આ મંદિર ના દેવતા સ્ટેમ્પ પેપર ના દ્વારા સંભળાવે છે ભક્તો ની અરજી.. મળે છે ન્યાય

અધ્યાત્મ અને માન્યતાઓ ના દેશ ભારત માં આસ્થા ના ઘણા રૂપ દેખવા મળી જાય છે.. જેટલા પ્રકારની માનવ પ્રજાતિઓ અને સભ્યતાઓ છે.. તેટલા પ્રકારની પરંપરાઓ અને સંસ્કૃતિ છે અહીં. જગ્યા વિશેષ ના અનુસાર પૂજા અર્ચના ના પ્રકાર બદલાઈ જાય છે.. ક્યાંક ભક્તજન પોતાના ભગવાન ને પ્રિય કોઈ વસ્તુ વિશેષ અર્પિત કરી આરાધના કરે છે તો ક્યાંક બલી દઈને પોતાના ઈશ્વર ને પ્રસન્ન કરે છે. પરંતુ આજે અમે તમને જે મંદિર ના વિષે જણાવવા જઈ રહ્યા છીએ તેના વિષે જાણીને તમે પણ દંગ રહી જશો કારણકે અહીં ભક્તો ની પ્રાર્થના ની વિધિ બિલ્કુલ જ હટકે છે. સામાન્ય રીતે અહીં ભક્તજન ધૂપ, અગરબત્તી કરીને પૂજા અર્ચના નથી કરતા પરંતુ સીધી રીતે ભગવાન ને સ્ટેમ્પ પેપર પર પોતાની અરજીઓ લખીને ન્યાય ની માંગ કરે છે. છે ને બિલ્કુલ અલગ.. તો આવો આ મંદિર ના વિષે જરા વિસ્તાર થી જાણીએ.

ન્યાય ના દેવતા

ભારત ના ઉત્તરાખંડ રાજ્ય માં સ્થિત અલ્મોડા માં ગોલૂ દેવતા મંદિર છે, જે ચૈત્ય ગોલૂ દેવતા ના નામ થી મશહૂર છે. ગોલૂ દેવતા ભગવાન શિવ ના એક રૂપ ભૈરવ નો અવતાર છે. જેમને ન્યાય ના દેવતા ના રૂપ માં પૂજવામાં આવે છે અને જે લોજો કોઈ પ્રકારના કાનૂની વિવાદ માં જગ્યા જગ્યા પર ઠોકર ખાતા હોય તે અહીં ન્યાય ની આશા માં આવે છે અને માન્યતા છે કે અહીં આવવાવાળા દરેક ભક્ત ની વિનંતી આ મંદિર ના દેવતા જરૂર સાંભળે છે અને જે લોકો ને પોતાના જીવનમાં કાનૂન પર થી વિશ્વાસ ઉઠી ચુક્યો હોય છે તેમની પણ અહીં ના દેવતા ના આશીર્વાદ થી ન્યાય વ્યવસ્થા માં આસ્થા જાગી જાય છે.

આ છે મંદિર ની પૌરાણિક માન્યતા

પૌરાણિક માન્યતાઓ ના અનુસાર પ્રાચીન કાળ માં ગોલૂ દેવતા અલ્મોડા ના રાજા હતા જેમને ભગવાન ભૈરવ નો અવતાર માનવામાં આવતો હતો. આ રાજા અને તેમની માં ને પોતાના જીવનમાં તેમની સૌટેલી માતાઓ ના કારણે બહુ કષ્ટ પડ્યું જે કારણે ગોલૂ દેવતા એ પોતાના શાસનકાળ માં ક્યારેય કોઈ ના ઉપર અન્યાય નથી થવા દીધો. જનતા ને તેમની ન્યાય પ્રણાલી પર ભરોસો કંઈક એવો હતો કે સદીઓ પછી પણ ન્યાય ની આશા માં અહીં ના લોકો તેમને પૂજે છે.. એટલું જ નહિ દેશ ના દૂર જગ્યાના પણ લોકો ન્યાય ની આશા માં આવે છે.

આમ પુરી થાય છે અહીં ભક્તો ની અરજીઓ

હજુ પણ કદાચ તમને ભરોસો કરવો મુશ્કેલ થઇ રહ્યો હશે કેવી રીતે સ્ટેમ્પ પેપર પર અરજીઓ લખી લેવાથી વિનંતી સાંભળી લેવાતી હોય તો તેનું પ્રમાણ દેવા માટે અમે તમારાથી કંઈ કહેવાની જરૂર નથી પરંતુ તમે આ મંદીર નો ફોટો દેખો જ્યાં દરેક વસ્તુ નું પ્રમાણ છે. અહીં હજારો ની સઁખ્યા માં બાંધેલ સુંદર ઘંટડીઓ અહીં લોકો ના મળેલ ન્યાય નું પ્રતીક છે.. અહીં પરંપરા ચાલતી આવી રહી છે કે જે પણ અહીં ન્યાય માંગવા આવે છે અથવા કોઈ ઈચ્છા પૂર્તિ માટે આવે છે. ઈચ્છા પુરી થવા પર તેમને અહીં ઘંટડીઓ ચઢાવવાની હોય છે. તેથી જે પણ અહીં ન્યાય માંગવા આવે છે. ન્યાય મળ્યા પછી મંદિર માં ઘંટડી જરૂર ચઢાવે છે. બહાર થી દેખાવ માં તે ગોલૂ દેવતા નું મંદિર જરૂર સાધારણ મંદિરો જેવું દેખાય પરંતુ મંદિર ના દરવાજા ની અંદર પગ રાખતા જ તમને એક અદભુત દ્રશ્ય નું અનુમાન થશે. ચારે તરફ હજારો ની સઁખ્યા માં સુંદર સુંદર મંદિર ની ઘંટડીઓ અને સ્ટેમ્પ પર લખીને બાંધેલી હજારો અરજીઓ મળશે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *