લગ્ન ની પહેલી રાત્રે ભૂલ થી પણ ન કરો આ ભૂલો બાકી ખૂબ પડશે મોંઘી…..

આપણા દેશ માં લગ્ન ને એક સંસ્કાર ના રૂપ માં માનવામાં આવે છે.જેવી રીતે જીવન માં અન્ય ચીજો અનિવાર્ય હોય છે એવી રીતે લગ્ન પણ અનિવાર્ય રહે છે,અને આમ જોઈએ તો લગ્ન એ જીવન નું મહત્વ પૂર્ણ અંગ માનવામાં આવે છે.બધાની જિંદગી માં એક ખાસ સમય આવે છે જ્યારે તેના લગ્ન થાય છે.લગ્ન એ કોઈપણ વ્યક્તિ માટે ભલે તે છોકરો હોય કે પછી છોકરી એ એક રોમાંચક અનુભવ હોય છે.બધાની એક જ ચાહક હોય છે કે તેનો પાર્ટનર સમજદાર હોય અને ખુલ્લી ને તેની સાથે વાતો કરે.

આપણા ભારતીય સમાજ માં લગ્ન હમેંશા ઘરના વડીલો ની મરજી થી કરવામાં આવે છે.સૌ પ્રથમ તો દીકરો અને દીકરી એકબીજાને જોયા વગર જ લગ્ન નક્કી કરે લેતા હતા.આવા માં એના પ્રેમ ની શુ ઉમ્મીદ કરવી? પરંતુ આજે સમય ભલે બદલાઈ ગયો હોય પણ આજે પણ લગ્ન ઘર ના વડીલો ની મરજી થી થાય છે.આવામાં છોકરો અને છોકરી એકબીજા ને સારી રીતે ઓળખી શકતા નથી.

લગ્ન ની રાતે વાતો કરવા માટે હોય છે ઘણા ટોપિક:

જ્યારે બે અજનબી લગ્ન ની પહેલી રાતે અચાનક મળશે ત્યારે તે કેવું મહેસુસ કરશે,એ કોઈ ને જણાવવાની જરૂર નથી.બન્નેમાં ઘણી શરમ હોય છે.બન્ને સંકોચ માં હોય છે કે ક્યાંથી વાત શરૂ કરવી જોઈએ.જોકે વાત કરવા માટે ઘણા ટોપિક હોય છે.પરંતુ આજે અમે તમને કેટલીક એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ કે એ ભૂલ લગ્ન ની પહેલી રાત્રે બિલકુલ ન કરવી જોઈએ.આવું કરવાથી તમારા પ્રેમની શરૂઆત ની પહેલા જ અંત થઈ જાય છે.

લગ્ન ની પહેલી રાત્રે ન કરવા જોઈએ એ કામ..

ભૂલ થી પણ અતીત વિશે ન કરો વાત:

બધા માણસો નું એક અતીત હોય છે જેને છોડી ને તે એક નવા જીવન માં પ્રવેશ કરે છે.કેટલાક લોકોનો ભૂતકાળ ખૂબ જ ભયાનક હોય છે.તેના વિશે યાદ કરી ને તેનું દિલ તૂટી જાય છે.આવા સમય માં લગ્નની પહેલી રાત અથવા આવવા વાળી બધી જ રાતો માં ક્યારેય પણ તેના અતીત વિશે વાત ન કરવી જોઈએ.આમ ન કરવાથી સબંધ શરૂ થતાં પહેલા જ પૂર્ણ થઈ જાય છે.

પરિવાર ની કમીઓ ઉપર ન કરો વાત.

કેટલાક લોકોની આદત હોય છે કે તેઓ એકબીજા ના પરિવાર ની ખામીઓ હંમેશા ગણતા રહે છે.દરેક લગ્ન માં કોઈ ના કોઈ ખામી રહી જ જાય છે.એવામાં સમજદારી એ છે કે તેને ભૂલી જઇ ને નવા જીવન ની તૈયારી કરો.આવું કરવાથી તમારી છબી અલગ પડે છે.અને આવું ન કરવાથી સબંધ માં અણબનાવ આવે છે.

રોમાન્સ માં ન કરો ઉતાવળ…

લગ્ન ની પહેલી રાત ને એકબીજા ને જાણવા માટે ઉપયોગ કરો.જેટલું તમે તમારા પાર્ટનર ને ઓળખશો તેટલોજ તમારો પ્રેમ વધતો જશે.અને રોમાન્સ પણ વધશે.આવા સમયે રોમાન્સ માં ઉતાવળ ન કરવી જોઈએ.આરામ થી પ્રેમ જાતાવવો જોઈએ.એકવાર બન્ને ને સારી રીતે એકબીજા વિશે જાણી લેવું જોઈએ ત્યારબાદ બન્ને વચ્ચે શારીરિક સંબંધ બનાવવા જોઈએ.

સાથી ની ખામીઓ માં ન આપો ધ્યાન:

આ દુનિયામાં કોઈ પણ માણસ પરફેક્ટ નથી તેનામાં કોઈ ને કોઈ ખામી તો અવશ્ય રહેલીજ હોય છે.આવામાં લગ્ન ની પહેલી રાત્રે તમારા પાર્ટનર ની ભૂલો ગણાવવી એ તમારી સૌથી મોટી ભૂલ હોય શકે છે.કારણ કે સુહાગરાત ઉપર તમારો પાર્ટનર તમારા પ્રત્યે પ્રેમ ની આશા રાખતો હોય છે પણ તમે એની ભૂલો ને યાદ કરી ને એની નજરો માં તમને ખુદ ને નીચા સાબિત કરો છો.

સાથી ને પણ સાંભળો ધ્યાન થી..

કેટલાક લોકો ની ટેવ હોય છે કે જ્યારે તે બોલવાનું શરૂ કરે છે ત્યારે તે પોતે જ બોલવા લાગે છે.એને એ વાત નું ધ્યાન નથી રહેતું કે ની સામે વાળી વ્યક્તિ પણ કંઈક બોલવા માંગે છે.આવા માં તે સામે વાળી વ્યક્તિ ની વાતો સાંભળી શકતા નથી.એટલા માટે જો તમે પણ એને ધ્યાન થી સાંભળશો તો તે તમારી પણ ઈજ્જત કરશે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *