શું તમને ખબર છે કે ફોન ઉઠાવીને પહેલા ‘Hello’ કેમ બોલીએ છીએ? હકીકત જાણીને તમને પણ લાગશે નવાઈ

દુનિયા માં દરેક વાત ની પાછળ એક કારણ અને લોજિક હોય છે. એવી જ રીતે એક વાત જે દરેક વ્યક્તિ માટે કોમન છે. અને એવું છે કે જ્યારે પણ ફોન ઉપાડીએ તો આપણે સૌથી પહેલા હેલો કેમ બોલીએ છીએ? આ આદત ખાલી ભારતીયો માં જ નહીં. પરંતુ, બધા દેશો ની અલગ-અલગ ભાષાઓ વાળા પણ કરે છે. આપણે ફોન ઉઠાવીને સૌથી પહેલા હેલો જ કેમ બોલીએ છીએ? આની પાછળ વૈજ્ઞાનિકો એ રિસર્ચ કર્યું. બહુ બધા લોકો એ ઘણા બધા પુસ્તકો નું વાંચન કર્યું. અને બહુ બધા લોકો આજે પણ મુંજવણ માં છે કે આખરે આવું કેમ હોય છે? આવું ખાલી મોબાઈલ પર ફોન આવવાથી જ નહીં પરતું,લેંડલાઇન ફોન ની પણ જ્યારે રિંગ આવે છે તો એવું થાય છે. આજ ના સમય માં જ્યારથી ફોન ની શુરુઆત થઈ છે ત્યારથી લોકો ફોન કરે છે ત્યારે હેલો બોલે છે. અથવાતો કોઈનો ફોન આવે તો હેલો બોલે છે. મતલબ, બન્ને તરફ હેલો બોલવાની જોગવાઈ ક્યારે અને ક્યાં થઈ?

જ્યારે તમારા મોબાઈલ અને લેંડલાઇન ની રિંગ વાગે છે ત્યારે સૌથી પહેલા તમે જે શબ્દ હેલો બોલો કેમ બોલો છો? એના વિશે ઘણા સમય સુધી કોઈને ખબર જ નહોતી. હેલો શબ્દ ના ક્રિયા-પ્રતિક્રિયા પછી જ આગળ ની વાત ની શુરુઆત થાય છે. પરતું, શું તમે ક્યારેય એવું સોચ્યું છે કે ફોન ઉઠાવતા સમયે તમે સૌથી પહેલા હેલો શબ્દ જ કેમ બોલો છો? પછી એ ફોન દેશ માં આવ્યો હોય કે વિદેશ માં. હેલ્લો શબ્દો નો આવિષ્કાર લોકો ની વચ્ચે એકબીજા જોડે વાતચીત આગળ વધારવા માટે થાય છે. આ શબ્દ એટલી જલ્દી કોમન થઈ ગયો કે આજે અલગ-અલગ ભાષાઓ વાળા દેશ માં પણ આ શબ્દ નો એવો જ પ્રયોગ કરવામાં આવે છે. જેવુ બીજા દેશો માં પણ થાય છે. તમારી જાણકારી માટે બતાવીએ કે 21 નવેમ્બર, 1973 માં પૂરી દુનિયા માં ‘વર્લ્ડ હેલો ડે’ મનાવવામાં આવે છે. પણ, આજે સમય ની સાથે-સાથે લોકો એને ભૂલી ગયા છે. Hello નો ઉપયોગ આજે પણ બધી જગ્યા એ કરવામાં આવે છે. હકીકતમાં, હેલો બોલવાની કહાની ફોન ના શોધક ગ્રેહામ બેલ થી સંકળાયેલી છે.

એમણે ખાલી ફોન ની શોધ નથી કરી પણ, ફોન પર વાત કરવાની ભાષા ની પણ શોધ કરી છે. એક રિપોર્ટ અનુસાર માનીએ તો ગ્રેહામ બેલ ની ગર્લફ્રેંડ નું નામ ‘માગરીટ હેલો’ હતું. એમને એ બહુ પ્યાર કરતાં હતા. જે ગર્લફ્રેંડ ની અટક હતી. એમને જેમ જ ફોન ની સફળ શોધ કરી તો સૌથી પહેલા એમને હેલો શબ્દ કહ્યો. એટલા માટે કે પોતાની ગર્લફ્રેંડ ને બોલાવતા હતા અને એમનું એવું બોલવું એ સદીઓ ની પ્રથા બની ગઈ.

એક સમય હતો જ્યારે કોઈને પોતાની વાત પહોચાળવી હોય તો પત્ર નો ઉપયોગ કરતાં હતા. ત્યારે જઈને અઠવાડીયા કે 15 દિવસો પછી લોકોની ખબર એકબીજા સુધી પહોચતી હતી. પણ સમય બદલાયો અને ગ્રેહામ બેલ એ એક એવી શોધ કરી કે લોકો ની બધી સમસ્યાઓ ખતમ થઈ ગયી. ટેલિફોન ની શોધ ગ્રેહામ બેલ એ 1876 માં USA માં કરી હતી. પરતું, અમુક ઈતિહાસકારો નું માનવું છે કે ટેલિફોન ની શોધ ELISHA GRAY એ પણ કરી હતી. હવે દુનિયા ના લગભગ દરેક વ્યક્તિ જોડે છે અને એ સરળતાથી દૂર રહીને પોતાના પરિવાર ની નજીક રહે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *