મારા વિરુદ્ધ મારા દીકરાને ભડકાવે છે મારી વહુ…આ રહ્યો એનો જવાબ

લગ્ન પછી, છોકરીને નવા ઘરમાં જવું પડે છે. છોકરીની પોતાની અમુક અપેક્ષાઓ અને ઉમ્મીદો હોય છે અને છોકરાના ઘર વાળાઓ ને પોતાની.આવામાં કેટલીક બાબતો ને લઈ ને અણબનાવ બને છે તો ચાલો જાણીએ આવી કેટલીક બાબતો વિશે.

સવાલ : મારા દીકરા ના હમણાં હમણાં નવા લગ્ન થયા છે.તેની ઈચ્છા અનુસાર અમે લગ્ન કરવાની મંજૂરી પણ આપી છે પરંતુ હવે મારો દીકરો મારી વાતો માનતો જ નથી.એને મન ફાવે એવું વર્તન કરે છે.

શરૂઆત માં તો મેં તેને કઈ પણ નથી કહ્યું તેઓ બહાર જમવા ચાલ્યા જતા પણ હવે વહું તેનું જમવાનું બનાવે છે અને મને પૂછતી પણ નથી જમવા બાબતે.

મને સમજ નથી પડતી કે હું શું કરું? મને મારા જ ઘર માં એક અજીબ લાગણી અનુભવાય છે.હું ખુબ જ પરેશાન રહેવા લાગી છું.

જવાબ : સાસુ અને વહું નો સબંધ ખુબજ નાજુક હોય છે ત્યાં ઘણી વાર પાક્કી દોસ્તી પણ થઈ જાય છે તો ઘણી વાર અણબનાવ પણ બની શકે છે.હકીકત માં સાસુ અને વહુ એક જ વ્યક્તિ ને ખુશ કરવા માંગતા હોય છે અને ઘણી વખત બન્ને ઓ આ બાબત માં હરીફાઈ ઉપર પણ ઉતરી આવે છે.

બધા માણસો અલગ અલગ સ્વભાવ ના હોય છે એટલે તેઓના સ્વભાવ પ્રમાણે આણે વર્તન કરવુ જોઈએ.જ્યારે તમારી વહુ ઘરમાં આવે ત્યારે તમારે તેને સંસ્કાર અને ઘર વિશે ની વાતો કરવી જોઈએ.આનાથી તમારો ઘર પરિવાર સારો રહેશે.તેની સાથે સારો સમય પસાર કરવો જોઈએ.વગર વાત કર્યે કોઈપણ સમસ્યાનું સમાધાન નથી તેથી તેની સાથે સરખી વાત કરવી જોઈએ.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *