ચોખા ના પાણી થી મળે છે ચમકતું સૌન્દર્ય અને 5 સ્કીન પ્રોબ્લેમ થઈ જશે દુર, જાણો કેવી રીતે કરો ઉપયોગ

ચેહરા પર સૌન્દર્ય માટે આજકાલ મહિલાઓ શું નથી કરતી, ઘણા પ્રકારની ક્રીમો અને મોંઘા ટ્રીટમેન્ટ બધું જ ટ્રાય કરે છે, પણ એવામાં ચેહરા પર ઘણા પ્રકારના પ્રયોગ ના કારણે ચેહરા ની પ્રાકૃતિક ચમક ક્યાંક ખોવાઈ જાય છે. જો તમારા ચેહરા પર પ્રાકૃતિક સૌન્દર્ય લાવવું છે તો પ્રયોગ પણ પ્રાકૃતિક હોવો જોઈએ ના કે કૃત્રિમ. હકીકત માં ખુબસુરત અને યુવાન બનાવવાના દવા કરવાવાળી ક્રીમ માં ઘણા હાનીકારક કેમિકલ્સ પ્રયોગ કરવામાં આવે છે, એવામાં જો તેમના પ્રયોગ થી ચેહરા પર ઝડપી સૌન્દર્ય દેખાઈ પણ જાય તો તેનો હાનીકારક અસર પણ દેખવા મળે છે. તેથી તેનો પ્રયોગ જેટલો ઓછો કરવામાં આવે તેટલો જ સ્કીન માટે સારું હોય છે. હવે સવાલ છે કે પ્રાકૃતિક સૌન્દર્ય કેવી રીતે મળે તો તમને જણાવી દઈએ કે આપણી રસોઈ માં એવી વસ્તુઓ હાજર છે જેના પ્રયોગ થી ચેહરા માટે નહિ ફક્ત સુરક્ષિત હોય છે પરંતુ તે ચેહરા ને નેચરલ રીતે સૌન્દર્ય આપવામાં ઉપયોગી હોય છે. આજે અમે તમને એવી જ એક ઘરેલું ઉપાય ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ.

હકીકત માં આજે અમે તમને ચોખાના પાણી ને ચેહરા માટે ના ઉપયોગ બતાવવા જઈ રહ્યા છીએ. હા તે જ ચોખા જે સામાન્ય રીતે ખાવા માટે ઉપયોગ કરવામાં આવે છે, આમ ખાવા ના સિવાય તેનો બીજો પ્રયોગ પણ બહુ ફાયદાકારક હોય છે. હકીકત માં ચોખા ના પાણી ને સ્કીન માટે ફેસ પેક, સ્કીન ટોનર, સ્ક્રબર વગેરે ની જેમ ઉપયોગ કરી શકાય છે. જેનાથી ત્વચા ને ઘણો ફાયદો થાય છે. તે ચેહરા ની ખુબસુરતી વધારવા ની સાથે ઘણી સારી સ્કીન પ્રોબ્લેમસ થી છુટકારો આપાવે છે. તેના માટે તમારે ચોખાનું પાણી તૈયાર કરવાની જરૂર પડશે. તો ચાલો સૌથી પહેલા જાણીએ કે ચોખાનું પાણી તૈયાર કરવાની વિધિ..

આવી રીતે તૈયાર કરો ચોખાનું પાણી

ચોખાનું પાણી તૈયાર કરવા માટે સૌથી પહેલા ચોખાને સાફ કરી લો અને પછી તેને પાણી માં 10-15 મિનીટ માટે પલાળી દો. એવામાં પાણી માં ચોખા મિશ્રિત થઇ જશે અને પાણી માં ચોખાના તત્વ મિશ્રિત થઇ જશે જેનાથી તેનો રંગ સફેદ થઇ જશે. તમેન આ સફેદ પાણી ચેહરા માટે ઉપયોગ કરવાનું છે. હકીકત માં ચોખાનું પાણી ઉપયોગ કરવાથી ચેહરા પર પ્રાકૃતિક સૌન્દર્ય આવે છે જે મોંઘી ક્રીમ પણ નથી લાવી શકતી. સાથે જ તે ચેહરા ની ત્વચા માટે હિલીંગ નું કામ કરે છે અને તેનાથી ઘણી બધી સ્કીન પ્રોબ્લેમસ દુર થઇ જાય છે.

આવી રીતે કરે છે ચેહરા પર અસર

જો તમે ચોખાના પાણી થી ચેહરા ને ધોવો છો અથવા તેને ટોનર ના રૂપ માં ઉપયોગ કરો છો તો તેનાથી તમારા ફેસ ની ડલનેસ દુર થાય છે અને સ્કીન માં પ્રાકૃતિક સૌન્દર્ય આવે છે. સાથે જ સ્કીન સ્મૂથ અને ગ્લોઈંગ થાય છે. તે ચેહરા માટે એક સારુ સ્કીન ટોનર છે.

કેટલાક લોકો ના ચેહરા પર સ્કીન છિદ્રો સાફ નજર આવતા હોય છે. એવા લોકો ને ચોખાના પાણીનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ, તેનાથી છિદ્રો બંધ થઇ જાય છે.

ચોખાના આપણી થી ચેહરાને સાફ કરવાથી ચેહરા પર ખીલ-ડાઘ ની સમસ્યા માં પણ ઘણી હદ સુધી સારું થઇ જાય છે. તેના માટે ચોખાના પાણી ને રૂ માં લગાવીને ખીલ પર લગાવવું જોઈએ.

સાથે જ ચોખાના પાણી સનબર્ન ની સમસ્યા માટે પણ બહુ સારો ઉપાય છે, તેના ઉપયોગ થી સનબર્ન થી બળેલું હોય તેને ઓછું કરી શકાય છે.

ચોખા ના પાણી ને ચેહરા પર લગાવવાથી ત્વચા માં કસાવ આવે છે જેનાથી ચેહરાના ઉંમર ના નિશાન દુર થઇ જાય છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *