શું તમને ખબર છે રસ્તા પર ખેંચવામાં આવેલ પીળી અને સફેદ લાઈનો નો અર્થ? કારણ જાણીને થઇ જશો હેરાન

આપણે દરરોજ ક્યાંક ને ક્યાંક જવા માટે કોઈ પરિવહન અથવા સાધન નો ઉપયોગ કરીએ છીએ. દરરોજ વધારે કરીને લોકો ને એક જ રસ્તા થી પસાર થવાનું હોય છે. પરંતુ જો તમે ક્યારેય રસ્તા પર ધ્યાન આપ્યું હશે તો તમને યાદ હશે કે રસ્તા ના બંને તરફ અથવા રસ્તા ની વચ્ચે કેટલીક પીળી અથવા સફેદ કલર ની લાઈન ખેંચેલ હોય છે. આવ્યું યાદ? પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ લાઈનો નો અર્થ શું છે? કેમ ખેંચી હોય છે આ લાઈન? કદાચ નહિ. બહુ ઓછા લોકો ને તેના વિશે વિચાર્યું હશે ને બહુ ઓછા લોકો ને જ તેનો અર્થ ખબર હશે.

આપણા દેશ માં લોકો ને ફક્ત ટ્રાફિક સિગ્નલ ના વિશે ખબર હશે. તેમને તે નથી ખબર કે તેના સિવાય પણ રોડ પર ખેંચવામાં આવેલ તે લાઈનો પણ ટ્રાફિક નિયમો ને દર્શાવે છે. તે પીળી અને સફેદ લાઈનો અલગ-અલગ આકાર અને શેપ માં હોય છે, જે રોડ ના સિગ્નલ ને દર્શાવે છે, આવો જાણીએ અલગ-અલગ પ્રકાર થી ખેંચવામાં આવેલ આ લાઈનો નો અર્થ.

લાંબી પીળી લાઈન

આ લાંબી પીળી લાઈન નો અર્થ થાય છે કે જે રોડ પર આ પ્રદર્શિત હોય છે, ત્યાં પર તમે આસાનીથી ઓવરટેક કરી શકો છો. હા આ લાઈન નો અર્થ દરેક રાજ્ય ના હિસાબ થી અલગ-અલગ હોય છે. જેમ કે તેલંગાણા માં આ લાઈન નો અર્થ છે કે વાહન ને ઓવરટેક નથી કરી શકાતો.

બે લાંબી પીળી લાઈન

બે લાંબી પીળી લાઈન નો અર્થ થાય છે કે તમારે રોડ નિયમો નું પાલન કરતા કરતા પોતાની જ લેન માં ચાલવાનું છે. પોતાની લેન માં ગાડી ચલાવો અને ઓવરટેક કરવાની કોશિશ ના કરો.

તૂટેલ પીળી લાઈન

તૂટેલ પીળી લાઈન નો અર્થ થાય છે કે તમે પોતાના આગળ-પાછળ વાળા વાહનો ને ધ્યાન માં રાખીને ઓવરટેક કરી શકો છો અથવા પછી પોતાની સ્પીડ ને પણ વધારી શકો છો.

લાંબી પીળી લાઈન ની સાથે તૂટેલ પીળી લાઈન

આમાં બે લાઈન હોય છે, જેમાં એક લાઈન લાંબી હોય છે અને બીજી તૂટેલ. તેનો અર્થ છે કે જો કોઈ લાંબી લાઈન ની તરફ છે, તો તે પોતાના આગળ વાળી ગાડી ને ઓવરટેક કરવા માટે પરેશાન નથી કરી શકતા. તેના સિવાય જો તમે તૂટેલ પીળી લાઈન ની તરફ છો તો સરળતાથી ઓવરટેક કરી શકાય છે.

લાંબી સફેદ લાઈન

લાંબી સફેદ લાઈન નો અર્થ તે થાય છે કે તમે પોતાની લેન ને બદલીને બીજી તરફ નથી જઈ શકતા. તમારે એક જ લેન માં ચાલવું પડશે.

તૂટેલ સફેદ લાઈન

આનો અર્થ થાય છે કે તમે ટ્રાફિક નિયમો નું પાલન કરતા કરતા પોતાની લેન બદલી શકો છો. પરંતુ ધ્યાન રહે કે તમારા કારણથી તમારી આગળ અને પાછળ ચાલી રહેલ વાહનો ને પરેશાની ના થાય.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *