જાણો ભગવાન વિષ્ણુ ના 10 પ્રમુખ અવતારો વિશે અને તેનો મહિમા..

  • God

નમસ્કાર દોસ્તો તમે જાણતા જ હશો કે જ્યારે જ્યારે આ પૃથ્વીપર પાપ વધવા લાગે છે ત્યારે ભગવાન વિષ્ણુ અલગ અલગ અવતાર ધારણ કરી ને આપણી રક્ષા કરે છે અને ધર્મ ની સ્થાપના કરે છે.આમ તો ભગવાન વિષ્ણુ ના ઘણા અવતારો વિશે તમે સાંભળ્યું હશે પણ અત્યાર સુધીમાં ભગવાન વિષ્ણુ ના 10 જ પ્રમુખ અવતારો ને માનવામાં આવ્યા છે.

આજે અમે તમને પ્રભુ ના આ અવતારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ચાલો જાણીએ ભગવાન વિષ્ણુ ના આ 10 સ્વરૂપો વિશે.

મત્સ્ય અવતાર

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ નો સૌથી પહેલો અવતાર મત્સ્ય અવતાર ને માનવામાં આવે છે.તેના પાછળ ની કથા એવી છે કે એકવાર એક રાક્ષસે ચારેય વેદો ને ચોરી ને સમુદ્ર માં છુપાવ્યા હતા એના માટે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો.તમને જણાવી દઈએ કે આ અવતાર માં ભગવાન વિષ્ણુ અડધા માછલી અને અડધા પુરુષ ના સ્વરૂપ માં હતા.

કુર્મ અવતાર


તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ દ્વારા કુર્મ નો અવતાર સમુદ્ર મંથન ના સમયે લેવામાં આવ્યો હતો.વિષ્ણુ ના આ અવતાર ને કાચબા નો અવતાર પણ કહેવામાં આવે છે.એકવાર મહર્ષિ દુર્વાસા એ દેવતાઓ ના રાજા ઇન્દ્ર ને શ્રાપ આપી ને શ્રીહીન કરી દીધા અને દેવી લક્ષ્મી વિષ્ણુ ને છોડીને ચાલ્યા ગયા હતા ત્યારે ભગવાન વિષ્ણુ એ સમુદ્ર મંથન કરવાની સલાહ આપી.ભગવાન વિષ્ણુએ એક ખૂબ મોટા કાચબાનું સ્વરૂપ ધારણ કર્યું અને આખો મન્દ્રાચળ પર્વત પોતાની પીઠ પર ધારણ કર્યો.આવી રીતે સમુદ્ર મંથન પૂર્ણ થયું હતું.

વરાહ અવતાર

તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ નો ત્રીજો અવતાર વરાહ અવતાર હતો અને આ અવતાર માં ભગવાન વિષ્ણુ એ સુવર નું રૂપ ધારણ કર્યું હતું.આ અવતાર વિશે એવું કહેવામાં આવે છે કે દૈત્ય હિરણ્યક્ષે પૃથ્વી ને સમુદ્ર માં છુપાવી દીધી હતી.ત્યારે બ્રમ્હાજી ના નાક માંથી ભગવાન વિષ્ણુ વરાહ સ્વરૂપે પ્રગટ થયા અને તેના દાંત દ્વારા પૃથ્વીને બહાર કાઢી હતી અને ત્યારબાદ હિરણ્યક્ષ નો વધ કર્યો હતો.

નરસિંહ અવતાર

ભગવાન વિષ્ણુ નો ચોથો અવતાર નરસિંહ અવતાર હતો. આ અવતાર માં ભગવાન નું માથું સિંહ નું અને ધડ માનવ નું હતું.આ અવતાર ભગવાને તેના પ્રિય ભક્ત પ્રહલાદ ને બચાવવા અને હિરણ્યકશિપુ નો વધ કરવા માટે ધારણ કર્યો હતો.તમને જણાવી દઈએ કે હિરણ્યકશિપુ ને બ્રમ્હાજી એ વરદાન આપ્યું હતું એટલા માટે વિષ્ણુ ભગવાને આવો અવતાર ધારણ કર્યો હતો.

વામન અવતાર

વામન અવતાર એ ભગવાન વિષ્ણુ નો પાંચમો અવતાર હતો.સત્યયુગ માં પ્રહલાદ ના પૌત્ર દૈત્યરાજ બલી એ સ્વર્ગ લોક ઉપર આધિપત્ય જમાવી લીધું હતું ત્યારે ભગવાન વિષ્ણુ દેવમાતા અદિતિ ના ગર્ભ માંથી ઉતપન્ન થયા અને આ અવતાર ને વામન અવતાર તરીકે ઓળખવામાં આવ્યો.કહેવા મા આવે છે કે બલી જ્યારે મહાયજ્ઞ કરી રહ્યો હતો ત્યારે વામન પ્રભુ ત્યાં આવ્યા અને બલી પાસે ત્રણ ડગલાં જમીન માંગી પરંતુ બલી ના ગુરુ શુક્રાચાર્ય સમજી ગયા કે આ વિષ્ણુ નું કરેલું છે.તેણે બલી ને ઘણા સમજાવ્યા પણ છેવટે બલી એ ભગવાનને ત્રણ ડગલાં જમીન દાન માં આપી દીધી.ભગવાને બે ડગલમાં આખી પૃથ્વી માપી લીધી અને ત્રીજું ડગલું બલી ના માથા પર રાખ્યું અને પાતાળ માં મોકલી દીધો.

પરશુરામ

ભગવાન વિષ્ણુ એ આ તેમનો છઠ્ઠો અવતાર સંસાર ને ક્ષત્રિયો ના અત્યાચાર થી બચાવવા માટે ધારણ કર્યો હતો.તેઓ એ 21 વખત પૃથ્વી પર થી ક્ષત્રિયો નો નાશ કર્યો.ભગવાન પરશુરામ એ ભગવાન શંકર ના મોટા ભક્ત હતા તેઓએ ભગવાન શિવ પાસે થી અસ્ત્ર શસ્ત્ર ની વિદ્યા પ્રાપ્ત કરી હતી.ભગવાન શિવે તેને આશીર્વાદ સ્વરૂપે પરશુ દાન માં આપ્યું હતું અને નાનપણ માં તેઓ ની માતા તેને રામ કહીને બોલાવતા એટલે તેને પરશુરામ તરીકે નું નામ આપવા માં આવ્યું.

શ્રી રામ

ભગવાન વિષ્ણુ ના આઠ માં અવતાર ભગવાન શ્રી રામ હતા.જ્યારે આ ધરતી પર રાવણ ના અત્યાચાર ખુબજ વધી ગયા હતા ત્યારે ભગવાન વિષ્ણુ એ રામ નો અવતાર ધારણ કર્યો હતો.તેઓ રાજા દશરથ અને રાણી કૌશલ્યા ના પુત્ર હતા.તેઓ એ તેના રામ અવતાર માં 14 વર્ષ નો વનવાસ પણ ગુજાર્યો હતો.કહેવામાં આવે છે કે નારદજી પાસે થી સ્ત્રી વિયોગ નો શ્રાપ મળવાના કારણે તેઓ ને રામ અવતાર માં સીતા થી દુર રહેવું પડયું હતું.

શ્રી કૃષ્ણ


ભગવાન વિષ્ણુ નો આઠમો અવતાર શ્રી કૃષ્ણ હતા તેઓ એ મથુરા માં દેવકી અને વાસુદેવ ના પુત્ર ના રૂપ માં જન્મ લીધો હતો પરંતુ તેઓનું પાલન પોષણ માતા યશોદા અને નંદબાબા એ કર્યું હતું.આ અવતાર માં તેઓ એ મામા કંશ નો વધ કર્યો હતો અને તેના અત્યાચાર થી લોકો ને મુક્ત કરાવ્યા હતા.તેઓએ મહાભારત ના યુદ્ધ માં પણ અહમ ભૂમિકા નિભાવી હતી.

ભગવાન બુદ્ધ


ભગવાન વિષ્ણુના નવમા અવતાર ભગવાન બુદ્ધ હતા તેઓ ગૌતમ બુદ્ધ ના નામે પણ જાણીતા છે.તેઓ એ બૌદ્ધ ધર્મ ની સ્થાપના કરી હતી તે આજે સંસાર ના ચાર મોટા ધર્મો પૈકી નો એક છે.વિવાહ સમયે તેનું નામ સિદ્ધાર્થ હતું વિવાહ પછી તેના સાંસારિક જીવન માં તેમને રસ ના લાગ્યો તેથી તે સંસાર ત્યાગ કરી ને પ્રભુ ભજવા નીકળી ગયા.

કલ્કિ અવતાર

ભગવાન વિષ્ણુ નો દસ મો અવતાર કલ્કિ અવતાર છે પુરાણો અનુસાર જોવા જઈએ તો ભગવાન નો કલ્કિ અવતાર કલિયુગ ના અંત માં થશે અને પુરાણો માં એ વાત નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉત્તરપ્રદેશ માં મુરદાબાદ જિલ્લા ના સંભલ નામના સ્થળે વિષ્ણુયશા નામના તપસ્વી બ્રાહ્મણ ના ઘરે ભગવાન કલ્કિ તેના પુત્ર સ્વરૂપે પ્રગટ થશે.કલ્કી દેવદત્ત નામ ના ઘોડા પર સવાર થઈ ને આવશે અને સંસાર ના બધા પાપીઓ નો નાશ કરશે અને સતયુગ નું સ્થાપન કરશે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *