શું તમને ખબર છે ખરાબ શક્તિઓ ને રોકવા માટે અહીં સ્થાપિત છે સોના ના બ્રહ્માજી …!

  • God

બેંગકોંગ માં બ્રહ્માજી નું એક પ્રસિદ્ધ મંદિર છે.આ મંદિર ને દુનિયા ના મુખ્ય ધાર્મિક સ્થળો માં ગણવામાં આવે છે.આ મંદિર સ્થળ ને ઇરાવન તીર્થ તરીકે ઓળખવામાં આવે છે.આ મંદિર નું નિર્માણ 1956 માં થયું હતું.મંદિર માં બ્રહ્મા ની એક મુખ વાળી સોનાની મૂર્તિ છે.આ મંદિર માં નિર્માણ સાથે જોડાયેલી એક મહત્વ ની વાત સાંભળવામાં આવે છે.કહેવા માં આવે છે કે આ મંદિર ને ખરાબ શક્તિઓ ને કાબુ કરવા માટે બનાવવા માં આવ્યું હતું.

હોટલ નથી મંદિર

આ મંદિર ના સ્થાપન સાથે જોડાયેલી હજુ એક કહાની પણ ફેમસ છે જે પ્રમાણે જે સ્થાન પર આ મંદિર બનેલું છે એ સ્થાન પર 1950 માં ઇરાવન નામ ની હોટલ બનાવવા માટેનું કામ શરૂ કરાયું હતું,પણ એ સમયે ઘણી અજીબોગરીબ ઘટનાઓ બનવા લાગી.જે કારણે હોટલ નું કામ રોકાઈ ગયું.મજૂરો ની મોત પણ થવા લાગી હતી.ત્યાર પછી આ જગ્યા એ ખરાબ શક્તિઓ હોવાની માન્યતા બધાને સાચી લાગવા લાગી.

જ્યોતિષની સલાહ પર બન્યું બ્રહ્મા મંદિર

આ સ્થાન એટલુજ સુંદર હતું કે લોકો ત્યાંની મોહકતા જોઈ ને ધરાતા જ નહીં.હોટેલ નું નિર્માણ કાર્ય કરતા લોકો એ એક જ્યોતિષની સલાહ લીધી.જ્યોતિષ ના કહ્યા પ્રમાણે આ જગ્યા એ મંદિર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું અને મંદિર નું બાંધકામ ચાલુ થયું.મંદિર ની જગ્યા ને લીધે આ મંદિર ખુબજ પ્રખ્યાત થઈ ગયું.

તાઓ મહાપ્રોમ નું પણ નામ જોડાયું..

જ્યોતિષી મહાપ્રોમ ની સલાહ પર અહીં મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું એટલા માટે આ મંદિર નર મહાપ્રોમ મંદિર પણ કહેવામા આવે છે.તેનાથી થોડે દુર આવેલી હોટલ માં રોકાતા મુસાફરો પણ અચૂક આ મંદિર ના દર્શને આવે છે.આ મંદિર માં મોટી સંખ્યા માં લોકો તેની મુશ્કેલીઓ માંથી રાહત મેળવે છે.આ મંદિર માં આવતા ભક્તો માં બેન્કકોંગ અને ભારત સહિત બીજા અન્ય દેશોના લોકો પણ આવે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *