અમીષા પટેલે સોશિયલ મીડિયા પર તોડી બોલ્ડનેસની હદ…

બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલ છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર જોવા મળી રહી છે ત્યારે કોઇના કોઇ કારણોસર લાઇમલાઇટમાં રહેવાનો પ્રયત્ન કરી રહી છે. હાલમાં અમીષા પટેલ પોતાના બોલ્ડ ફોટાઓને લઇને ભારે ચર્ચામાં જોવા મળી રહી છે.

આ ફોટાઓને લઇને અમીષા લોકોમાં ભારે મજાકનો વિષય બની રહી છે. જો કે અમીષાને આને લઇને કોઇ ફરક પડી રહ્યો નથી. આ વખતે પણ અમીષાએ પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ ફોટો ઇન્ટરનેટ પર ઝડપથી વાઇરલ થઇ રહી છે.

અભિનેત્રી અમીષા પટેલે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટાઓ શેર કર્યા છે. ખરેખર અમીષા પટેલે ડિઝાઇનર બિકનીમાં નહાતા ત્રણ ફોટાઓ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. પોતાના આ બોલ્ડ ફોટાઓને અમીષા ફરીથી ઇન્ટરનેટ સેન્સેશન બની ગઇ છે.

ઘણા યૂઝર્સે આ ફોટાઓની પ્રશંસા કરી છે તો કેટલાકે ખરાબ કમેન્ટસ પણ આપી છે. જો કે અમીષાને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા પર કોઇ ફરક પડયો નથી. અમીષ પટેલ આ ફોટાઓમાં હોટ એન્ડ બોલ્ડ દેખાઇ રહી છે. 40 વર્ષની ઉંમરની અમીષા પટેલ હાલમાં પણ ગ્લેમરસ દેખાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *