ભૂતોનું ગામ ભાનગઢ અને ભૂતોનું ગામ રાજસ્થાન વિષે શું તમે જાણો છો?

કહાની ભાનગઢ કિલ્લાની….

ભાનગઢ કિલ્લોની વાર્તા ખૂબ જ રોમાંચક છે.પરંતું તેના સત્ય હોવા પાછળ કોઈ ને પણ શંકા નથી.16 મી સદીમાં ભાનગઢનો કિલ્લો સ્થાયી થયો હતો. આ પછી ભાનગઢ 300 વર્ષ સુધી વિકાસ પામ્યો.ત્યાર બાદ કિલ્લાની એક સુંદર રાજકુમારી કાળા જાદુના મહાન માસ્ટરનો પ્રેમ બની ગઈ. આ રાજકુમારીનું નામ રત્નાબાલા છે અને તાંત્રિકનું નામ સિંધુ સેવડા કહેવાય છે.આ તાંત્રિક કાળા જાદુથી રાજકુમારીને વશ કરવા માટે આવે છે.પરંતુ તેણી મૃત્યુ પામે છે અને પોતાને પણ તે મૃત્યુદંડ આપે છે.મૃત્યુ પહેલાં તે શ્રાપ આપે છે કે આ કિલ્લામાં રહેતા તમામ લોકો મૃત્યુનો ભોગ બનશે અને મુક્તિ નહીં મેળવી શકે અને તેમની આત્માઓ ભટકશે. સાંયોગિક રીતે, પડોશી રાજ્યએ ભાનગઢ પર આક્રમણ કર્યું અને રાજકુમારી સહિત તમામ ભાનગઢ નિવાસીઓ માર્યા ગયા હતા અને સમય પસાર થતા કિલ્લો સાવ ઉજ્જડ થઈ ગયો હતો.તેનું કારણ પેલા જાદુગર નો શ્રાપ હોવાનું સામે આવ્યું હતું અને બધા લોકોની આત્માને પણ મુક્તિ મળી ન હતી.તેઓ આજે પણ અહી ભટકે છે એવું જાણવા મળ્યું છે.

ભૂતો નું ગામ કુલધરા…

ભાનગઢ કિલ્લાની જેમ અહી રાજસ્થાન માં કુલધરાના ગામ પણ અચાનક એક રાતમાં અદ્રશ્ય થઇ ગયું હતું.એ છેલ્લી રાત પછી ગામ માં કોઈ બચી શક્યું નહતું.આ સન્નાટા ની પાછળ પણ એક અજીબ વાર્તા છુપાયેલી છે.આ ગામ ને ભૂતો નું ગામ તરીકે ઓળખવામાં આવે છે.આખું વિરાણ થાય ગયેલા આ ગામ માં પહેલા આવી શાંતિ ન હતી.પરંતુ અહી કોઈક ની ખરાબ નઝર લાગી ગઈ હતી.કહાની એમ છે કે રિયાસત માંથી દિવાન સલીમ સિંહ ને ગામ ની એક પુજારી ની દીકરી પસંદ આવી ગઈ હતી અને તે તેની સાથે જબરદસ્ત લગ્ન કરી ને ગામ માંથી ભાગી ગયો હતો.તેને ગામના લોકો ને થોડા દિવસો ની મહોલત પણ આપી પણ હવે ગામ ના લોકો ની આ લડાઈ ફક્ત એક દીકરી ની નહિ પરંતુ તેમના આત્મ સન્માન ની બની ગઈ હતી.આ બનાવ પછી ગ્રામપંચાયત ની એક બેઠક મળી અને 5000 જેટલા પરિવારો એ આ રિયાસત છોડવાના નિર્ણય કર્યા.અને જોતજોતામાં આ આખું ગામ વિરાન થય ગયું.ત્યારથી આ ગામ ને ભૂતો નું ગામ કહેવામાં આવે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *