શું તમને ખબર છે જ્યારે ભગવાન કરી રહ્યા હતા સ્ત્રી ની રચના ત્યારે થયું હતું કઈક આવું..

આ વિશ્વની સૌથી અજીબ વ્યક્તિત્વ મહિલા છે અને એમ કહેવાય છે કે તેને સમજવું અને ઉકેલવું ખૂબ જ મુશ્કેલ છે! તેથી તમને ખબર હોવી જ જોઈએ કે સ્ત્રી જ્યારે નિર્માણ પામી હતી, ત્યારે ભગવાને તેને ખૂબ જ સ્વસ્થતાપૂર્વક બનાવી હતી અને તેના માટે એટલો સમય લાગ્યો કે “દેવદૂતો પણ પ્રશ્નો કરવા લાગ્યા કે સૃષ્ટિ ની રચના માં આટલી બધી વાર શા માટે લાગી રહી છે?હકીકતમાં, જ્યારે ભગવાન સ્ત્રીનું નિર્માણ કરતા હતા, ત્યારે આ ક્રિયા 6 દિવસ સુધી ચાલતી હતી પણ તે પછી પણ તે અપૂર્ણ હતી! ચાલો જોઈએ ક્યાં હતા ભગવાન ના દેવદૂતો પ્રત્યે ના જવાબો અને શું છે અને શું છે રોમાંચક કથા..

ગુણો થી ભરપૂર..

પ્રથમ પ્રશ્ન ભગવાન ને એ પૂછવામાં આવ્યો કે, તમે શા માટે સ્ત્રી ના સર્જનમાં ખૂબ સમય લો છો? તેના જવાબમાં,પ્રભુએ કહ્યું કે તમે તેના ગુણધર્મો જોયા છે! આ મારી એ રચના છે જે દરેક શરતમા દટાઈ રહેશે અને સહનશીલતા થી ભરપૂર હશે ! ગમે તે પરિસ્થિતિ હશે તે દરેકને ખુશ રાખશે! તેના કુટુંબ અને બધા બાળકોને પ્રેમ આપશે.પોતાની કાળજી વગર બીજા નું ભલું કરશે.

સ્ત્રી ની પ્રબળતા..

દેવદૂતો આ બધુ સાંભળી ને આશ્ચર્ય માં પડી ગયા અને પૂછ્યું કે તે બંને હાથથી એટલું બધું કેવી રીતે કરી શકે? ભગવાને તેનો સંપૂર્ણપણે જવાબ આપ્યો! એટલા માટે તે અત્યારસુધી નું મારું વિશિષ્ટ સર્જન કહેવાય છે! આ બધુ સાંભળ્યા પછી એક, દેવદૂત ભગવાન નજીક ગયો કહ્યું, ‘પ્રભુ, આ ખૂબ જ નાજુક છે, તેથી ભગવાન હસતાં હસતા કહ્યું કે આ ચોક્કસપણે બહારથી નાજુક છે પરંતુ અંદરથી મજબૂત છે!

વિચારવાની ક્ષમતા…

દેવદૂત આ રચના વિશે ખૂબ ઉત્સાહિત હતા ત્યારે, તેમણે સ્ત્રી ઉત્સાહિત વિચાર કરશે? એવું પણ સાથે સાથે પૂછી લીધું.તેમણે કહ્યું કે ભગવાન આ સ્ત્રી શું વિચારી શકે છે? એટલે ભગવાનએ કહ્યું કે તે માત્ર એકજ સમયે વિચાર કરી શકતી નથી પણ દરેક સમસ્યાને કાબૂમાં રાખવાની ક્ષમતા પણ ધરાવે છે! આ પછી દેવદુતે જે કર્યું એ વાંચી ને તમે ખુદ ભાવનાત્મક અને મજબૂત થઈ જશો.

આંસુઓ ની વ્યથા..

દેવદુતે જ્યારે તેની પાસે જઈ ને ગાલ માં હાથ ફેરવ્યો ત્યારે તેને પાણી જેવું કઈક લાગ્યું અને તેણે ભગવાન ને પૂછ્યું કે ભગવાન આ પાણી જેવું શુ છે?ત્યારે ભગવાને કહ્યું કે આંસુ છે.ત્યારે દેવદુતે કહ્યું કે આંસુ શા માટે?ભગવાને કહ્યું કે જ્યારે પણ તે કમજોર પડે ત્યારે તે તેની બધીજ પીડા આંસુઓ માં વ્હેવડાવી દે અને પાછી મજબૂત બની જાય.એટલે કે એ બધું જ ભૂલી જાય એ એની તાકાત છે.દેવદુતે કહ્યું કે ભગવાન તમે તો ખુબજ મહાન છો.આ રચના ને તમે ખુબજ સમજી વિચારી ને બનાવી છે.

ભગવાને કહ્યું કે સ્ત્રી રૂપી રચના હંમેશા તેના પરિવાર ની હિંમત બનશે.બધી જ પરિસ્થિતિઓ નો સામનો કરશે.દેવો એ કહ્યું કે હે પ્રભુ શુ હવે તેની રચના પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ભગવાને કહ્યું કે નહીં હજુ આમાં એક ગુણ ઘટે છે કે તે ક્યારેક ક્યારેક તેનુ જ મહત્વ ભૂલી જાય છે.મેં તેના માં આ બધા ગુણો નાખ્યા છે તે એ ક્યારેક ક્યારેક ભૂલી જાય છે.

ભગવાન દ્વારા બનાવેલી રચના ની કથા વાંચ્યા પછી કદાચ તમે સમજી ગયા હશો કે એક સ્ત્રી માં આટલા બધા રૂપો શા માટે જોવા મળે છે.પછી જોકે મા હોય બહેન હોય કે પછી પત્ની,તે પરીપૂર્ણજ જોવા મળે છે.એટલા માટે તમે પણ ભગવાન ની બનાવેલી આ રચના ને સમજો અને તેનું સન્માન કરો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *