મિત્રો, જ્યારે આપણે લાંબી મુસાફરી કરવી હોય, ત્યારે સામાન્ય રીતે ત્રણ માધ્યમો હોય છે. પ્રથમ આપણે બસ દ્વારા મુસાફરી કરી શકીએ છીએ, બીજી ટ્રેન કરી શકીએ છીએ અને ત્રીજા હવાઇ મુસાફરીનો લાભ લઈ શકીએ છીએ. એર ટ્રાવેલ એ ત્રણેયથી સૌથી આરામદાયક અને મનોરંજક છે. હવાઈ મુસાફરી વિશે સૌથી મહત્વની બાબત એ છે કે તે લાંબા અંતરથી લાંબા અંતર માટેજ કરી શકાય છે. આ કારણ એ છે કે જ્યારે આપણે ઝડપથી ક્યાંક પહોંચવું હોય ત્યારે માત્ર હવાઈ મુસાફરી પસંદ કરીએ છીએ. એ સમય માં માત્ર અમીર લોકો જ ઉડી શકતા જો કે, હવે વિમાન ટિકિટ સસ્તી હોવાથી, મધ્યમ વર્ગના લોકો એર ટ્રાવેલનો આનંદ માણે છે.
તમે પણ ઘણા વિમાનો જોયા જ હશે એ બધા માં એક કોમન વાત જરૂર નોટીસ કરી જ હશે કે હવાઈ યાત્રા માં ઉપયોગ માં લેવાતા મોટા ભાગ ના વિમાન ના રંગ સફેદ જોવા મળે છે.તમે જ્યાં પણ નજર ઘુમાવશો મોટા ભાગ ના વિમાન તમને સફેદ રંગ ના જ જોવા મળશે.એવા શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે બધા જ વિમાનો નો રંગ સફેદ હોય છે? અમે જાણીએ છીએ કે તમારા માંથી મોટા ભાગ ના લોકો એવા હશે કે જેને આ નું કારણ નહિ ખબર હોય.એટલા માટે અમે તમારી સમક્ષ આજે તેનું કારણ લઇ ને જ આવ્યા છીએ.
આ કારણે હોય છે હવાઈ જહાજ સફેદ
વિમાનને સફેદ હોવા પાછળ પણ એક વિજ્ઞાન છુપાયેલું છે. વાસ્તવમાં સફેદ ઊર્જાની શક્તિ છે. એટલે કે, તેમાં સૂર્યમાંથી ઉદભવેલા કિરણો બદલવાની ક્ષમતા છે, જે વિમાનની બાહ્ય સપાટી ગરમ થવાની મંજૂરી આપતી નથી.આ રંગ અંદર બેઠેલા મુસાફરો નું પારજાંબલી કિરણો થી રક્ષા કરે છે.
જો વિમાન નો રંગ સફેદ ન હોય તો તેની બહાર ની સપાટી વધારે ગરમ થવાના ચાન્સ વધી જાય છે.એવા માં આ ગરમ સપાટી વિમાન ને નુકસાન પહોચાડી શકે છે.આમ જોઈએ તો સફેદ રંગ નું બીજું કારણ એ પણ છે કે તેને દુર થી પણ આસાની થી જોઈ શકાય છે.એટલે જો કોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત હોય તો તેને આસાની થી શોધી શકાય છે.બસ આજ એ કારણ છે કે જેના કારણે વિમાન નો રંગ સફેદ રાખવામાં આવે છે.
તો દોસ્તો હતી ને આ ખુબજ મજેદાર માહિતી?જો તમને આ માહિતી રોચક લાગી તો તમારા પરિવાર ને અને દોસ્તો ને પણ આના વિષે કહો એટલે તે લોકો પણ પોતાનું નોલેજ વધારી શકે.સાથે જ તમારી પાસે પણ આવી કોઈ રોચક માહિતી હોય તો કમેન્ટ બોક્સ માં અમને જણાવી શકો છો.કારણ કે કહેવાય છે ને કે જ્ઞાન વહેચવાથી જ વધે છે.
Story Author: Team Gujarati Times
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.