ધમાકેદાર કોમેડી અને સુપર ડુપર સ્ટોરી સાથે રિલીઝ થઈ ચૂકી છે,બોલે તો ઝકાસ ગુજરાતી મુવી ‘આવુજ રહેશે’

લાઈફ ચેનજિંગ સ્ટોરી પર આધારિત,ધમાકેદાર કોમેડી અને હૃદયસ્પર્શી સોન્ગસ ધરાવતી મુવી ‘આવુજ રહેશે’ રિલીઝ થઈ ચૂકી છે‌

 

ફિલ્મ ના પ્રોડ્યુસર છે ભાવેશ શાહ,તરૂણ જાની,રામુ પ્રજાપતિ અને સૂરજ દેસાઈ.ખુશી ની વાત તો એ છે કે આ ફિલ્મ નું દિગ્દર્શન કરેલું છે આપણા લાડીલા અને મોજીલા ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની એ.આ ફિલ્મ ના લેખક પણ નીતિન ભાઈ જ છે.

https://www.instagram.com/p/BhjDplxB9Sh/?taken-by=nitinjani24

ફિલ્મ ના ડાયરેકટર અને લેખક નીતિન જાની નું કહેવું છે કે આ ફિલ્મ ને બધીજ દિશા માંથી આવરી લેવા માં આવી છે.હિલેરિયસ કોમેડી થી લઈ ને જીવન પરિવર્તન કરતી સ્ટોરી આ ફિલ્મ માં જોવા મળશે.

ફિલ્મ ના પ્રોડ્યૂસર તરુણ જાની અને ભાવેશ શાહે પણ જણાવ્યું હતું કે ગુજરાતીઓ ને જરૂર આ ફિલ્મ ગમશે અને જરૂર મુવી હિટ જશે.

આ ફિલ્મ માં કોલેજ માં ભણતા ત્રણ યુવાનો ની જીવન પરિવર્તન ની વાત અનોખા અંદાજમાં રજૂ કરવામાં આવી છે.

ફિલ્મ ના music ની વાત કરીએ તો,

‘આ ફેસબુક ના ફોટા મને લાઈક કરાવે રોજ,
શોપિંગ કરતા કપડાં એના બની ગયા છે બોજ,
પ્રેમ રોગ મને લાગી ગયો છે…’

ફિલ્મ નું આ સોન્ગ ચહિતા સિંગર દર્શન રાવલ દ્વારા ગાવા માં આવ્યું છે.

આ ફિલ્મ માં લીડ રોલ તરીકે Mehul Kajariya,Yatin Parmar અને Hemang dave જોવા મળશે.આ સિવાય ફિલ્મ માં Manoj Joshi,Shekhar Shukla,Chintan Pandya,Sunil Vishrani એ પણ ખુબજ સારી ભૂમિકા ભજવી છે.

BG Film Production ની આ ફિલ્મ ‘આવુજ રહેશે’ ફિલ્મ રિલીઝ થતા ની સાથે જ લોકો માં પ્રશંસનીય રહી છે.જો તમારે પણ હજી આ ફિલ્મ જોવાની બાકી હોય તો આજે જ તમારા નજીક ના સીનેમાઘરો માં તમારી ફેમેલી સાથે નિહાળો સુપર ડુપર અને ખજૂરભાઈ ની પહેલી મુવી ‘આવુજ રહેશે’

 

 

 

https://youtu.be/lljAOZk4fq4

 

સંકલન – સાગર પટોળીયા & ચિંતન મહેતા 

1 thought on “ધમાકેદાર કોમેડી અને સુપર ડુપર સ્ટોરી સાથે રિલીઝ થઈ ચૂકી છે,બોલે તો ઝકાસ ગુજરાતી મુવી ‘આવુજ રહેશે’”

  1. Dear Team,
    Atiyar na aa tension and stressful bhari jingadi ma loko ne aavi comedy movies ni jarur che …J jota j loko jingadi ma tension bhuli jai (bhale amuk kalako mate j pan that also effects a lot)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *