માં લક્ષ્મી ની કૃપા જોઈએ તો લગાતાર ત્રણ શુક્રવાર કરો આ કામ,જરૂર રાજી થશે માં લક્ષ્મી…

માતા લક્ષ્મી સમૃદ્ધિની દેવી તરીકે ઓળખાય છે.તેની પૂજા કરવાથી આપના ઘરમાં ધન ની વૃદ્ધિ થાયછે. ખાસ કરીને માતા લક્ષ્મી માટે શુક્રવાર ના દિવસે પૂજા ખાસ કરીને ફળદાયી છે. શુક્રવારે માતા લક્ષ્મીની ઉપાસના ઘરમાં આનંદ અને સમૃદ્ધિ રાખે છે. હકીકતમાં,સાત દિવસો અલગ દેવતાઓ સપ્તાહ માનવામાં આવે છે. હિંદુ ધર્મ માં વાર પ્રમાણે આપણે દેવી દેવતાઓ ની પૂજા વગેરે કરતા હોઈએ છીએ.આવીજ રીતે શુક્રવાર એ માતા લક્ષ્મી નો દિવસ માનવા માં આવે છે એ દિવસે માતા ને ખુશ કરવા માટે અમુક કાર્યો આપણે કરી શકીએ છીએ.

શુક્રવાર ને દિવસે કેવી રીતે કરવી માતા લક્ષ્મી ની આરાધના..

આ દિવસે સવારે સૂર્યોદય ની પહેલા ઉઠી ને સ્નાન કરી ને ધોયેલા વસ્ત્રો પહેરવા.પછી માતા લક્ષ્મી ની પૂજા શરુ કરવી આના માટે પૂજા સ્થળે માતા લક્ષ્મી ની છબી રાખવી અને તેની સામે બેસી ને ૧૦૮ વાર લક્ષ્મી મંત્ર ॐ श्रीं श्रीये नम: નો જાપ કરવો.આ જાપ કરવાથી માતા લક્ષ્મી ખુબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન વર્ષા કરે છે.

આ મંત્ર ના પાઠપૂર્ણ થયા પછી માતા ને મિશ્રી અને ખીરનો ભોગ ચઢાવવો અને ત્યાર બાદ ૭ વર્ષ થી નાની કન્યાઓ ને ઘરે બોલાવવી અને તેને ભોજન કરાવવું અને આ ભોજન માં માતા ને અર્પણ કરેલ મિશ્રી અને ખીર નો પ્રસાદ પણ આપવો.આ વિધિ લગાતાર ૩ શુક્રવાર સુધી કરવાથી માતા ખુબ જ રાજી થાય છે.

કેવી રીતે પ્રગટાવવો દીપક..

માતા ને રાજી કરવાની એક બીજી પદ્ધતિ પણ શાસ્ત્રો માં બતાવવામાં આવી છે.દરેક શુક્રવારે ઘરના ઉતર-પૂર્વ ખૂણામાં એક દીપક પ્રગટાવવો.પણ તેમાં ધ્યાન એ રાખવું કે તેલ ની જગ્યા એ ગાય નું ઘી અને તેમાં દોરા ની જગ્યા એ પાકા સૂત્ર નો લાલ રંગ નો દોરો વાપરવો.આમ કરવાથી માતા લક્ષ્મી તમારા પરિવાર ને સુખ શાંતિ આપશે.

તિજોરી માં રાખો આવી પોટલી..

માતા લક્ષ્મી ના આશીર્વાદ મેળવવા માટે તમે એક બીજું કાર્ય પણ કરી શકો છો.શુક્રવાર ને દિવસે તમારી ઘર ની તિજોરી માં એક પીળા રંગ ની પોટલી રાખો.આ પોટલી માં ૫ પીળા રંગ ની કોડી,કેસર અને એક ચાંદી નો સિક્કો રાખી ને ત્રણ ગાંઠ વળી ને તિજોરીમાં રાખો.

આ સિવાય શુક્રવાર ના દિવસે તમે કોઈ ગરીબ ને દાન પણ કરી શકો છો.જોઈ ગરીબ ને સફેદ વસ્તુ આપવાથી માતા લક્ષ્મી ખુબજ પ્રસ્સન થાય છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *