1 એપ્રિલનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ (Aries)


ગણેશજી અનુસાર, વ્યાપારીઓ માટે આજનો દિવસ લાભદાયી રહેશે. પરિવારનું વાતવરણ આનંદદાયી રહેશે અને તેનાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્યમાં વધારો થશે. તમને સહયોગીઓનો સારો સપોર્ટ મળશે.

વૃષ (Taurus)


વિદ્યાર્થીઓ માટે આ સમય કપરો રહેશે. મનમાં ચિંતા રહેશે. પેટ સંબંધિત રોગથી મન ચિંતિંત રહેશે પરંતુ બપોર પછી રાહતનો અનુભવ થશે. માનસિક રીતે તમે તંગ સ્થિતિમાંથી રાહતનો અનુભવ કરશો.

મિથુન (Gemini)


આજે તમારામાં સ્ફૂર્તિનો અભાવ રહેશે. પારિવારીક સદસ્યો વચ્ચે ઝઘડો થવાની આશા છે. સંપત્તિના વિષયમાં સાવધાની જાળવો. અચાનક ધન ખર્ચની આશંકા છે. ઉગ્રતાપૂર્ણ બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ ન લો.

કર્ક (Cancer)


કોઈપણ કાર્યને સમજ્યા-વિચાર્યા વિના ન કરો. સ્વજનો તરફથી મળેલી ભેટથી આનંદ થશે. તેમની સાથેના પ્રેમ સંબંધોથી તમારા આનંદમાં વધારો થશે. બપોર પછી પ્રતિકૂળતા રહેશે. આર્થિક કષ્ટ થવાની સંભાવના છે.

સિંહ (Leo)


આજે બૌદ્ધિક ક્ષમતામાં વધારો થવાથી ચર્ચામાં ભાગ લઈ શકો છો પરંતુ વાદ-વિવાદ ટાળો. પારિવારીક સભ્યો સાથે સારો સમય પસાર થશે. આર્થિક લાભ થવાની શક્યતા પણ છે. ભાઈઓ દ્વારા લાભ થશે. આધ્યાત્મિક ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત થશે.

કન્યા (Virgo)


આજના દિવસે તમારી વાણીના પ્રભાવથી તમને લાભ થશે. આનાથી અન્ય લોકો સાથેના તમારા પ્રેમ સંબંધોમાં પણ વધારો થશે. તમારો પ્રવાસ તમારા માટે આનંદ રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં પણ તમને લાભ થશે. આર્થિક લાભ થશે.

તુલા (Libra)


ક્રોધને કાબુમાં રાખી સ્વભાવને મૃદુ બનાવો. વાણી પર સંયમ રાખવાથી વાતાવરણને શાંત રાખવામાં સફળ થશો. કાયદા સાથે જોડાયેલી વાતો અને નિર્ણયો સમજી-વિચારીને કરો. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે.

વૃશ્ચિક (Scorpio)


જીવનસાથી પ્રાપ્ત થવામાં આજનો દિવસ શુભ છે. આવક અને વ્યાપારમાં વૃદ્ધિનો યોગ છે. મિત્રો સાથે ફરવા જઈ શકો છો જ્યાં તમે ઘણું આનંદદાયક અનુભવશો. કોઈની સાથે ઉગ્રતાપૂર્ણ વ્યવહાર ન કરો.

ધનુ (Sagittarius)


આજે તમારા કાર્યની તમામ યોજનાઓ સારી રીતે પૂરી થશે. વ્યવસાયિક રૂપે પણ સફળતા પ્રાપ્ત થશે. ઑફિસમાં વાતાવરણ અનુકૂળ રહેશે. પરિશ્રમ અનુસાર પદમાં પણ પ્રગતિ થશે. આજનો દિવસ ધનલાભ માટે શુભ છે.

મકર (Capricorn)


આજે વિદેશ જવા ઈચ્છુક લોકોની શક્યતાઓ વધી શકે છે. ધાર્મિક યાત્રાથી આજે તમે ધર્મિષ્ઠતાનો અનુભવ કરશો. પરિવારજનોમાં આનંદ-ઉલ્લાસનું વાતવરણ રહેશે. વ્યાવસાયિક ક્ષેત્રે લાભ થશે.

કુંભ (Aquarius)


ગણેશજી આજે નવા કાર્યનો પ્રારંભ કરવાની સલાહ આપી રહ્યાં છે. સ્વાસ્થ્ય સંભાળવા માટે ખાણી-પીણી પર ધ્યાન આપો. પોતાની વાણી પર સંયમ રાખો. સ્વાસ્થ્યમાં સુધાર થશે. ધાર્મિક કાર્ય તથા ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે છે.

મીન (Pisces)


વ્યાપારમાં ભાગીદારીથી તમને લાભ થશે. કોઈ મનોરંજન સ્થળે સ્નેહીજનો સાથે જવાથી મન પ્રફુલ્લિત રહેશે. પરંતુ બપોર પછી પરિસ્થિતિમાં પરિવર્તન અનુભવશો. નવા કાર્યનો પ્રારંભ ન કરો.

-બેજાન દારુવાલા

 

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *