શું તમને ખબર છે પિરિયડ્સ ના સમયે કેમ મહિલાઓ કેમ મંદિર નથી જતી? આ રહ્યું સાચું કારણ

આપણાં સમાજ માં ઘણાં એવા રિવાજો હોય છે જે આપણે બીજાને જોઈને આપણાં જીવન માં પણ અનુકરણ કરીએ છીએ અને ઉતારી લઈએ છીએ. એ રિવાજો ને ઊંડાણપૂર્વક જાણવા લોકો સંકોચ અનુભવતા હોય છે. તો અમુક લોકો કહેતા હોય છે કે રિવાજ પૂર્વજો થી ચાલતા આવે છે જો આપડે નિયમો નો વિરોધ કરીએ તો પિતૃઓનું અપમાન કર્યું ગણાય.

એવા જ રીતિ-રિવાજો માં નો એક છે- માસિક ધર્મ ના સમયે મહિલાઓ મંદિર માં પ્રવેશ નિષેધ હોય છે. ભણેલા-ગણેલા લોકો એવું માને છે કે માસિક ધર્મ અર્થાત પિરિયડ ના પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે. આ સમાજ માં પિરિયડ સાથે સંકળાયેલી ઘણી વાર્તાઓ છે જે સાંભળીને તમને ભરોસો નહીં થાય કે આવી ભયાનક વાતો ખાલી હિંદુ નહીં પરંતુ બધાં ધર્મ માં જોવા મળે છે. ચાલો જાણીએ આખરે માસિક ના સમયે છોકરીઓ કેમ મંદિર એ નથી જઇ શક્તી.

દ્રૌપદી એ કરી એની શુરુઆત

મહાભારત માં બતાવ્યુ છે કે જ્યારે યુધિષ્ઠિર ચૌપડ ની રમત માં દુર્યોધન ની સામે પરાજિત થઈ ગયા ત્યારે આખરે એમને દ્રૌપદી ને પણ દાવ પર લગાવી દીધી હતી અને હારી ગયા હતા. એ જીત માં દુશાસન દ્રૌપદી ને શોધતા-શોધતા એમના શયન કક્ષ માં પહોચી ગયા પણ પાંડવો ની પત્ની ગેરહાજર હતી. એવું બતાવમાં આવે છે કે એ સમયે દ્રૌપદી ના માસિક ધર્મ ચાલી રહ્યા હતા. જેના કારણે એ પૂરો સમય એક અલગ વસ્ત્ર પહેરી ને અલગ કક્ષ માં રહેતી હતી. એમના અનુસાર પિરિયડ ના સમયે સ્ત્રી નું શરીર અપવિત્ર માનવમાં આવે છે.

ઇન્દ્રદેવ ની કર્મો ની સજા મહિલાઓ ને

પિરિયડ થી સંકળાયેલી બીજી એક રોચક ઘટના પૌરાણિક કથા ઑ માં વારંવાર જોવા મળે છે. ભાગવત કથા માં એક એવી ઘટના નું વર્ણન મળ્યું છે. જ્યારે, સંપૂર્ણ દેવલોક ના ગુરુ બૃહસ્પતિ દેવરાજ ઇંદ્ર થી નારાજ થઈ ગયા. દેવતાઓ માં પડેલા આ તકરાર નો ફાયદો ઉઠાઈને દાનવો એ દેવલોક પર હુકમ ચલાવ્યો અને ઇંદ્ર એમનો રાજપાટ ગુમાવી ચૂક્યાં. આવા સંકટ ના સમય માં એમને બ્રહ્મા સિવાય કોઈ બચાવી ના શકે. એ વિચારીને બ્રહ્મા જોડે મદદ માંગવા ગયા. એવું જાણવા મળ્યું કે એ દિવસે બ્રહ્મા એ ઇંદ્ર ને કોઈ બ્રાહ્મણ ની સેવા કરવાની પરામર્શ આપ્યું જેના કારણે દેવલોક ના ગુરુ બૃહસ્પતિ પ્રસન્ન થાય. પરામર્શ અનુસાર ઇંદ્ર એક બ્રહ્મજ્ઞાની ની સેવા માં ગયા હતા ત્યારે એ વાત ની ખબર થઈ કે એ બ્રહ્મજ્ઞાની એક અસુર માતા ના કોખ થી પેદા થયા હતા. એટલા માટે, એ અસૂરો નું સમર્થન પણ કરતાં હોય છે. આ સચ્ચાઈ જાણીને ઇંદ્ર ક્રોધિત થઈને એ બ્રાહ્મણ ની હત્યા કરી દીધી.

ચૂંકી આ સેવા ભાવ માં એમના શિષ્ય બની ગયા હતા અને ગુરુ હત્યા એક ઘોર પાપ હોય છે. એટલા માટે, બ્રાહ્મણ ની આત્મા એક ભયાનક રાક્ષસી નું રૂપ ધારણ કરી અને ઇંદ્ર ના ખૂન ની પ્યાસી થઈને ભટકવા લાગી. એમના પ્રકોપ થી બચવા ઇંદ્ર એક ફૂલ ની શરણ લીધી અને 1 લાખ વર્ષો સુધી ભગવાન વિષ્ણુ ની સાધના માં લીન થઈ ગયા હતા. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થવાના કારણે એમનું અડધું પાપ ધોવાઈ ગયું પણ અડધું પાપ હજુ એમના માથા પર હતું.

એ વખતે ઇંદ્ર માં જળ, જાડ, જમીન અને સ્ત્રી આ ચાર લોકો થી મદદ માંગી અને પાપ ને રાખવા ની ઘોષણા કરી. બધા એ સજા માટે માની તો ગયા અને બદલામાં અમુક વરદાન ની ઈચ્છા દર્શાવી. ત્યારે ઇંદ્ર એ જળ ને સદાય પવિત્ર રહેવાનુ વરદાન આપ્યું. જાડ ને ફરીથી ઊભા થઈને ઊગી શકે એવું વરદાન મળ્યું. ધરતી ને બધા પ્રકારની તકલીફો સહેવાની શક્તિ આપી. સ્ત્રી ને મળી કામ ની સૌથી વધારે આનંદ માણવાની ક્ષમતા એટલા માટે કામ-વાસના થી સ્ત્રીઓ હમેશાં વધારે ખુશ હોય છે. પરંતુ, વરદાનો ને બદલે પાપ લેવાની શરત રાખી હતી. જેના કારણે, પાણી ની ઉપર ઝાગ ને અપવિત્ર માનવમાં આવે છે, જાડ નમી નથી શકતા. ધરતી બંજર રહી જાય છે. તો સ્ત્રીઓ એ પાપ ને ગ્રહણ કરીને પિરિયડ માં આવે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *