શુ તમે જાણો છો કે શ્રી કૃષ્ણ ના પરમ મિત્ર સુદામા શા માટે હતા ગરીબ ? તો જાણો આ કથા..

પૌરાણિક કથાઓમાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા ની મિત્રતા નું ખુબ જ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે.શ્રી કૃષ્ણ એ સુદામા ના પરમ મિત્ર હતા એ બધાને ખબર જ છે પણ શું તમે એ જાણો છો કે તેઓ શા માટે એટલા બધા ગરીબ હતા.તો ચાલો જાણીએ એ પૌરાણિક કથા કે શા માટે સુદામા આટલા બધા ગરીબ હતા.

કથા 

એક ખુબજ ગરીબ બ્રાહ્મણ કન્યા હતી.તે ભીખ માંગી માંગી ને તેનું જીવન પસાર કરતી હતી.એક સમય એવો આવ્યો કે તેને પાંચ દિવસ સુધી ભિક્ષા ન મળી અને તેને આ પાંચ દિવસ પાણી પી ને ગુજારવા પડ્યા.પછી એને છઠે દિવસે બે મુઠી ચણા મળ્યા.તેની ઝૂંપડી ઘણી દૂર હતી એટલા માટે તેને ત્યાં પહોંચતા પહોંચતા રાત પડી ગઈ.જ્યારે તે ઘરે પહોંચી ત્યારે તેને વિચાર આવ્યો કે ચણા રાતે નથી ખાવા સવારે ભગવાન ને ચઢાવ્યા પછી જ ખાવા છે.પછી તે ચણા ને એક કપડાં માં બાંધી ને વાસુદેવ નું નામ લઈ ને સુઈ ગઈ.

જ્યારે તે સુઈ ગઈ ત્યારે કેટલાક ચોર તેની ઝૂંપડીમાં ઘુસી ગયા. ચોરો ને ઝૂંપડી માં ચોરી કરવા માટે કઈ ન મળ્યું,બસ મળી તો એક ચણા ની પોટલી.ચોરો ને થયું કે આ પોટલીમાં અવશ્ય સોના ના સિક્કા હશે એમ વિચારીને તેઓ એ પોટલી ચોરી લીધી.

એટલા માંજ પેલી બ્રાહ્મણ કન્યા ની આંખ ખુલી ગઇ અને તે ચોર ચોર બુમો પાડવા લાગી.ગામ ના લોકો એ તેનો અવાજ સાંભળ્યો અને તેઓ ચોર ને પકડવા માટે તેની પાછળ ભાગ્યા.તે ચોરો ને સાંદિપની મુનિ નો આશ્રમ દેખાયો અને ત્યાં જઈ ને છુપાઈ ગયા.એ સમયે આશ્રમ માં શ્રી કૃષ્ણ અને સુદામા ત્યાં શિક્ષા લઈ રહ્યા હતા.

તેજ સમયે ગુરુ માતા ને થયું કે ત્યાં કઈક છે એટલે તેઓ જોવા માટે ત્યાં આગળ વધ્યા.ચોરો ને થયું કે અહીં કોઈક આવી રહ્યું છે એટલે તેઓ ત્યાંથી ડરી ને ભાગી ગયા અને ચણા ની પોટલી ત્યાં જ પડી ગઈ.

આ બાજુ ભૂખ થી હેરાન પરેશાન થઈ ગયેલી બ્રાહ્મણ કન્યા એ જોયું કે તેની ચણા ની પોટલી ચોરો ચોરી ગયા હતાં.તેણે શ્રાપ આપ્યો કે જે કોઈ આ દરિદ્ર કન્યા ના ચણા ખાશે એ જીવન માં દરિદ્ર થઈ જશે.

આ બાજુ સવાર ના સમય માં ગુરુ માતા આશ્રમ માં સાફ સફાઈ કરતા હતા ત્યારે તેઓ ને એક પોટલી મળી જે ચોરો થી આશ્રમ માં પડી ગઈ હતી.ગુરૂમાતા એ પોટલી ખોલી ને જોયું તો એમાં ચણા હતા.કૃષ્ણ અને સુદામા એ વખતે લાકડા કાપવા માટે જંગલ માં જઈ રહ્યા હતા.ગુરૂમાતા એ એ પોટલી સુદામા ને આપી દીધી અને કહ્યું કે જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે આ ચણા વહેંચી ને ખાઈ લેજો.સુદામા તો જન્મ થીજ પરમ જ્ઞાની હતા.જ્યારે પોટલી સુદામા ના હાથમાં આવી એટલે તેઓ બધુ જ સત્ય જાણી ગયા.

એ સમયે સુદામાંજી વિચાર માં પડી ગયા,કે ગુરૂમાતા એ કહ્યું છે કે આ ચણા વહેંચીને ખાઈ લેજો.પરંતુ જો આ ચણા કૃષ્ણ એ ખાઈ લીધા તો સમગ્ર સૃષ્ટિ દરિદ્ર થઈ જશે.હું એવું નહિ થવા દઉં.હું આ બધા ચણા એકલો જ ખાઈ જઈશ.પછી તેઓએ બધા ચણા એકલાજ ખાઈ લીધા અને શ્રાપ એના ઉપર લઈ લીધો. આમ તેઓ ને દરિદ્રતા નો સામનો કરવો પડ્યો હતો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *