મુંબઈ: ગઈકાલે મુંબઈમાં પીટર ઈંગ્લેન્ડ મિસ્ટર ઈન્ડિયા 2017ના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ આવી પહોંચી હતી. જોકે બોલિવૂડની ક્વિન કંગના રનૌત પણ આવી પહોંચી હતી. જેમાં કંગનાના આ લુકથી સૌ કોઈ જોતા જ રહી ગયા હતાં. મિસ્ટર ઈન્ડિયામાં હાજર સૌ કોઈની નજર કંગના પર અટકી ગઈ હતી.
આ ઈવેન્ટમાં કંગના બહુ જ બોલ્ડ જોવા મળી હતી. જોકે કંગનાએ એટલો ટાઈટ ડ્રેસ પહેર્યો હતો કે તે પોતે જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. કંગનાએ ટેઈલ સાથેનો બોડી હગિંગ સાટિન ડ્રેસ પહેર્યો હતો. જોકે તેના ડ્રેસના કલર કે ટેઈલમાં કોઈ પ્રોલ્બેમ નહતો.
મિસ્ટર ઈન્ડિયા ઈવેન્ટમાં કંગના પણ આવી પહોંચી હતી જેમાં એટલી હદે ટાઈટ ડ્રેસ પહેર્યો હતો કો લોકો જોતા જ રહી ગયા હતા. જ્યારે ઈવેન્ટમાં સૌ કોઈ હાજર બધા કંગનાની જ ચર્ચા કરી રહ્યાં હતાં.
કંગના માટે આ ડ્રેસ તેને ફેવરિટ ડિઝાઈનર બિભૂ મહાપાત્રાને ડિઝાઈન કર્યો હતો.
કંગનાએ ટ્વિટર પર સ્ટાઈલિસ્ટની તેની Smokin Hot તસવીર પોસ્ટ કરી હતી.
આ ઈવેન્ટમાં લખનઉના જિતેશ સિંહ દેવે મિસ્ટર ઈન્ડિયા 2017નો ખિતાબ જીત્યો હતો.
સોશિયલ મીડિયા પર કંગનાની મિસ્ટર ઈન્ડિયા 2017ની સાથે તસવીરો વાયરલ થઈ હતી.
કંગના રનૌત વિનર્સને સ્માઈલ આપવા સાથે પોઝ પણ આપી રહી હતી.
જોકે આશ્ચર્યની વાત તો એ છે કે, આવા ડ્રેસમાં તે શ્વાસ પણ કેવી રીતે લઈ શકી હશે.
કંગનાનો ડ્રેસ તો એકદમ ચૂસ્ત હતો જ, તેની સાથે મેકઅપ પણ ખરાબ હતો. તે ડાર્ક મરૂન લિપસ્ટિકમાં અસહનીય લાગી રહી હતી.