આ મંદિર માં સાંજ પછી માણસ બની જાય છે પથ્થર , જાણો આ પ્રાચીન વાતો..

ભારત એક ચમત્કાર અને આસ્થા નો દેશ માનવામાં આવે છે. દેશ માં તમે પૌરાણિક અને ઘણા અદભુત મંદિરો આજે પણ દર્શન કરી શકો છો. આજે અમે અત્યંત અનન્ય મંદિર વિશે કહી રહ્યા છે જેની માન્યતા ખૂબ પ્રચલિત છે. વાસ્તવમાં અમે રાજસ્થાનના કિરાડું મંદિર વિશે વાત કરી રહ્યા છીએ જે રાજસ્થાનના ખજુરાહો તરીકે પણ ઓળખાય છે. રાજસ્થાન એ મંદિરો માટે ના રહસ્ય માટે જાણીતું છે.આ મંદિર માં એવી માન્યતાઓ છે કે અહીં સાંજ ના સમયે લોકો આવે તો તેઓ પથ્થર બની જાય છે.ચાલો જાણીએ વિશેષ..

રાજસ્થાન ના ખજુરાહો તરીકેની છે ઓળખ..

સામાન્ય રીતે મધ્યપ્રદેશ ના ખજુરાહો જેવું ભારતમાં અન્ય કોઈ મંદિર નથી એવું માનવામાં આવે છે,પણ આ વાક્ય સંપૂર્ણ પણે સાચું નથી. કારણ કે એક ખજુરાહો રાજસ્થાનમાં પણ છે આ મંદિર તેની અનન્ય કલાકૃતિઓ માટે જાણીતું છે.આ મંદિર માં ઘણી પ્રાચીન માન્યતાઓ છુપાયેલી છે.

સૂર્યાસ્ત પછી કોઈ નથી જતું આ મંદિર માં..

આ મંદિર સાથે સંકળાયેલ જૂની માન્યતાઓ મુજબ આ વાતો ખૂબ જ રસપ્રદ છે કે સાંજ પછી મંદિરમાં કોઈને દાખલ થવા દેવામાં આવતા નથી કારણ કે અહીં સદીઓ થી એક માન્યતા છે કે સાંજ પછી કોઈપણ વ્યક્તિ જો આ મંદિર માં જાય તો તે વ્યક્તિ એક પથ્થર બની જાય છે.

આ પાછળ ની કહાની કંઇક આવી છે..

અહીં લોકો માને છે કે સદીઓ પહેલાં અહીં એક મહાઋષિ તેના શિષ્યો સાથે આવેલા.આ ગામ માં પહોંચતા ની સાથે જ તેના બધાજ શિષ્યો ની તબિયત બગડી ગઈ.ઋષિ ની મદદ ગામ ના એકપણ વ્યક્તિએ ના કરી.મહાઋષિ ની મદદ ગામ ના એકપણ વ્યક્તિએ ન કરી હોવાથી આ ઋષિએ આખા ગામ ને શ્રાપ આપ્યો.અને તે દિવસ થી આજ દિન સુધી આ જગ્યા શ્રાપિત છે.

શ્રાપિત છે આ મંદિર..

આની સાથેજ ઋષિએ શ્રાપ આપ્યો કે આજની સાંજ સાથે જ ગામ ના બધાજ લોકો પથ્થર થઈ જશે.ત્યારબાદ તેના શિષ્યોને તેઓ એ ગામ માંથી જવાનું કહ્યું અને જતા જતા ફરી પાછું જોવાની ના પાડી.સાંજ થતા ની સાથે ગામ ના બધાજ લોકો પથ્થર બની ગયા.સાથે સાથે તેના શિષ્યો એ પણ તેની વાત નું ઉલ્લંઘન કર્યું તેઓ એ પણ પાછું ફરી ને જોઈ લીધું તો તેઓ પણ ત્યાંજ પથ્થર બની ગયા હતા.માનવામાં આવે છે કે આ મંદિર નું નિર્માણ 12મી સદી માં કરવામાં આવ્યું હતું.

આપણે કહી શકીએ નહીં કે આ વાર્તા કેટલી સત્ય છે. પરંતુ આજે પણ લોકો અહીં આ માન્યતા ને માને છે.આ મંદિર માં શુ સાચે જ પથ્થર બની જાય છે લોકો? તે જાણવા માટે પણ કોઈ પ્રયોગ કરવા માટે સક્ષમ નથી.બધા લોકોએ આજે પણ આ માન્યતા જાળવી રાખી છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *