ધરતીકંપ, પૃથ્વીની ગતિમાં થશે ફેરફાર?

આવતા વર્ષે એટલે કે ર૦૧૮ અને એ પછીના કેટલાક વર્ષોમાં દુનિયાના ઘણા ભાગોમાં મોટા ભૂકંપો આવી શકે છે. આ ચેતવણી વિજ્ઞાનીઓએ આપી છે. આશ્ચર્યની વાત એ છે કે આવી આગાહી થવાનું કારણ પૃથ્વીની ફરવાની ગતિ ધીમી પડી રહી છે તે છે.વિજ્ઞાનીનો દાવો છે કે ભૂકંપના ખતરા વિશે પાંચ-છ વર્ષ પહેલાંથી એડવાન્સમાં ચેતવણી મળી શકે છે અને તેમાં દિવસની લંબાઇ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

પૃથ્વી પરનો દિવસ કેટલાક મિલી સેકન્ડ નાનો થઇ રહ્યો છે. રેબેકા અને રોજર નામના વિજ્ઞાનીનું કહેવું છે કે ગઇ સદીમાં સાત રિકટર સ્કેલથી વધુ તીવ્રતાવાળા પાંચ ભૂકંપ આવ્યા હતા. આ વખતે ભૂકંપનો અને પૃથ્વીની પોતાની ધરી પર ઘુમવાની ગતિ સાથે સંબંધ નોંધાયો હતો.

યુનિવર્સિટી ઓફ કોલોરાડોના રેજર બિલહેમ અને યુનિવર્સિટી ઓફ મોન્ટાનાના રેબેકા બેન્ડિક નામના વિજ્ઞાનીએ આ આગાહી કરી છે. જિયોલોજિકલ સોસાયટી ઓફ અમેરિકાને મોકલાયેલી વિગતોમાં વિજ્ઞાનીનું કહેવું છે કે પૃથ્વીની ઘુમવાની ગતિ ઘટવાથી પેટાળમાં રહેલી એનર્જીને બહાર આવવામાં મદદ મળશે.આવતા વર્ષે એટલે કે ર૦૧૮ અને એ પછીના કેટલાક વર્ષોમાં દુનિયાના ઘણા ભાગોમાં મોટા ભૂકંપો આવી શકે છે. આ ચેતવણી વિજ્ઞાનીઓએ આપી છે. આશ્ચર્યની વાત એ છે કે આવી આગાહી થવાનું કારણ પૃથ્વીની ફરવાની ગતિ ધીમી પડી રહી છે તે છે.

વિજ્ઞાનીનો દાવો છે કે ભૂકંપના ખતરા વિશે પાંચ-છ વર્ષ પહેલાંથી એડવાન્સમાં ચેતવણી મળી શકે છે અને તેમાં દિવસની લંબાઇ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પૃથ્વી પરનો દિવસ કેટલાક મિલી સેકન્ડ નાનો થઇ રહ્યો છે. રેબેકા અને રોજર નામના વિજ્ઞાનીનું કહેવું છે કે ગઇ સદીમાં સાત રિકટર સ્કેલથી વધુ તીવ્રતાવાળા પાંચ ભૂકંપ આવ્યા હતા.

આ વખતે ભૂકંપનો અને પૃથ્વીની પોતાની ધરી પર ઘુમવાની ગતિ સાથે સંબંધ નોંધાયો હતો. યુનિવર્સિટી ઓફ કોલોરાડોના રેજર બિલહેમ અને યુનિવર્સિટી ઓફ મોન્ટાનાના રેબેકા બેન્ડિક નામના વિજ્ઞાનીએ આ આગાહી કરી છે. જિયોલોજિકલ સોસાયટી ઓફ અમેરિકાને મોકલાયેલી વિગતોમાં વિજ્ઞાનીનું કહેવું છે કે પૃથ્વીની ઘુમવાની ગતિ ઘટવાથી પેટાળમાં રહેલી એનર્જીને બહાર આવવામાં મદદ મળશે.

Story Author – Gujarati Times

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *