ચોકલેટ ને લઈ ને તમારો ભ્રમ થઈ જશે દૂર.
તમે ચોકલેટનું નામ સાંભળશો તો મોંમાં પાણી આવે છે ને ! પરંતુ તેની આડઅસરો જોતા, તમે તમારા મનને સમજાવી શકશો કે ચોકલેટથી કેટલું અંતર રાખવું જોઈએ.આજે ચોકલેટ્સનો ઉપયોગ બધે જ કરવામાં આવે છે. પરંતુ ઘણી દંતકથાઓ છે કે જે તેને ખાવા નો વિરોધ કરે છે.ઘણીવાર એવું પણ કહેવાય છે કે ચોકલેટ ખાવાથી વજનમાં વધારો, ચહેરા પર ફોલ્લીઓ આવે છે પરંતુ એવું કશું નથી.નિષ્ણાતો માને છે કે જો ચોકલેટનો ઉપયોગ મર્યાદિત માત્રામાં થાય , તો કોઈ આડઅસર થતી નથી.
૧) સ્વાસ્થ્ય માટે નુકસાન કારક…
ચોકલેટ એન્ટીઑકિસડેન્ટ,મેગ્નેશિયમ અને ઝીંકથી ભરપૂર હોય છે.એટલું જ નહીં, ફોસ્ફેટ, કેલ્શિયમ અને પ્રોટીન પણ તેમાં ઉપસ્થિત છે.નિષ્ણાતો જણાવે છે કે જો આપણે એન્ટીઑકિસડન્ટ્સ વિશે વાત કરીએ તો ડાર્ક ચોકલેટ આરોગ્ય માટે ફાયદાકારક છે. જો ડાર્ક ચોકલેટ ને મર્યાદા માં ખાવામાં આવે,તો તે બ્લડ પ્રેશરને જાળવવામાં મદદ કરે છે અને તમારા હૃદયને તંદુરસ્ત રાખે છે.
૨) ચોકલેટ થી ચામડીના રોગો થાય છે..
જો આપણે ચામડીના આરોગ્ય વિશે વાત કરીએ તો તે આપણા આહારમાં મહત્વની ભૂમિકા ભજવે છે.નિષ્ણાતો માને છે કે ચોકલેટમાં ચરબીનું વધુ પ્રમાણ હોવાને કારણે તે ચામડીના રોગો નું કારણ બની શકે છે પરંતુ આ કારણ હંમેશા શક્ય નથી.
૩) ચોકલેટ થી વજન પણ વધે છે.
વધતા જતા વજનનું પ્રાથમિક કારણ ચોકલેટ નથી.નિષ્ણાતોના જણાવ્યા મુજબ,જો તે મર્યાદા માં ખાવામાં આવે છે.તો તમારા આરોગ્ય અને વજન પર કોઈપણ અસર નથી.જ્યાં સુધી ચોકલેટ મર્યાદા માં ખવાય છે ત્યાં સુધી તે સારી છે. બાકી તમારા વજન વધારા નું કારણ પણ બની શકે છે.
Story Author: Team Gujarati Times
તમે આ લેખ ‘Gujarati Times ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો