શું તમે જાણો છે કે આખરે કેમ ખાલી મહાત્મા ગાંધી ના ચહેરા ને જ કેમ નોટ પર જગ્યા આપી? જાણો આ રસપ્રિય વાત.

આપણ ને નોટ જોઈને આપણાં બધા ના મનમાં વિચાર આવે છે કેમ કેવળ મહાત્મા ગાંધી ના ચહેરા ને જ નોટ પર જગ્યા આપી? શું આવું હમેશાં થી હતું? આનો જવાબ છે ના. હા, હમેશાં થી ભારતીય નોટ પર ગાંધી નો જ ચહેરો નહોતો. 1996 ના પહેલા ની નોટો અને સિક્કાઓ પર ખાલી અશોક સ્તંભ નું જ ચિત્ર હતું. 1996 માં રિજર્વ બેંક એ મહાત્મા ગાંધી ને નોટ પર જગ્યા આપી.
બધાં એ દેશ ની સ્વતંત્રતા માં ભાગ લીધો હતો.

બધા જ આ સવાલ નો જવાબ ઇચ્છતા હોય છે કે સ્વતંત્રતા સંગ્રામ માં અનેક ક્રાંતિકારીઓ એ ભાગ લીધો હતો. અને બધા એ દેશ ની સ્વતંત્રતા માટે પણ ખૂબ મહેનત કરી હતી. પછી ખાલી મહાત્મા ગાંધી નો ફોટો જ કેમ નોટ પર છાપ્યો? કોરા ઉપર એક વ્યક્તિ એ આ સવાલ ઉઠાયો હતો. અનરે અલગ-અલગ જવાબ એને સાંભળવા મળ્યાં.આજે અમે એમથી જ અમુક જવાબો બતાવવા જઇ રહ્યા છીએ.

આ ચર્ચા માં ઘણી વાતો સામે આવી છે. અમુક લોકો નું માનવું છે કે નોટ પર ગાંધીજી ની ફોટો ની પાછળ બીજું કશું નહીં પણ ગાંધીજી ની ઉપર બનવાવાળી મૂવી હતી. પરંતુ, એના કારણે એમને વધારે લોકો જાણવા લાગ્યા. અમુક લોકો નું માનવું એમ છે કે ગાંધીજી ભારત ની સંજ્ઞા ના રૂપ માં નોટ પર છાપવામાં આવે છે.

મહાત્મા ગાંધીજી જેવુ કોઈ નથી ભારત માં

રિજર્વ બેંક ના અનુસાર પાછળની મુદ્રાઓ પર ખાલી નિર્જીવ વસ્તુઓ હતી. જેને સરળતાથી પામી શકાતી હતી. નવી મુદ્રા ની નકલ કરવી એ બધા માટે મુશ્કેલી હતી. 2014 માં લોકસભા માં નાણાકીય મંત્રી એ કહ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેંક પેનલ એ નોટો પર કોઈ પણ અન્ય રાષ્ટ્રીય નેતા નો ફોટો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો, જેમાં કહ્યું હતું કે મહાત્મા ગાંધી ની સરખામણી માં કોઈ પણ અન્ય વ્યક્તિ દેશ ની લોકચારા ને વધારે સારી રીતે નહીં બતાવી શકે.

સંસદ માં અમુક લોકો ના સવાલો પછી એ સ્પષ્ટ થઈ ગયું કે અન્ય પ્રખ્યાત નેતાઓ અને વ્યક્તિત્વો એ રાષ્ટ્રીય મુદ્રા મોરચા પર ધ્યાન આપવું જોઈએ. એ નિર્ણય પછી અમુક વ્યક્તિઓ એ વિરોધ પણ કર્યો હતો. 20 ની નોટ પર કોર્ણાક મંદિર ના વ્હીલ્સ નું ચિન્હ બનાવ્યું હતું. અને 1000 ની નોટ પર બુદ્ધેશ્વર મંદિર ના અમુક ભાગ નું બનાવ્યું હતું. 5000 ની નોટ પર ગેટવે ઓફ ઈન્ડિયા નું ચિત્ર બનાવ્યું હતું.

મહાત્મા ગાંધીજી પૂરા દેશ માં સમ્માનિત હતા

બધા ની સમ્મતિ થી એ નિર્ણય લેવામાં આવ્યો કે નોટ પર અન્ય માનવ ના ક્ષેત્રિય વિવાદ ની સ્થિતિ બને છે. એટલા માટે, કોઈ એવા ચહેરા ને નોટ પર છાપવામાં આવે જે પૃરા દેશ માં સારી રીતે સમ્માનિત હોય. દરેક ક્ષેત્ર અને ધર્મ ના પોતાના સ્વતંત્રતા સેનાની હતા. એટ્લે, આ નિર્ણય લેવો વધારે મુશ્કેલ થઈ ગ્યો હતો કે નોટ પર કોને જગ્યા આપે. કેમકે, મહાત્મા ગાંધીજી ને ‘રાષ્ટ્રપિતા’ ના રૂપ થી જાણવામાં આવે છે.

એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો કે દરેક નોટ પર એમનો ચહેરો હશે.

તમને એ જાણીને વિશ્વાસ નહીં થાય કે મહાત્મા ગાંધીજી ની ફોટો બનાવેલી નથી. આ એમની અસલી ફોટો છે જે એ સમયે લેવામાં આવી હતી. જ્યારે લાર્ડ ફ્રેડિક પેથિક લોરેંસ વિક્ટ્રી હાઉસ માં આવ્યા હતાં. ગાંધીજી ની આ હસ્તી ફોટો કોઈ ફોટોગ્રાફર એ 1946 માં પાડી હતી. આ સમયે જે નોટ પર ફોટો દેખાય છે એ , પહેલા ની અપેક્ષા ઘણી કાટ-છાંટ પછી બની હતી.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *