લોકો ને હંમેશા ફરવાનો શોખ હોય છે જેના માટે તે પર્વત, નદીઓ, પહાડ કે જંગલ સુધી ફરવા ચાલ્યા જાય છે. વધારે કરીને લોકો મનાલી, કાશ્મીર, શિમલા, કેરલ કે ગોવા પોતાના મિત્રો અથવા લવર ની સાથે જાય છે પરંતુ શું તમે સાંભળ્યું છે કે લોકો જેલમાં પણ ફરવા જાય છે? નહિ, ચાલો કોઈ વાત નહિ, આજ અમે તમને ભારત ની 5 એવી જેલ ના નામ બતાવીશું જ્યાં જવા માટે ગુનો કરવો જરૂરી નથી પરંતુ ત્યાં લોકો ફરવા પણ જઈ શકે છે. તે જેલો માં ભારત સરકાર ની કેટલીક એવી સુવિધા કરી રાખી છે જેમાં આ લાભ સામેલ છે.
ભારત ની 5 એવી જેલ જ્યાં તમે ફરી શકો છો
1. સેલુલર જેલ (અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ)
ભારતીય ઈતિહાસ ની સૌથી પ્રસિદ્ધ જેલ જેને અંગ્રેજો ના સમય માં બનાવી હતી. આ જેલ માં આઝાદી માટે દેશ ના ઘણા સપૂતો એ પોતાની જીંદગી કુરબાન કરી દીધી હતી. બટુકેશ્વર દત્ત અને વીર સાવરકર જેવા સ્વાતંત્ર્ય સેનાની પણ આ જેલ માં કેદ હતા. લોકો તેમની કુરબાની ને યાદ રાખે તે માટે અહીં સામાન્ય માણસ આરામ થી જઈ શકે છે પરંતુ તમે બહુ ઓછો સમય જ રોકાઈ શકો છો.
2.તિહાડ જેલ (દિલ્લી) :
દિલ્લી ના પશ્ચિમ માં સ્થિત આ જેલ ની નામ તમને ફિલ્મો કે ન્યુઝ માં બહુ સાંભળ્યું હશે. આ જેલ દક્ષિણી એશિયા ની સૌથી મોટી જેલ છે જે પંજાબ પ્રાંત ના રાજા એ વર્ષ 1957 માં બનાવડાવી હતી. હજુ સુધી તેમાં ઘણા રાજનેતા અને ઘણા નામી મોસ્ટ વોન્ટેડ આ જેલ માં પોતાના દિવસ ગુજારી ચુક્યા છે. જેમાં લાલુ પ્રસાદ યાદવ અને અરવિંદ કેજરીવાલ પણ સામેલ છે. તમે પોતાની ઓળખાણ દેખાડીને થોડાક સમય માટે અંદર જઈ શકો છો.
3. હિજલી જેલ (પશ્ચિમ બંગાળ) :
વર્ષ 1930 માં હિજલી જેલ ને અવિભાજિત બંગાળ ના મિદનાપુર માં બનાવી ગઈ હતી. વર્ષ 1931 માં આ જેલ નું નામ વધારે સામે આવ્યું કારણકે તેમાં પોલીસ દ્વારા બે નિઃશસ્ત્ર ને મારી નાખ્યા હતા. જેના વિરોધ માં રવીન્દ્રનાથ ટેગોર અને સુભાષ ચંદ્ર બોસ એ મોટી આવાજ ઉઠાવી હતી. તેથી તે એક ઐતહાસિક જેલ છે, જેને દેખવા માટે દેશ ની સાથે-સાથે વિદેશી પણ આવે છે.
4. વાઈપર આઇસલેન્ડ (અંદમાન અને નિકોબાર દ્વીપ) :
આ જેલ ના લોકપ્રિય હોવાની કોઈ ખાસ કારણ નથી પરંતુ આઝાદી ના સમય માં આ જેલ માં ઘણા સ્વાતંત્ર્યતા સેનાનીઓ ને પકડવામાં આવ્યા હતા. તેમની કુરબાની ને યાદ કરતા કેટલાક ચિત્રો ત્યાં લગાવ્યા છે જેને દેખવા લોકો આ જેલ માં ફરવા જાય છે.
5. અગા ખાં પેલેસ (પુણે) :
આ જેલ ને પેલેસ તે માટે કહેવામાં આવે છે કારણકે તે સુલતાન મોહમ્મદ શાહ આગા ખાં તૃતીય એ આગા ખાં એક પેલેસ ના રૂપ માં બનાવડાવ્યો હતો પરંતુ હવે તે જેલ બની ગઈ છે. તેમને આ વાત નો અંદાજો નહિ રહ્યો હોય કે તેમને આટલા મન થી બનાવડાવવામાં આવેલ પેલેસ ક્યારેક ભારત ની 5 એવી જેલ માં સામેલ થઇ જશે જ્યાં લોકો ફરવા જઈ શકે છે પરંતુ તે જગ્યા એતિહાસિક બની ગઈ જેના કારણે આ જેલ માં લોકો ફરવા આવે છે અને બધાને તેની પરમીશન પણ છે.
Story Author: Team Gujarati Times
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.