ભગવાન રામ નો વનવાસ 14 વર્ષ જ કેમ? ઓછો અથવા વધારે કેમ નહિ, જાણો અત્યાર સુધી નું સૌથી મોટું રહસ્ય

  • God

હિંદુ ધર્મ માં શ્રીરામ ને શ્રેષ્ઠ પુરુષ માનવામાં આવે છે કારણકે ભગવાન વિષ્ણુજી ના શ્રીરામ ના રૂપ માં જન્મ લઈને માનવજાતિ નો ઉદ્ધાર કર્યો હતો. બધા જાણે છે કે ત્રેતા યુગ માં ભગવાન રામ ને જે 14 વર્ષો નો વનવાસ થયો હતો તે બહુ જ દુઃખદાયક હતો અને એવું કોઈ પિતા પોતાના દીકરા ની સાથે ના કરી શકે. મહારાજ દશરથ એ પોતાના સૌથી પ્રિય પુત્ર ને 14 વર્ષો નો વનવાસ આપ્યો અને પોતે બીમારી ના વનવાસ માં ચાલ્યા ગયા, કારણકે તેમને પોતાની રાણી કૈકેયી ના વચન ને પૂરું કરવા માટે એવું કર્યું હતું, પણ તમે તે ક્યારેય વિચાર્યું છે કે કૈકેયી એ ભગવાન રામ નો વનવાસ 14 વર્ષ નો જ કેમ માંગ્યો હતો? તે 12 અથવા 15 વર્ષો નો પણ તો હોઈ શકતો હતો. તેના પાછળ નું એક કારણ હતું જે આજે અમે તમને જણાવવાના છીએ, તેને જાણીને તમને પણ ભરોસો થશે કે દરેક વાત ના પાછળ કોઈ ને કોઈ કારણ જરૂર હોય છે.

ભગવાન રામ નો વનવાસ 14 વર્ષ જ કેમ?

કૈકેયી એ જયારે રાજા દશરથ થી શ્રીરામ માટે 14 વર્ષો નો વનવાસ માંગ્યો હતો તેના પાછળ પ્રશાસનિક કારણ જણાવ્યું હતું. રામાયણ ની કહાની ત્રેતા યુગ ના સમય ની છે જયારે પ્રશાસનિક તરીકે એક નિયમ હતો કે જો કોઈ રાજા 14 વર્ષો માટે પોતાનું સિંહાસન છોડી દે છે તો તેને રાજા બનવાનો અધિકાર નથી રહેતો. કૈકેયી એ રાજા દશરથ થી શ્રીરામ માટે 14 વર્ષો નો વનવાસ બહુ જ વિચારી-સમજીને માંગ્યો હતો કે જયારે શ્રીરામ વનવાસ કાપીને પાછા આવશે ત્યારે તેમને રાજા બનવાનો અધિકાર નહિ રહે અને તેમનો દીકરો ભરત રાજગાદી પર બેસી જશે. હા ભરત એ એવું ના થવા દીધું અને તેમને તે રાજગાદી ને આમ જ છોડી દીધી અને પોતે પણ વનવાસ ની જેમ જીવન વિતાવવા લાગ્યા. પછી જયારે શ્રીરામ વનવાસ કાપીને પાછા આવ્યા ત્યારે ભરત એ પુરા સમ્માન ની સાથે ભગવાન રામ ને તેમનું સિંહાસન પાછુ આપી દીધું. ભગવાન રામ એ પોતાનું રાજ સિંહાસન સંભાળ્યું અને પોતાનો રાજપાઠ પણ. એવું પણ દ્વાપર યુગ માં પણ થયું હતું જયારે રાજા 13 સા માટે પોતાનું રાજકાજ છોડી દે છે ત્યારે તેનું શાસન અધિકાર પૂરો થઇ જાય છે અને આ નિયમ ના કારણે દુર્યોધન એ પાંડવો માટે 12 વર્ષો નો વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ ની વાત રાખી હતી.

કેમ જવું પડ્યું હતું શ્રીરામ ને વનવાસ?

રામાયણ ની સૌથી મોટી ઘટના તે છે કે ભગવાન રામ નું દેવી સીતા અને લક્ષ્મણ ની સાથે વનવાસ જવાનું હતું. રામાયણ ની કથાનુસાર કૈકેયી ની જીદ ના કારણે રાજા દશરથ એ શ્રીરામ ને આજ્ઞા આપી હતી અને તે ગયા. પણ તેમના વનવાસ જવાના પાછળ બીજા પણ કારણ હતા.

1. કૈકેયી માં શ્રીરામ ને પોતાના પુત્ર થી વધારે પ્રેમ કરતી હતી પરંતુ તો પણ તેમને પોતાના પતિ થી શ્રીરામ ના વનવાસ નું વરદાન કેમ માંગ્યું. તેના પાછળ નું કારણ હતું કે તે બધું કૈકેયી એ પોતાના મન થી નહિ પરંતુ કામ દેવતાઓ એ તેમનાથી બધું કરાવ્યું હતું.

2. ભગવાન રામ નો જન્મ રાવણ નો વધ કરવાના ઉદ્દેશ્ય થી થયો હતો, જો રામ રાજા બની જાત તો માતા સીતા નું હરણ કેવી રીતે થાત અને જો હરણ ના થાત તો રાવણ નો અંત કેવી રીતે કરી શકાય, તેથી કામ દેવતાઓ એ મંથરા થી કૈકેયી ના કાન ભરવાનું કામ કરાવ્યું હતું.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *