હિંદુ ધર્મ માં ભગવાન ગણેશને તમામ દુઃખો અને વિઘ્નો માટેના વિઘહાર્ટ કહેવામાં આવે છે અને જે વ્યક્તિ ભગવાન ગણેશ ને રાજી કરે છે તેની તમામ ઈચ્છા પૂરી થાય છે.જો તમે પણ ચાહતા હોઈ કે ભગવાન શ્રી ગણેશ ની કૃપા તમારા પર બનેલી રહે અને ભગવાન શ્રી ગણેશ તમારા પર પ્રસન્ન થાય તો આજે અમે તમને આજે આ લેખ ના માધ્યમ થી પ્રભુને રાજી કરવા માટેના ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.તમારી પણ બધી જ ઈચ્છાઓ ગણેશજી પૂર્ણ કરી શકે છે.
ગણેશજી ને પ્રસન્ન કરવા માટે ના ઉપાયો..
જો કોઈ વ્યક્તિ ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો એના માટે તમે બુધવાર ના દિવસે અથવાતો ચતુર્થી ના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન ગણેશ જી ને શુદ્ધ દેશી ઘી અને ગોળ નો ભોગ ચઢાવો જો તમે આમ કરો છો તો તેનાથી ભગવાન ગણેશ ખુબજ પ્રસન્ન થાય છે અને ધન ની પ્રાપ્તિ થાય છે.
જો તમે બુધવાર ના દિવસે ગણેશજીના મંદિરમાં જાઓ અને દર્શન કર્યા પછી દાન કરો, તો પછી ભગવાન ગણેશ જી ખૂબ જ ખુશ થાય છે અને જે વ્યક્તિ ધારે એ ઈચ્છા પૂરી કરી શકે છે.ગરીબો ને મોદક દાન કરવાથી પણ ગણેશજી ખુબજ ખુશ થાય છે.બુધવારે સવારે ગણેશજી ની પૂજા પૂર્ણ થયા પછી ગાય ને ઘી અને ગોળ ખવરાવ વાથી ભગવાન શ્રી ગણેશ તમારી બધીજ ઈચ્છા ઓ પૂર્ણ કરે છે.
જો કોઈ વ્યક્તિ તેના જીવન માં ખુબજ પરેશાન અને તમે ખુબજ મોટી પરેશાનીઓ નો સામનો કરી રહ્યા હોય તો એના માટે તમે બુધવારે કોઈ હાથી ને લીલો ચારો ખવરાવો અને ગણેશ મંદિરે જઈ ને ગણેશ જી ને તમારી પરેશાની દૂર કરવાની પ્રાર્થના કરો થોડાજ દિવસો માં તમારી બધીજ મુશ્કેલીઓ દૂર થવા લાગશે.
હિન્દૂ ધર્મ ના શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી ગણેશ નો વિધિવત અભિષેક કરવાથી ભગવાન શ્રી ગણેશ ની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.આ અભિષેક ને તમે બુધવાર ના દિવસે કરો જો તમે આ કરશો તો તમારા જીવન ના બધાજ દુઃખો નો અંત આવશે.
તમે બુધવાર ને દિવસે સવારે સ્નાન કરીને ગણેશ મંદિરે જઈ ને ગણેશ જી ને 21 ગોળ ની થેલી અને દુર્વા અર્પિત કરો આ ઉપાય ને ખુબજ ચમત્કારિક માનવામાં આવે છે.જો તમે આ ઉપાય કરો છો તો ભગવાન શ્રી ગણેશ તમારી બધીજ પ્રાર્થના નો સ્વીકાર કરશે અને તમારી બધીજ ઈચ્છાઓ પૂર્ણ થશે.
Story Author: Team Gujarati Times
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.