બૉલીવુડ માં ફ્લોપ પણ સાઉથ માં છે હિટ આ 3 અભિનેત્રીઓ કરે છે સાઉથ ઇન્ડસ્ટ્રી પર રાજ…

આજકાલ ના દર્શકો ને હિન્દી મુવી જોવી ખુબજ ગમે છે.સાઉથ ની ફિલ્મો કઈક એવી ફિલ્મો છે કે તેની હિન્દી રિમેક બને છે.હિન્દી માં બનતા તેના રિમેક ને દર્શકો ખુબજ પસંદ કરે છે.એ વાત સાચી છે કે સાઉથની ફિલ્મો માં બધી વસ્તુઓ વધારી ને દેખાડવમાં આવે છે.પણ આ જ વસ્તુઓ લોકો ને પસંદ આવે છે.સાઉથ ની ઘણી હિરોઈનો આજે હિન્દી ફિલ્મો માં રાજ કરી રહી છે.આમ,બૉલીવુડ ની ઘણી એવી પણ હિરોઇનો છે જે બૉલીવુડ માં ફ્લોપ છે પણ સાઉથ ઇન્ડસ્ટ્રી પર રાજ કરે છે.આજ ના આ લેખમાં અમે એ 3 અભિનેત્રી ઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે સાઉથ ઇન્ડસ્ટ્રી માં ધૂમ મચાવી દીધી છે.ચાલો જાણીએ કોણ છે એ અભિનેત્રીઓ..

સાયશા શહગલ

સાયશા એ બૉલીવુડ માં તેનું ડેબ્યુ ફિલ્મ’શિવાય’ થી કર્યું હતું.જણાવી દઈએ કે સાયશા દેખાવમાં ખુબજ સુંદર છે.આ ફિલ્મ માં તેની સાથે મુખ્ય ભૂમિકા માં અજય દેવગન હતા.જ્યારે આ ફિલ્મ નું ટ્રેલર આવ્યું ત્યારે લોકો ને આ ફિલ્મ પાસે થી ઘણી આશાઓ હતી.પણ આ ફિલ્મ એવી બધી સારી ન હતી એટલે સુપર ફ્લોપ સાબિત થઈ.સાયશા ને સાઉથ ઇન્ડસ્ટ્રી ના લોકો ખૂબજ પસંદ કરે છે.તેમણે સાઉથ ની ફિલ્મ અખિલ સાથે તેના કરિયર ની શરૂઆત કરી હતી.સાયશા નું નામ સાઉથ ની ફિલ્મ ની સૌથી સુંદર અભિનેત્રી માંથી એક આવે છે.સાયશા એ સલમાન ખાન ની એક્સ ગર્લફ્રેંડ શાહીન સૈગલ અને સુમિત સૈગલ ની દીકરી છે.

પૂજા હેગડે

પૂજા સાઉથ ના ફિલ્મો નું શીર્ષ માનવામાં આવે છે.તે અત્યાર સુધી લગભગ સાઉથ નિફિલ્મો ના બધા જ સિતારાઓ સાથે કામ કરી ચુકી છે.બૉલીવુડ માં તે હૃતિક સાથે ફિલ્મ ‘મોહજોદડો’ માં નજર આવી હતી.પણ હૃતિક જેવા સુપરસ્ટાર હોવા છતાં આ ફિલ્મ સુપરફ્લોપ સાબિત થઈ હતી.આજે પૂજા સાઉથ ની એક મોટી સ્ટાર છે.તે સાઉથ ની ઘણી બધી ફિલ્મો માં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી ચુકી છે.

શ્રુતિ હસન

શ્રુતિ હસન સાઉથ ના સુપર સ્ટાર કમલ હસન અને સાગરિકા ની દીકરી છે.સ્ટાર કિડ હોવાને કારણે પણ તે બૉલીવુડ માં સફળતા ન મેળવી શકી.શ્રુતિ નું નામ સાઉથ ની ફિલ્મો માં સૌથી સુંદર અભિનેત્રીઓ માનું એક છે.બૉલીવુડ માં ફ્લોપ થયા પછી તેણે સાઉથ ની ફિલ્મો માં લક અજમાવ્યું.આજે શ્રુતિ સાઉથ ની સૌથી મોંઘી અભિનેત્રીઓ માની એક છે.જણાવી દઈએ કે શ્રુતિ એ બૉલીવુડ માં તેનું ડેબ્યુ ‘રામૈયા વસ્તાવૈયા’ સાથે કર્યું હતું.દમદાર અભિનય પછી પણ દર્શકો ને તે ફિલ્મ પસંદ ના આવી અને ફ્લોપ થઈ ગઈ.પણ આજે શ્રુતિ સાઉથ માં જાણીતી એક્ટ્રેસ માંથી એક છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *