સડક ના કિનારે લગાવેલા અંતરદર્શક ના પથ્થરો નો શા માટે બદલવામાં આવે છે રંગ ખબર છે તમને?

સડક ની સફર ની અલગ જ મજા છે.ખાલી સડકો અને હવા સાથે વાત કરતી ગાડીઓ.દોસ્ત કે પરિવાર સાથે કાર માં કરેલી સફર લાજવાબ હોય છે.પરંતુ આ હાઇવે પર ચાલતા શુ તમે ક્યારેય એક વાત નોટિસ કરી છે કે અંતર જણાવવા વાળા પથ્થર અલગ અલગ રંગ ના શા માટે રાખવામાં આવે છે?ક્યારેક તમને તે પીળી પટ્ટી ના જોવા મળે છે તો ક્યારેક રંગ બદલાય ને લીલો થઈ જાય છે.એનું શું કારણ છે એના વિશે તમે ક્યારેય વિચાર્યું નથી પણ આ બદલતા રંગો ની પાછળ પણ એક કારણ છે.જેને જાણી ને તમને ખબર પડશે કે તમે કઈ સડક માં સફર નો આનંદ માણી રહ્યા છો.

પીળા રંગ ની પટ્ટી

પીળા રંગ ની પટ્ટી દર્શાવે છે કે તમે નેશનલ હાઇવે પર છો.અંતર સૂચક પથ્થરો માં આ રંગ ની પટ્ટી નો પ્રયોગ ફક્ત નેશનલ હાઇવે પર જ કરવામાં આવે છે.

લીલા રંગ ની પટ્ટી

જો તમે કોઈ સડક પર ચાલી રહ્યા છો અને તમને રસ્તા પર ના અંતર સૂચક પથ્થર માં લીલા રંગ ની પટ્ટી દેખાય તો સમજી જવું કે તમે સ્ટેટ હાઇવે પર ચાલી રહ્યા છો.આ સડક રાજ્ય સરકાર ને આધીન છે.

ભૂરા અથવા કાળા રંગ ની પટ્ટી

સફર માં જો તમને ક્યાંય કાળા અથવા ભૂરા રંગ ની પટ્ટી દેખાય તો સમજી જવું કે તમે કોઈ મોટા શહેર અથવા જિલ્લા તરફ વધી રહ્યા છો અને આ સડક તે શહેર ની માલિકી ની છે.

નારંગી રંગ ની પટ્ટી

જે સડક ને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ની અંદર બનાવવામાં આવી છે એ સડક પર લાગેલા માઈલ સ્ટોન પર નારંગી રંગ ની પટ્ટી જોવા મળે છે.લીલા રંગ ની પટ્ટી વાળા પથ્થરો ગ્રામીણ સડકો ની ઓળખાણ હોય છે.

તો હવે રાહ શેની જુઓ છો ઝડપ થી બેગ પેક કરો અને નીકળી જાઓ લાંબા સફર પર..

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *