પૂર્વકાળ માં બ્રમ્હાજી એ અનેક જળ અને જંતુ ઓ બનાવ્યા અને તેને સમુદ્ર ના પાણી ની રક્ષા કરવાનું કહ્યું ત્યારે એ જંતુઓ માંથી કેટલાક બોલ્યા કે હા અમે રક્ષા કરીશું તો કેટલાકે કહ્યું કે અમે તેની પૂજા કરીશું.બ્રમ્હાજી એ કહ્યું કે જે રક્ષણ કરશે એ રાક્ષસ તરીકે ઓળખાશે અને જે યક્ષણ એટલે કે પૂજા કરશે તે યક્ષ તરીકે ઓળખાશે આવી રીતે બન્ને વહેંચાયા.
પૌરાણિક કાળ માં રાક્ષસો માં હેતિ અને પ્રહેતિ બન્ને ભાઈઓ હતા.પ્રહેતિ તપ કરવા ચાલ્યો ગયો,પણ હેતિ એ ભયા નામની સ્ત્રી સાથે વિવાહ કર્યા અને તેઓને વિદ્યુતકેશ નામના પુત્ર ને જન્મ આપ્યો.વિદ્યુતકેશ ને સૂકેશ નામ નો પરાક્રમી પુત્ર થયો.સુકેશ ના માલ્યાવન,સુમાલી અને માલી નામના ત્રણ પુત્રો નો જન્મ થયો.ત્રણેયે બ્રમ્હાજી ની તપસ્યા કરી ને વરદાન પ્રાપ્ત કર્યું કે અમારો પ્રેમ અમર રહે અને અમને કોઈ પરાજિત ન કરી શકે.આ પ્રાપ્ત કરીને તેઓ નિર્ભય થઈ ગયા અને સુરો અસુરો ને હેરાન કરવા લાગ્યા.તેઓએ વિશ્વકર્મા ને એક સુંદર નગર બનાવવાનું કહ્યું.એવામાં વિશ્વકર્માએ તેઓને લંકાપુરી બતાવી અને ત્યાં તેઓ ખુબજ આનંદ ની સાથે રહેવા લાગ્યા.
માલ્યાવાન ના વજ્રમુષ્ટિ,વિરૂપાક્ષ,દુર્મુખ,સુપ્તઘ્ન,યજ્ઞકોપ,મત્ત અને ઉન્મત્ત નામ ના સાત પુત્રો થયા.સુમાલી ના પ્રહસ્ત્ર,અકમ્પન,વિકટ,કાલિકામુખ,ધૂમરાક્ષ,દંડ, સુપાસ્વ,સહ્યાદ્રી,પ્રધસ અને ભારકર્ણ નામ ના દસ પુત્રો થયા.માલી ના અનલ,અનિલ,હર અને સંપાતી નામના ચાર પુત્રો થયા.આ બધા બળવાન અને દુષ્ટ પ્રકૃતિ હોવાના કારણે ઋષિમુનિઓ ને હેરાન કર્યા કરતા હતા.આ બધા થી કંટાળી બધા ઋષિગણ જ્યારે ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા ત્યારે પ્રભુએ તેને આશ્વાસન આપ્યું કે હું તમારી રક્ષા કરીશ.
જ્યારે રાક્ષસો ને વિષ્ણુ ના આ આશ્વાસન ની સૂચના મળી ત્યારે તેઓ ઈન્દ્રલોકપર આક્રમણ કરવા માટે નીકળી પડ્યા.સમાચાર મળતા ની સાથે જ ભગવાન વિષ્ણુ તેના અસ્ત્ર શસ્ત્ર લઈ ને રાક્ષસોનો સંહાર કરવા લાગ્યા.સેનાપતિ માલી સહિત ઘણા બધા રાક્ષસો માર્યા ગયા અને વધ્યા ઘટયા લંકા તરફ ભાગી ગયા.જ્યારે ભાગતા રાક્ષસો નો પણ ભગવાન વિષ્ણુ સંહાર કરવા લાગ્યા ત્યારે માલ્યાવાન ક્રોધિત થઈ ને ફરી યુદ્ધભુમી માં પાછો વળ્યો.ભગવાન વિષ્ણુ ની હાથે અંત માં તે પણ મૃત્યુ પામ્યો.વધેલા રાક્ષસો સુમાલી ના નેતૃત્વ માં પાતાળ માં જઈ વસ્યા અને લંકામાં કુબેર નું રાજ્ય સ્થપાયું.
રાક્ષસો ના વિનાશ થી દુઃખી થઈ ને સુમાલી એ પોતાની પુત્રી કૈકસી ને કહ્યું કે પુત્રી ! રાક્ષસ વંશ ના કલ્યાણ માટે હું ચાહું છું કે તું પરમ પરાક્રમી મહર્ષિ વિશ્રવા પાસે જઈ ને સંતાન ની માંગણી કર.તેજ પુત્ર રાક્ષસો ની દેવતાઓ થી રક્ષા કરી શકે છે.
પિતાની આજ્ઞા લઈ ને કૈકસી વિશ્રવા ની પાસે ગઈ.તે સમયે ભયંકર આંધી ચાલુ હતી.આકાશ માં વરસાદ ગરજી રહ્યો હતો.કૈકસી નો અભિપ્રાય જાણી ને વિશ્રવા એ કહ્યું કે ભદ્રે ! તું મારી પાસે આવી છો હું તારી ઈચ્છા જરૂર પૂર્ણ કરીશ પણ આનાથી તારી સંતાન દુષ્ટ પ્રભાવ વાળી ઉત્પન્ન થશે.મુનિ ની વાત સાંભળીને કૈકસી તેના ચરણો માં પડી ગઈ અને બોલી હે ભગવન ! તમે બ્રહ્મવાદી આત્મા છો.તમારા તરફથી હું દુરાચારી સંતાન કેવી રીતે પ્રાપ્ત કરી શકું?તો ઋષિ એ તેનું સમાધાન જણાવતા કહ્યું કે તારો નાનો પુત્ર ખુબજ સંસ્કારી અને સદાચારી હશે.
આ પ્રકારે કૈકસી ના દસ મુખ વાળા પુત્ર નો જન્મ થયો જેનું નામ દશનન્દ એટલેકે રાવણ રાખવામાં આવ્યું.ત્યાર બાદ કુંભકર્ણ,શુર્પણખા અને વિભીષણ ના જન્મ થયા.રાવણ અને કુંભકર્ણ અત્યંત દુષ્ટ હતા જ્યારે વિભીષણ ધર્માત્મા સ્વભાવ વાળો હતો.
Story Author: Team Gujarati Times
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.