સૂર્યાસ્ત પછી અજાણતા પણ ના કરો આ ૮ કામ થઈ શકે છે અશુભ…

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના જીવનમાં સંપત્તિની અછત ન જણાય. આપણે એટલા માટે મહેનત કરીએ છીએ કે નાણાં કમાઈ શકીએ.પૈસા કમાવવા એ ખૂબ કઠિન કામ છે પરંતુ પૈસા સાચવી રાખવા એ તેનાથી પણ વધારે કઠિન કામ છે.

જોકે ખુશી જીવનમાં પૈસાથી નથી ખરીદી શકાતી. પરંતુ લોકોની નજરો માં સુખ અને આદર મેળવવા મદદ જરૂર કરે છે.મનુષ્ય માત્ર ત્યારે જ તેમના સપનાઓને પરિપૂર્ણ કરી શકે છે જ્યારે તેની પાસે પૈસા હોય .

હિંદુ ધર્મ ની માન્યતા અનુસાર તમારા ઘર અને ધનસંપત્તિ ઉપર લક્ષ્મી માતા રાજી હશે તો સુખ તમારો પીછો ક્યારેય નહિ છોડે.શાસ્ત્રોમાં આવી કેટલીક વસ્તુઓ નો ઉલ્લેખ છે જેનાથી ઘર માં સમૃદ્ધિ લાવી શકાય છે.માતા લક્ષ્મી તમારા નસીબ સારા બનાવી શકે છે,અને આર્થિક સમસ્યાઓ પણ સર્જી શકે છે માટે દેવી લક્ષ્મી ને સંપત્તિના દેવી માનવામાં આવે છે.જો તમે શાસ્ત્રોમાં માનતા હોવ તો, તમારે કેટલીક નાની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.આ બાબતો નું પાલન કરવું એ એટલું અઘરું પણ નથી.

હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર સૂર્યાસ્ત પછી તુલસીના છોડ નો સ્પર્શ અશુભ મનાય છે.સૂર્યાસ્ત પછી તુલસી ના છોડને અડકવા થી ખરાબ ઘટના બને છે અને ગરીબી આવે છે.

તુલસીની પૂજા-

તુલસીના છોડ ની પૂજા કરવી અને પાણી ચઢાવવું એ બન્ને શુભ માનવામાં આવે છે પરંતુ સાંજના સમયે આ ન કરવું જોઈએ.સાંજે માત્ર તુલસી ના છોડ ની નજીક ઘી નો દીવો પ્રકાશિત કરવો. આ કરવાથી નકારાત્મક ઊર્જા નો નાશ થાય છે, સાથે સાથે ઘરમાં લક્ષ્મી પણ લાવે છે.

શાસ્ત્રો માં સાંજ ના સમયે શારીરિક સંબંધો બનાવવા પણ અશુભ માનવામાં આવે છે.તેનાથી તમારું સારું ભાગ્ય દુર્ભાગ્ય માં પરિણમે છે.

સૂર્યાસ્ત સમયે ન સૂવું-

સૂર્યાસ્ત સમયે સુવા થી નકારાત્મક ઊર્જા આવે છે અને તમારું સારું નસીબ ખરાબ નસીબ માં પરિણમે છે. તે મેદસ્વીતા અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બને છે.

એવું પણ માનવામાં આવે છે કે જો તમે જમ્યા પછી તરત જ વાસણને સાફ ન કરો, તો તમારા પર શનિ અને ચંદ્ર ની ખરાબ અસર પડશે.જો તમે ભોજન પછી તરતજ વાસણ સાફ કરી દો તો તમારા ઘર માંસમૃદ્ધિ આવે છે.

સૂર્યાસ્ત પછી સાફ સફાઈ એટલે કે કચરા પોતા કરવા પણ અશુભ માનવામાં આવે છે. પુરાણો અનુસાર,જો તમે સૂર્યાસ્ત પછી ઘરે કચરા-પોતા કરો છો તો તમારા ઘર માંથી ખુશી ઓ જતી રહે છે અને મુશ્કેલી ઓ નો સામનો કરવો પડે છે.

સૂર્યાસ્ત સમયે વાંચન

આ આધુનિક સમયમાં આશ્ચર્યકારક વાત લાગે છે, પરંતુ ગ્રંથો અનુસાર, સૂર્યાસ્ત દરમિયાન અભ્યાસ કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે.એવું કહેવાય છે કે સૂર્યાસ્ત સમયે ઘરે બેઠા રહેવા અથવા વાંચવાને બદલે કેટલીક શારીરિક પ્રવૃત્તિ અથવા તો રમતો રમવી જોઈએ.

ગમે તે જગ્યાએ ન થુકવું

કેટલાક લોકો ગમે ત્યાં થુકી દે છે. તમારી આ કુટેવ એટલી ગંદી છે કે તેનાથી જગ્યા તો ગંદી થાયજ છે પણ તેનાથી તમને પણ નુકસાન થાય છે.એવું માનવામાં આવે છે કે જેઓ તેમના આજુબાજુ ના વિસ્તાર ને સ્વચ્છ રાખતા નથી, મા લક્ષ્મી એનાથી ગુસ્સે ભરાઈ જાય છે,અને તેને મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.

 

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *