જો શાહિદ કપૂરે આ 7 ફિલ્મો ના ઠુકરાવી હોત તો આજે હોત તો તે આજે ત્રણેય ખાનો કરતા પણ આગળ હોત..

હંમેશા એવું બન્યું છે કે કોઈ ની જગ્યા એ કોઈ બીજાને મૂકીને કોઈ ફિલ્મ બનાવી.બોલીવુડમાં ચોકલેટી બોય તરીકે જાણીતા શાહિદ કપૂર સાથે આવું ઘણી વખત બન્યું છે છતાં તેઓ ઉદ્યોગમાં સફળ અભિનેતા છે, પરંતુ તેમના વિશે વાત કરવામાં આવે તો તે એવી ફિલ્મો નો અસ્વીકાર કરી ચુક્યા છે કે તેનાથી તેની સફળતા આસમાને હોત. તે ફિલ્મો માં આવ્યા તે પહેલાં બેકગ્રાઉન્ડ ડાન્સર હતા.તેઓ એ આર્યન બેન્ડ મ્યુઝિક માં આલ્બમ સોન્ગ માં પણ કામ કર્યું હતું.જે ખુબજ સુપર હિટ રહ્યું હતું.તેણે તેના છેલ્લા પંદર વર્ષો થી જ ફિલ્મો માં તેની કારકિર્દી બનાવી છે.પરંતુ તેણે અમુક મોટી ભૂલો કરી છે જે એને નહોતી કરવી જોઈતી.તો ચાલો જાણીએ.

શાહિદે ઠુકરાવી આ 7 સુપરહિટ ફિલ્મો.

1.રોકસ્ટાર(2011)

રણબિર કપૂરની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ રોકસ્ટાર છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની પ્રથમ પસંદગી શાહિદ કપૂર ની હતી.જબ વી મેટ ફિલ્મના સુપર હિટ થયા બાદ, ડિરેક્ટરે શાહિદને રોકસ્ટારની ઓફર કરી હતી. પરંતુ આ ફિલ્મની સફળતાએ રણબીરના કદમ ચુમ્યા હતા.શાહિદે આ મુવી નો અસ્વીકાર કર્યોછે.

2.રંગ દે બસંતી(2003)

રાકેશ ઓમપ્રકાશ મેહરાની બ્લોકબસ્ટર રંગ દે બસંતી આમિર ખાન ની બેસ્ટ મુવી માની એક છે.શાહિદને આ ફિલ્મ ની સૌપ્રથમ ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તે કરવાનો ઇનકાર કર્યો હતો. આ મુવી નું સત્તાવાર રીતે સમર્થન ન હોવા છતા, તે સમયે આ સમાચાર ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. શાહિદે જણાવ્યું હતું કે તેણે એક મુલાકાતમાં રંગ દે બસંતી નો અસ્વીકાર કરી ને ખૂબ જ ખોટું કામ કર્યું છે.

3.રાંઝણા(2013)

સાઉથ ના અભિનેતા ધનુષની બૉલીવુડની પ્રથમ ફિલ્મ,રાંજણા એક ખૂબ સફળ ફિલ્મ તરીકે ગણવામાં આવે છે. આ ફિલ્મ સાચા પ્રેમીઓ ની પ્રિય ફિલ્મ બની હતી. પરંતુ આ જગ્યાએ શાહિદ ને રાખવાના હતા, તેઓએ આ ફિલ્મ કરવા માટે ના પાડી દેતા,ડિરેક્ટર આનંદ એલ. રાએ આ ફિલ્મ માટે ધનુષ ની પસંદગી કરી હતી.

4.રાજનીતિ (2010)

રણબીર કપૂર, કેટરિના કૈફ, અર્જુન રામપાલ, અજય દેવગણ અને નાના પાટેકર જેવા પાત્ર સાથે ફિલ્મ રાજનીતિ માં રણબીર કપૂર ની જગ્યાએ શાહિદ કપૂર ને લેવાના હતા.પરંતુ શાહિદે ફિલ્મને નકારી કાઢી હતી કારણ કે તેની ભૂમિકા નાની હતી. શાહિદે આ રોલમાં ભૂમિકા ભજવી હોત,પરંતુ બાદમાં રણબીરને ફિલ્મમાં ભૂમિકા આપવામાં આવી અને ફિલ્મેં બૉક્સ ઑફિસમાં સારી કમાણી કરી.

5.શુદ્ધ દેશી રોમાન્સ (2013)

મનીષ શર્મા એ શુદ્ધ દેશી રોમાન્સ ફિલ્મ નું સર્જન કર્યું હતું.આ ફિલ્મ માં બે પહિરોઇનો ની વચ્ચે શાહિદ ને લાવવાનો હોય છે.પણ શાહિદે આ ફિલ્મનો ઇનકાર કર્યો હતો.કારણ કે તે તે સમયે બીજી ફિલ્મ માં વ્યસ્ત હતો.ત્યારબાદ શાહિદ નું આ પાત્ર શુશાંત સિંહ રાજપૂત ને સોંપવામાં આવ્યું હતું.ફિલ્મ ખુબજ હિટ ગઈ હતી લોકો ને મુવી ની સ્ટોરી ખુબજ પસંદ આવી હતી.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *