ભારત નો એકમાત્ર સ્મશાન ઘાટ કે જ્યાં મડદા પાસેથી પણ વસુલવામાં આવે છે ટેક્સ…3000 વર્ષ જૂની છે આ પરંપરા…

એવું માનવામાં આવે છે કે કાશીના મણિકરણિકા સ્મશાન ઘાટ વિશે એવું કહેવામાં આવે છે કે અહીં સળગાવવા માં આવતા મૃતદેહ ને સીધો મોક્ષ મળે છે.આ વિશ્વમાં એકમાત્ર સ્મશાનગૃહ છે જ્યાં ચિતા ક્યારેય ઠંડી પડતી નથી.અહીં એક દિવસમાં 300 મૃતદેહોનીઅંતિમવિધિ થાય છે.

પરંતુ મણિકરણિકા ઘાટ વિશે, અન્ય ઘણા લક્ષણો એવા પણ છે કે જે ભારતના કોઈ અન્ય અંતિમસંસ્કાર માં નથી.આપણે અત્યાર સુધીમાં આની બે લાક્ષણિકતાઓ વિશે તમને બધાને જણાવ્યું છે.પહેલી એ કે ત્યાં સળગતી ચિતા થી હોળી રમવામાં આવે છે.અને બીજી એ કે ત્યાં ચૈત્ર નવરાત્રી અને અષ્ટમી ઉપર સેક્સ વર્કરો નૃત્ય કરે છે.

આજે અમે તમને આ સ્મશાન સાથે જોડાયેલી બીજી વાત જણાવવા જઇ રહ્યા છીએ જે તમે બીજે ક્યાંય નહીં સાંભળેલી હોય.

તમને વિશ્વાસ નહિ આવે પણ આ સ્મશાન ઘાટ માં સુવડાવતા પહેલા દરેક મડદા પાસે થી ટેક્સ વસુલવામાં આવે છે.તેની પાછળ આ કહાની પણ જાણવા જેવી છે.

આ ઘાટ પર ટેક્સ વસૂલવાની પ્રથા લગભગ 3000 વર્ષ જૂની છે.માન્યતા એવી છે કેએ સ્મશાન ના રક્ષણ અને જાળવણી ની ફરજ ત્યારે એ સમય માં ડોમ જાતિના હાથ માં હતી અને એ સમય માં ડોમ જાતિ પાસે રોજગાર મેળવવા માટેનું એકપણ સાધન ન હતું.અગ્નિ સંસ્કાર ના સમયે તેઓને દાન આપવાની પરંપરા હતી.પરંતુ એ દાન માં તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકતા નહિ અને પૈસા કમાવાના ખોટા ઉપાયો વાપરતા હતા.

સ્મશાન ઘાટ ઉપર કર લેવાની પ્રથા રાજા હરીશંદ્ર ના જમાના થી ચાલી આવે છે.એ સમય દરમિયાન રાજા હરિશ્ચંદ્ર પોતાના એક વચન થી બંધાઈ ને દોમ પરિવાર ના એક સદસ્ય કુલ્લુ દોમ ના નોકર તરીકે કામ કરતા હતા.એ જ સમય દરમિયાન તેના પુત્ર નું મોત થય ગયું અને પુત્ર ના અગ્નિ સંસ્કાર માટે તેને કુલ્લુ ડોન મી મંજુરી લેવી પડી અને વગર દાન કર્યે એ સમય માં પણ અગ્નિસંસ્કાર માટે ની મંજુરી હતી નહિ.ત્યારે હરિશ્ચંદ્ર એ તેની પત્ની ની સાડી નો એક ટુકડો દાન માં દીધો હતો.ત્યારથી લઇ ને આજ સુધી આ પ્રથા ચાલુ છે.

જોકે આ નિયમ હવે એક ધંધા જેવો થઈ ગયો છે.દોમ પરિવાર ના બધા સદસ્યો હવે સ્મશાન ની આજુબાજુ ગોઠવાય જાય છે જેનાથી તેઓની નઝર આવતી જતી શબ યાત્રા પર રહે અને કોની પાસે થી કેટલા પૈસા લેવા એ પણ નક્કી કરી લે છે.

જોકે ડોમ પરિવાર ની વાત કરવામાં આવે તો ગુજારેલા જમાનામાં તેના પર ધનદોલત ઉડાડ્વાવાળા લોકોની કમી ન હતી. તે લોકો નું કહેવું છે કે એ સમય માં અગ્નિસંસ્કાર માટે તેઓને સોનાચાંદી થી લઈને જમીન સુધીનું દાન પણ મળતું હતું અને આજ ના જમાના માં લોકો સાથે વાદ-વિવાદ કરવા પડે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *