Skip to content

આ છે જગન્નાથ મંદિર માં બિરાજમાન અધૂરી મૂર્તિઓ નું રહસ્ય તેમજ અન્ય કેટલાક રહસ્યો જે તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય

ભગવાન જગન્નાથ ની યાત્રા 14 જુલાઇ થી શૂરું થાય છે. આ યાત્રા માં લાખો લોકો હાજર હોય છે. પુરી માં સ્થિત ભગવાન જગન્નાથ નું મંદિર ની પોતાના માં બહુ ખાસ વાત છે. આ મંદિર સાથે ઘણાં રહસ્યો સંકળાયેલા છે. જેના વિશે લોકો નથી જાણતા. આજે અમે તમને ભગવાન જગન્નાથ ના મંદિર સાથે સંકળાયેલ એવા જ રહસ્ય વિશે બતાવશુ. જેને જાણીને તમે હેરાન થઈ જશો.

મંદિર માં બિરાજમાન અધૂરી મૂર્તિઓ નું રહસ્ય

જગન્નાથ રથયાત્રા ના પહેલા ભગવાન ના મંદિરો ને ખૂબ સજાવવામાં આવે છે. આ પ્રાચીન મંદિર ને પોતાનો એક ઇતિહાસ છે. મંદિર માં ભગવાન જગન્નાથ ની ઇંદ્ર્નિલ અથવા નીલમણિ થી નિર્મિત મૂળ મુર્તિ, એક અગરું વૃક્ષ ની નીચે મળી હતી. માલવા નરેશ ઇન્દ્રઘૂમ્ન ને સપના માં આ મુર્તિ દેખાઈ હતી. કઠિન તપસ્યા કરવા વાળા રાજા ને ભગવાન વિષ્ણુ એ બતાવ્યુ કે એ પુરી થી સમુદ્ર તટ પર જાય. એમને એક લાકડાનું લાથું મળશે. એ જ લાકડા થી એ મુર્તિ નું નિર્માણ કરે.

રાજા એ એવું જ કર્યું અને એ લાકડા નું જ લાથું મળી પણ ગયું.

એના પછી વિષ્ણુ વિશ્વકર્મા બઢઈ કારીગર મૂર્તિકાર ના રૂપ માં એક મહિના માં મુર્તિ ને તૈયાર કરવાના કામે લાગ્યા. પણ, શરત એ હતી કે કોઈ પણ એક મહિના સુધી રૂમ માં ના આવે. જ્યાં એ મુર્તિ બનાવે. પણ,29 માં દિવસે ઉત્સુકતા વશ રાજા એ રૂમ માં ઝાંખ્યું. તો એ વૃદ્ધ કારીગર એ રાજા ને કહ્યું, કે મૂર્તિઓ હજુ અપૂર્ણ છે, એમના હાથ હજુ નથી બન્યા. મૂર્તિકાર એ બતાવ્યુ કે, આ બધુ ભગવાન ની ઈચ્છા થી થયું છે.

 

મૂર્તિઓ એમજ સ્થાપિત થઈને પુજી જશે. ત્યારે ત્યાં, ત્રણે જગન્નાથ,બલભદ્ર, સુભદ્રા ની મૂર્તિઓ મંદિર માં સ્થાપિત કરેલી યુગો-યુગો થી લોકો પૂજે છે.

જગન્નાથ મંદિર નું ક્ષેત્રફળ લગભગ 4 લાખ વર્ગફૂટ સુધી ફેલાયેલુ છે. એની ઊંચાઈ લગભગ 214 ફૂટ છે.

આ મંદિર ની પાસે ઊભા રહીને તમે એનું ડોમ પણ નહીં જોઈ શકો. મંદિર ના ડોમ ની પડછાઇ કોઈ પણ સમયે નથી દેખાતી. એ હમેશાં અદ્રશ્ય રહે છે.

અહિયાં હવા ની દિશા પણ બહુ અજીબ હેરાન કરી દે એવી હોય છે. અહિયાં હવા સમુદ્ર થી જમીન ની તરફ વહે છે.
ક્યારેય એવું નથી થતું કે હવા જમીન થી સમુદ્ર તરફ જાય.

આજ સુધી ક્યારેય કોઈએ જગન્નાથ મંદિર ની ઉપર કોઈ પક્ષી ને ઉડતા નથી દેખ્યા. મંદિર આ ડોમ અથવા શિખર ની જોડે આજ સુધી કોઈ પક્ષી અથવા એની છાયા નજર નથી આવી. ખાસ વાત એ પણ છે કે મંદિર ની ઉપર કોઈ વિમાન પણ નથી લઈ જતું.

આ મંદિર નું રસોઈઘર સૌથી મોટું રસોઈઘર કહેવામા આવે છે. અહિયાં ગમે તેટલા ભક્તો આવે. પણ, ક્યારેય અન્ન ખતમ નથી થતું.

મંદિર માં જો તમે સિંહદ્વાર થી અંદર આવો તો તમને સમુદ્ર ની કોઈ પણ અવાજ નહીં સંભળાય.

આ મંદિર ની ઉપર લાગેલો ઝંડો ઉલ્ટી દિશા માં લહેરાય છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published.

error: Content is copy right protected, Please contact to Authority to use content !!