5 લાખ ની કાર ફક્ત 60 હજાર રૂપિયા માં, અહીં છે હિન્દુસ્તાન નું સૌથી સસ્તું કાર બજાર

શું તમે બાઈક થી ચાલતા ચાલતા થાકી ગયા છો. પરિવાર ને એક સાથે માર્કેટ કરાવા માટે બીજા ની કાર થી જાય છે. તમારી પાસે એક લાખ સુધી નું બજેટ છે, પરંતુ હપ્તા માં કાર નથી લેવા માંગતા, તો અમે તમને બતાવીએ કે કેવી રીતે પોતાની કાર ખરીદી શકો છો. કારણકે દિલ્લી માં એક એવું કાર માર્કેટ છે જ્યાં તમારી પોતાની ચાર પૈડા નું સ્વપ્ન પૂરું કરી શકો છો તે પણ પોતાના બજેટ માં. દિલ્લી ના કરોલ બાગ માં જ્યાં પર તમે સેકેન્ડ હેન્ડ મારુતિ, વેગેનાર ફક્ત 60 હજાર રૂપિયાથી શરૂ થાય છે.

મોંઘવારી ના આ સમય માં મધ્યમ વર્ગ માટે આજે પણ કાર ખરીદવી કોઈ સ્વપ્ન થી ઓછી નથી. થોડીક કંપનીઓ માં કામ કરવા વાળા યુવાઓ માં આજકાલ કાર ખરીદવાનો ક્રેજ બહુ છે. સારી સેલરી વાળા લોકો તો કાર થોડાક જ વર્ષો માં ખરીદી લે છે પરંતુ મોટા પરિવાર અને ઘરેલું ખર્ચા થી પરેશાન લોકો આજે પણ નવી કાર ખરીદ્યા પહેલા ઘણી વાર વિચારે છે, પરંતુ દેશ માં એક એવું માર્કેટ હાજર છે. બાઈક ની કીમત માં કાર મળી રહી છે.

આમ તો દેશ ના ઘણા શહેરો માં સેકેન્ડ હેન્ડ કાર માર્કેટ છે, જ્યાં પર લાખો ની કાર ફક્ત થોડાક જ હજારો માં મળી જાય છે. દિલ્લી ના કરોલ બાગ માં તમે સેકેન્ડ હેન્ડ મારુતિ વેગેનઆર ફક્ત 60 હજાર રૂપિયા માં ખરીદી શકો છો. જો કે નવી વેગેન.આર ના ટોપ મોડેલ ની કિમત લગભગ પાંચ લાખ રૂપિયા ની નજીક છે.

દિલ્લી ના કરોલબાગ માં સેકેન્ડ હેન્ડ કાર ચાહે તે મારુતિ હોય અથવા મહિન્દ્રા, ફોર્ડ, વોક્સવેગન, હુન્ડાઈ જેવી ઘણી બ્રાન્ડ ની કારો તમે આસાની થી મળી જશે. તે કારો ની કંડીશન પણ ઠીક હોય છે. અહીં ની કારો ચમચમાતી હોય તેવી નજર આવે છે. બાજાર ની ખાસિયત છે કે કાર નું મોડેલ જેટલું જુનું હોય, કીમત માં તે તેટલી જ ઓછી હોય છે. જેવી રીતે જો 2005 મોડેલ વેગેન.આર કાર અહીં 60 હજાર રૂપિયા સુધી આસાની થી મળી જાય છે.

જો તમારી પાસે સેકેન્ડ હેન્ડ કાર ખરીદતા દરમીયાન થોડાક પૈસા ઓછા છે, તો અહીં બેઠેલા એજેન્ટ તમને ફાઈનાન્સ પણ કરવા માટે તૈયાર રહે છે. કાર ડીલરો ની માનીએ તો સેકેન્ડ હેન્ડ કાર 60 હજાર રૂપિયા થી શરૂ થઇ જાય છે. અહીં કાર ની સાથે તમને કાગળીયાની કાર્યવાહી પણ આસાનીથી કરાવી દેવામાં આવે છે. એવામાં ફ્રોડ હોવાની સંભાવના પણ ઓછી રહે છે.

આ બજાર માં તમે કાર ની કિમત પર બારગેનીંગ પણ કરી શકો છો. હકીકત માં કેટલાક દુકાનદાર હંમેશા કાર ની કિંમત થી વધારે કિંમત બતાવે છે, નવા ગ્રાહકો ને દેખીને તેમને મોંઘી કિંમત પર કાર વેચવાની કોશિશ કરે છે. એવામાં તમે કાર ની કિંમત કોઈ જાણકાર ને લઇ જઈને પોતાના મુજબ લગાવી શકો છો.

આ બાજાર માં તમે જો કાર ખરીદવા જઈ રહ્યા છો તો કેટલીક સાવધાનીઓ પણ રાખવી બહુ જરૂરી છે. તેથી તમે સાચી કંડીશન ની કાર ખરીદી શકો. કાર માં કોઈ સ્થાઈ સમસ્યા ની પહેચાન કરાવા માટે કાર એક્સપર્ટ અથવા મિકેનિક ને લઈને જ કાર ખરીદો. તેના પહેલા કાર ને પોતે ચલાવીને દેખી લો. ગાડી ના પાર્ટસ ના વિશે જાણકારી ના હોવા પર તમે છેતરાઈ પણ શકો છો. એવામાં કાર ખરીદ્યા પહેલા તમે સારી રીતે ચેક કરી લો, તેથી પછી પસ્તાવું ના પડે.

કરોલ બાગ કાર બજાર માં ડીલર્સ ઘણા વર્ષો થી કામ કરી રહ્યા છે. ગ્રાહકો માં ભરોસો બનાવી રાખવા માટે થોડાક ડીલર્સ વોરંટી પણ દે છે. એવામાં જો કાર તરત ખરાબ થઇ જાય અથવા કોઈ પાર્ટ્સ નકલી નીકળ્યો તો તે તેની જવાબદારી લેશે. આના વિશે કાર ડીલર્સ ને પહેલા જ વાત કરી લો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

1 thought on “5 લાખ ની કાર ફક્ત 60 હજાર રૂપિયા માં, અહીં છે હિન્દુસ્તાન નું સૌથી સસ્તું કાર બજાર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *