રાષ્ટ્રપતિ ની ગાડી માં કેમ નથી હોતી નંબર પ્લેટ? જાણી લો કેમ એમના માટે છે અલગ કાનૂન

જો તમને ખબર ના હોય તો સૌથી પહેલા જણાવી એ કે આપણાં દેશ માં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યો ના રાજ્યપાલ ને પણ ગણી એ તો ઘણા VVIP લોકો ના ગાડી ઓ પર રજીસ્ટ્રેશન નંબર પ્લેટ નથી હોતી. હવે તમે કદાચ એ વિચારી રહ્યા હશો કે જ્યારે દેશ ના બધા જ વાહનો પીઆર નંબર પ્લેટ હોવી જરૂરી છે તો રાષ્ટ્રપતિ ની ગાડી પર નંબર પ્લેટ કેમ નથી હોતી. આખરે એવું કેમ? આખરે રાષ્ટ્રપતિ માટે અલગ કાનૂન કેમ છે? તો આજે અમે તમને આ સવાલો ના જવાબ આપશું. રાષ્ટ્રપતિ ની ગાડી પર નંબર પ્લેટ કેમ નથી હોતી એ જાણીને તમે હેરાન થઈ જશો.

શું છે નંબર પ્લેટ નો કાનૂન

સૌથી પહેલા આપણે વિચારીએ તો જો આપણે કે તમે કોઈ ગાડી લઈને બહાર નીકળો અને રજીસ્ટ્રેશન નંબર પ્લેટ ના હોય તો શું થાય? આપણી ગાડી પોલીસ જમા નહીં કરે પણ ચલાણ ફાડશે. પરંતુ, દેશ ના રાષ્ટ્રપતિ માટે અમુક કાનૂન અલગ હોય છે. તમને જણાવી એ કે રાષ્ટ્રપતિ સાથે 14 એવી ગાડી ઓ છે, જેના પીઆર નંબર પ્લેટ નથી લાગેલી. કદાચ તમે વિચારતા હશો કે રાષ્ટ્રપતિ ને કયા કાનૂન અનુસાર આવી છૂટ મળતી હશે? તો ચાલો જાણીએ કેમ નથી હોતી રાષ્ટ્રપતિ ની ગાડીઓ પર નંબર પ્લેટ?

હકીકત માં, કોઈ પણ ગાડી રસ્તા પર ચલાવવા માટે સર્ટિફિકેટ ઓફ રજીસ્ટ્રેશન ની જરૂરત હોય છે. જેને સરકાર તરફ થી તપાસ કરવામાં આવે છે. એને RC પણ કહેવામાં આવે છે. એજ રજીસ્ટ્રેશન નંબર તમારી ગાડી ના નંબર પ્લેટ પીઆર લખવામાં આવે છે. આ રજીસ્ટ્રેશન નંબર દિલ્હી માં DL, ચંડીગઢ માં CH, ઉતર પ્રદેશ માં UP, ઉતરાખંડ માં UK, પંજાબ માં PB અને બિહાર માં BR થી શુરુ થાય છે.

કોઈ પણ વ્યક્તિ ની ગાડી નું રજીસ્ટ્રેશન 15 વર્ષ માટે માન્ય ગણાય છે. રજીસ્ટ્રેશન નંબર વિના કોઈ પણ ગાડી રસ્તા પર નથી ચાલી શક્તી. પરંતુ, રાષ્ટ્રપતિ ની ગાડી પર નંબર પ્લેટ લગાવવાના કાનૂન થોડા અલગ છે. રાષ્ટ્રપતિ ની ગાડી પર કેમ નંબર પ્લેટ નથી હોતી?

રાષ્ટ્રપતિ ની ગાડી પર કેમ નંબર પ્લેટ નથી હોતી.

એ જણાવતા પહેલા તમને જાણવીએ કે જો કોઈ વ્યક્તિ કોઈ નવી ગાડી લે તો એને રજીસ્ટ્રેશન નંબર ચેક કરીને આવે ત્યાં સુધી ટેમ્પરેરી રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવે છે. એ આ નંબર થી પોતાની ગાડી ચલાવી શકે છે. હવે વાત કરીએ કે રાષ્ટ્રપતિ ની ગાડી પર નંબર પ્લેટ કેમ નથી હોતી. તમને જણાવીએ કે ભારત ના કોઈ પણ રાજ્ય અથવા કેંદ્ર શાસિત પ્રદેશ માથી ગાડી ખરીદવા થી એ રાજ્ય ને છોડીને કોઈ બીજા રાજ્ય માં 12 મહિના થી વધારે સમય ચલાવવાથી તમારે એ જ રાજ્ય ની ગાડી નું રજીસ્ટ્રેશન ફરી વખત કરાવું પડે છે.

બ્રિટિશ ની પદ્ધતિ અનુસાર, ‘કિંગ કૈન ડૂ નો રોંગ’ એટ્લે કે એક રાજા ક્યારેય ખોટું ના કરી શકે. એ જ કારણ થી રાષ્ટ્રપતિ અને અન્ય માનનિયો ની ગાડીઓ પર રજીસ્ટ્રેશન નંબર નથી હોતા.બ્રિટિશ ની પદ્ધતિ માનતા હોવાથી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સહિત તમામ VVIP લોકા ના ગાડીઓ પર નંબર પ્લેટ નથી લગાવવામાં આવતી. પરંતુ, હાલમાં જ કેંદ્રીય રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એ આને સબંધિત દિલ્હી હાઇકોર્ટ માં સોગંદનામું ના દાખલો આપીને આ ગાડીઓ પર પણ નંબર પ્લેટ લગાવવાની માંગ કરી છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *