આપણા ભારત દેશ ના યુવાન ટેલેન્ટ થી ભરેલા છે. જો કે દેશ માં ગરીબી રેખા ની નીચે ઘણા પરિવારો રહે છે પરંતુ તે બધા પરિવારો માં થી કોઈ ને કોઈ પુત્ર તેમનું નામ રોશન જરૂર કરે છે. તેમે ઘણીવાર જોયું જ હશે કે અમીર બાપ ના છોકરા બગડેલા હોય છે અને બાળપણ થી જ તેમને દરેક સુવિધા મળવાના કારણે મોટા થઈને પણ તે કોઈ કામ પોતાની મહેનત થી નથી કરી શકતા. જયારે ગરીબ પરિવાર ના છોકરા બાળપણ થી જ મેહનતી હોય છે અને કંઇક કરી દેખાડવાની ઈચ્છા રાખે છે. આપણા ભારત દેશ માં જેટલા પણ સફળ આઈ.પી.એસ અથવા આઈ.એસ ઓફિસર છે, જેમાંથી ઘણા કરીને લોકો ગરીબ રેખા થી નીચે જન્મેલા છે.
પરંતુ તે કહે છે ને કે ભગવાન એક ના એક દિવસ મહેનત નું ફળ જરૂર આપે જ છે અને જયારે પણ તે આપણાથી બહુ ખુશ થાય છે તો આપણને છાપરું ફાડીને આપે છે. આજ ના આ લેખ માં પણ અમે તમને એક એવા જ વ્યક્તિ નો પરિચય કરાવા જઈ રહ્યા છીએ, જેમને ગરીબી નો સામનો કરતા કરતા પણ હાર નથી માની અને આજે અમીરી માં ઘણા લોકો ને પાછળ છોડી રહ્યા છે. હકીકત માં આ છોકરો બીજો કોઈ નહિ પણ ઇન્ડિયા નો એક પ્રખ્યાત ડાન્સર છે, આજકાલ ભારત માં ઘણા પ્રકારના રીયાલીટી શો લોન્ચ થઇ રહ્યા છે. જેમાંથી વધારે કરીને શો ડાન્સ ના હોય છે. આ શો માં નાના ઘરો માંથી લઈને મોટા ઘરના બાળકો પણ ભાગ લે છે અને પોતાના ટેલેન્ટ ને દુનિયા ની સામે રજુ કરે છે.
એક ભારતીય ચેનલ ના ડાન્સ શો ને જીત્યાં બાદ ફૈજલ ખાન હવે એક્ટીંગ કરવા માટે વિચારી રહ્યા છે. તમને અમે જણાવી દઈએ કે ફૈજલ હાલ માં ફક્ત 20 વર્ષના છે. સાધારણ પરિવાર થી જોડાયેલ ફૈજલ આજે સફળતા ની બુલંદીઓ ને સર કરી રહ્યા છે. જયારે ફૈજલ 14 વર્ષ ના હતા ત્યારે તે વખતે પહેલો ડાન્સિંગ રિયાલીટી શો ‘ડાન્સ ઇંડિયા ડાન્સ લિલ માસ્ટર 2’ ના વિજેતા રહ્યા હતા અને આ શો ના પછી ફૈજલ ની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી.
ફૈજલ એ પ્રસિદ્ધ ઐતહાસિક શો “ભારત નો વીર પુત્ર : મહારાણા પ્રતાપ(2013-14)” માં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને પ્રેક્ષકો ના હ્રદય માં પોતાની અલગ જગ્યા બનાવી હતી. એટલું જ નહિ પરંતુ ફૈજલ સ્ટાર પ્લસ ના ડાન્સ રિયાલીટી શો “ઝલક દિખલા જા સીજન 7“ ના પણ વિજેતા રહી ચુક્યાં છે. મહત્વનું છે કે ફૈજલ ના પિતા મુંબઈ માં એક ઓટો રીક્ષા ડ્રાઈવર છે. પરંતુ પોતાના ખાસ પ્રતિભા ના કારણે આજે ફૈજલ ની પાસે પોતાની બે વૈભવી કાર અને એક વૈભવી બાઈક છે. એટલું જ નહિ પરંતુ ફૈજલ નું મુંબઈ માં પોતાનો કરોડો નો ફ્લેટ છે. આ દિવસોમાં ફૈજલ પોતાના મુંબઈ માં આ ફ્લેટ માં પોતાના પરિવાર સાથે રહે છે.
ફૈજલ નો આ ફ્લેટ 1 બી.એચ.કે છે. આ ફ્લેટ તેમને મુંબઈ માં પ્રખ્યાત વિસ્તાર માં એટલે પોશ માં લીધો છે. આટલા પૈસા કમાયા બાદ પણ ફૈજલ જમીન ની કદર નથી ભૂલ્યા અને આજે પણ પોતાના પિતા ની નાની ઓટો રીક્ષા માં જ સફર કરવાનું પસંદ કરે છે. ફૈજલ ના માતા-પિતા ને ફૈજલ પર ગર્વ છે. ફૈજલ જેવા ઘણા અન્ય લોકો છે જેમની પાસે પોતાની અલગ પ્રતિભા છે પરંતુ પ્લેટફોર્મ ના મળવાના કારણે તે આજે પણ પોતાનું લક્ષ્ય શોધી રહ્યા છે.
Story Author: Team Gujarati Times
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.