લેપટોપ અને કોમ્પુટર ની આ KEYS કોઈ કામ માં નથી લાગતી? તો જનાબ, તમારી જાણકારી અધૂરી છે.

આજકાલ દરેક લોકો કોમ્પ્યુટર અને લેપટોપ નો ઉપયોગ કરતાં હોય છે. લેપટોપ ના કીબોર્ડ માં તમારી નજર FUNCTION KEYS પર પડી હશે. આજ સુધી એનો કોઈ ઉપયોગ ના થતો હોવાથી આપણને એવું જ લાગે કે કદાચ આ એમનેમ જ હશે. પરંતુ, એવું નથી. જો તમે પણ આવું વિચારતા હોવ તો તમને બતાવીએ કે આ KEYS ને કામ વગરની ના સમજવી. આ પણ બહુ કામ ની વસ્તુ છે. તો ચાલો જાણીએ આજે તમને બેકાર કામ વગરના લાગતા બટન ના ઉપયોગ જણાવીએ.

F1: આ બટન પ્રોગ્રામ પેજ ને HELP પેજ પર લઈ જવામાં કામ કરે છે. WINDOWS KEY + F1 થી હોમ પેજ ખૂલે છે. જેનાથી તમે સીધા માઈક્રોસોફ્ટ વિન્ડોસ ના હેલ્પ અને સપોર્ટ સેન્ટર સુધી જઈ શકો છો.

F2: કોઈ પણ ફાઇલ નું નામ બદલવા નું ઓપ્શન આપે છે. Alt+Ctrl+F2 સાથે દબાવવાથી તમે WORD ફાઇલ એક ક્લિક માં ખોલી શકો છો. Ctrl+F2 તમને Word ફાઇલ નું પ્રિન્ટ પ્રિવ્યુ બતાવે છે.

F3: તમારા સિસ્ટમ અથવા ઇન્ટરનેટ પર કઈ પણ શોધવા માટે આનો ઉપયોગ થાય છે. Shift+F3 Word ફાઇલ ના શબ્દો ને કેપિટલ અથવા સ્મોલ લેટર માં બદલી શકાય છે. Windows key+ F3 દબાવવાથી Advanced Find Window In Microsoft આઉટલૂક ખૂલે છે.

F4: આને દબાવવાથી Word ફાઇલ માં જે છેલ્લી કરેલ વસ્તુ હોય એ પાછી આવી જશે. Alt+F4 ને એક સાથે દબાવવાથી ખુલેલી બધી વિન્ડો બંધ થઈ જાય છે.

F5: Word ફાઇલ અથવા ઇન્ટરનેટ પેજ ને રિફ્રેશ કરવા માટે થાય છે. ફોલ્ડર ના કન્ટેન્ટ ને રિફ્રેશ કરવા માટે થાય છે. PowerPoint ની SlideShow તમે એક ક્લિક થી શૂરું કરી શકો છો.

F6: આ બટન કર્સર ને Address Bar સુધી એક ક્લિક માં લઈ જવાનું કામ કરે છે. Ctrl+Shift+F6 થી નવી Word ફાઇલ ખૂલે છે.

F7: આ બટન નો સામાન્ય રીતે ઉપયોગ Word, Outlook જેવા પ્રોગ્રામ માં સ્પેલિંગ ચેક અને Grammar ચેક કરવા માટે થાય છે. આ બટન ના ઉપયોગ અમુક લેપટોપ માં સ્પીકર નો અવાજ વધારવા માટે પણ થાય છે.

F8: આ બટન નો ઉપયોગ સિસ્ટમ ને રીબુટ કરવા માટે થાય છે. Mac ઓપરેટિંગ સિસ્ટમ માં Thumbnail Image દેખવા માટે આ બટન નો ઉપયોગ કરવો.

F9: Word ફાઇલ ને રિફ્રેશ કરવા માટે આ બટન નો ઉપયોગ કરવા માં આવે છે. Microsoft Outlook પર આ બટન ના એક કિલક થી તમે ઈ-મેલ મોકલી અથવા વાંચી શકો છો.

F10: Microsoft Windows માં આ બટન ના એક કિલક થી તમે એપ્લીકેશન ખોલી શકો છો. Shift+F10 થી માઇક્રોસોફ્ટ વિન્ડો ના ફોલ્ડર ને હાઇલાઇટ કરી શકો છો.

F11: ફુલસ્ક્રીન મોડ માં આવવા અથવા એમાથી બહાર નીકળવા માટે આ બટન નો ઉપયોગ થાય છે. Mac OS 10.4 માં બધા ફોલ્ડર બંધ કરવા માટે આ બટન નો ઉપયોગ થાય છે.

F12: આ બટન ના ઉપયોગ થી Devloper Tools ખોલવા માટે થાય છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *