PM મોદી, જેટલી, અડવાણી સહિતના મોટા નેતા ક્યાં કરશે મતદાન, જુઓ

  • Story

દિગ્ગજ નેતાઓ કરશે મતદાન

14 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન આરંભ કરાશે. ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષોના મોટા નેતાઓ આ બીજા તબક્કાના મતદાનમાં જોડાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં કયા દિગ્ગજ નેતાઓ મતદાન કરશે તે અંગે વિગતવાર જાણો અહીં…

PM નરેન્દ્ર મોદી

ગુજરાત વિધાનસભાના બીજા તબક્કામાં સાબરમતીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મતદાન કરશે. રાણીપ પાસે આવેલ નિશાન હાઇસ્કૂલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યા જેવા મતદાન કરવા રવાના થશે તેમ જણાવા મળ્યું છે.

અરૂણ જેટલી

નાણાં મંત્રી અરુણ જેટલી પણ વેજલપુરથી ચીમનભાઇ ઇન્સ્ટીટ્યૂટમાં જઇને મતદાન આપશે.

લાલાકૃષ્ણ અડવાણી

આ ઉપરાંત ભાજપના દિગ્ગજ નેતા એલ.કે.અડવાણી પણ ગુરુવારે જમાલપુર ખાડિયાની મતદાન કરશે. ખાનપુરની શાહપુર શાળા ખાતે એલ.કે. અડવાણી પરિવાર સાથે મતદાન કરવા પહોંચે તેમ મનાઇ રહ્યું છે.

અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ નારણપુરા વિસ્તારથી ગુરુવારે સવારે 9 વાગે મતદાન કરશે. આ માટે તે નારણપુરા સબઝોનલ ઓફિસ જશે. અને પોતાનો અમૂલ્ય મત આપશે.

આનંદીબેન પટેલ

ગુજરાતમાં ભૂતપૂર્વ અને પહેલા મહિલા મુખ્યમંત્રી તેવા આનંદીબેન પટેલ પણ ઘાટલોડિયા ખાતે મતદાન કરશે. આનંદીબેન પણ પરિવાર સાથે શીલજ પ્રાથમિક શાળાથી સવારે મતદાન કરશે તેમ જાણવા મળ્યું છે.

નિતિનભાઇ પટેલ

તરફ નીતિન ભાઇ પટેલ પણ કડી ખાતે સંસ્કાર ભારતી શાળાથી સવારે 10 વાગે મતદાન કરશે.

શક્તિસિંહ ગોહિલ

બીજી તરફ કોંગ્રેસના મુખ્યમંત્રી પદના દાવેદાર મનાતા દિગ્ગજ નેતા શક્તિસિંહજી ગોહિલ પણ આવતીકાલે તા.14 ડિસેમ્બર, ના રોજ સવારે 11:00 કલાકે ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે મતદાન કરવા માટે જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *