દરેક વ્યક્તિ છે અમીર
ચીન ના હુકસાઈ નામ ના ગામ માં બધા લોકો અમીર છે.અહીં બધા પાસે કરોડો ની સંપત્તિ છે.બધા પાસે ઘર ની કાર છે.બધા પાસે બંગલા છે.બેન્ક બેલેન્સ પણ ખુબજ છે.
પૂરી રીતે સમાજવાદી છે આ ગામ
આ ગામ સંપૂર્ણપણે સમાજવાદી છે અને આનું સંપૂર્ણ કડક પાલન થાય છે. ગામમાં સ્થાયી થવા માટે હુકસાઈ ના વહીવટમાં 72 માળની ઇમારત બાંધવા માટે દરેક નાગરિક માટે 3 બિલિયન યુઆન ($ 430 મિલિયન) ખર્ચ કરવો પડે છે.આ ગામમાં કુલ 2000 જેટલા નાગરિકો રહે છે.આ મલ્ટી-માળની બિલ્ડીંગના 60 માં માળ પર પાકા સોનાથી બનેલા વિશાળ બળદની મૂર્તિ રાખવામાં આવેલી છે.
આધુનિક શહેર થી ઓછુ નથી
ચાઇનાના જિયાંગસુ પ્રાંતમાં આ ગામના દરેક માણસને બેંક ખાતામાં રૂ. 85 લાખની રકમ છે. દરેક પાસે એક લકઝરી કાર અને એક બંગલો છે.આ ગામ વિશ્વના સૌથી મોટા આધુનિક અને વૈભવી શહેરો સાથે સ્પર્ધા કરે છે. ગામના આ તમામ વહીવટ સાથે જ તમને ગામમાં પ્રવેશ સાથે જ આપે છે.
જોરદાર છે વૈભવી હોટેલ
અઠવાડિયામાં સાત દિવસ કામ કર્યા પછી આરામ કરવા માટે આ ગામમાં વૈભવી અને આરામની સુવિધા વાળી હોટલ છે.આ લોંગ વિશ ઇન્ડસ્ટ્રીયલ હોટલ કે જે સોનાની શીટ્સ ઠોસ શિલ્પકૃતિઓથી શણગારવામાં આવી છે.
શાહી રૂમ ની સુવિધા
આ વૈભવી હોટેલમાં 826 શાહી રૂમની સુવિધાઓ છે.16 પ્રેસિડેન્શિયલ રૂમ અને ગોલ્ડ પ્રેસીડેન્શીયલ સ્યુટ છે.જેનું એક રાતનું ભાડું 100,000 યુઆન છે.
રાજા હોવાનો થાય છે અહેસાસ
આ હોટલમાં રહેતા વ્યક્તિને અનુભવ થાય છે કે તે ખરેખર રાજા છે. વૈભવી બાથરૂમ અને અંદર ની રૂપરેખા એકદમ રાજા ઓ ના મહેલ જેવી છે.
જોરદાર થીમ પાર્ક
ગામ માં ભવ્ય થિમપાર્ક પણ ઉપસ્થિત છે.તેમાં દેશ ની અજાયબી ઓ ની નકલ પણ રાખવામાં આવી છે.
ભવ્ય ઓપેરહાઉસ
થિમપાર્ક માં ભવ્ય ઓપેરહાઉસ કે જે સિડની માં આવેલું છે તેનું સુંદર આબેહૂબ ક્લપ્રદર્શન કરવામાં આવેલું છે.
હુકસાઈ ગામમાં, બીજિંગ ના એક ઐતિહાસિક અને રાજકીય રીતે પ્રસિદ્ધ થાઇમિન ચોક ની પણ નકલ કરવામાં આવેલ છે.
ચીનની દીવાલ
એટલું જ નહીં, ચીનની ગ્રેટ વોલની નકલ પણ અહીં કરવા માં આવી છે, જે આ ગામમાં ની સાત અજાયબીઓમાં સામેલ છે.એટલે કે, ત્યાં બધું છે. જે તમે કલ્પના કરી શકો છો.આ બધા ના કારણે જ લાંબા સમય સુધી નાગરિકો અહીં નું આ સ્થાન છોડવાનું વિચારતા નથી.
Story Author: Team Gujarati Times
તમે આ લેખ ‘Gujarati Times ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો