જીભ ની સફાઈ નું નહિ રાખો ધ્યાન તો ભોગવવી પડશે આ 5 સમસ્યાઓ…

જીભ ની સફાઈ ઓરલ હેલ્થ નો એક મોટો ભાગ છે.ઓરલ હાઇજિન ની બાજુ આપણે ખુબજ ઓછું ધ્યાન આપી શકીએ છીએ,ખાલી રોજ બ્રશ કરવાનું જ સાંજે છે.મોઢા ની સફાઈ માં ખાલી દાંતો ની સફાઈ કાફી નથી.મોઢા ની સફાઈ નો એક મોટો ભાગ છે જીભ ની સફાઈ.જીભ સાફ કરવી એ એટલીજ જરૂરી છે જેટલા દાંત.જાણો કે જો તકે પણ જીભ ની સફાઈ માં ધ્યાન નહિ આપો તો તમે પણ આ સમસ્યાઓ નો સામનો કરી શકો છો.

મુખ માંથી દુર્ગંધ

જે લોકો તેની જીભ નિયમિત રૂપ થી સાફ નથી કરતા એના મોઢા માંથી દુર્ગંધ આવવા લાગે છે.તે એક નેચરલ પ્રોસેસ છે.ભોજન ના જે અંશ તમારી જીભ માં સૂક્ષ્મ રૂપે રહે છે તે બેક્ટેરિયા પ્રભાવ માં આવી ને ધીરે ધીરે સડવા લાગે છે અને સફાઈ ન થવા ના કારણે દુર્ગંધ આવવા લાગે છે.જે આપણા આસપાસ ના લોકો માં આપણી ખરાબ ઇમ્પ્રેશન પડે છે.

દાંતો પર પડે છે પ્રભાવ

જીભ ક્લીન ન થવા ના કારણે આપણા પેઢા પણ નબળા પાડવા લાગે છે.એવામાં બેક્ટેરિયા આસાનીથી પેઢા પર હુમલો કરે છે.પેઢા ને નુકસાન પહોંચવા પર તેની અસર દાંતો પર પડવા લાગે છે.પેઢા માં લોહી આવવા લાગે છે.જેનાથી દાંતો પણ નબળા પડવા લાગે છે.જીભ ની સફાઈ નિયમિત રૂપ થી ના કરવા વાળા લોકોમાં દાંતો પડવાની સંભાવના વધારે રહે છે.

પેરીઓડોન્ટલ ડીસીઝ

જીભ ના બેક્ટેરિયા સક્રિય હોવાના કારણે તે ખુબજ જલ્દી દાંત માં સક્રિય થઈ જાય છે.40 ની ઉંમર પછી આ બીમારી ના દર્દીઓ સૌથી વધારે જોવા મળે છે.પેરીઓડોન્ટલ ડીસીઝ માં પેઢા નું ફુલાવું અને દાંતો નું પીળા પડવું જેવા લક્ષણ જોવા મળે છે.તેના લક્ષણ દેખાતા જ દાંત ના ડોક્ટર થી સલાહ અને જણાવવામાં આવેલો ઈલાજ કરવો ખુબજ આવશ્યક છે.

સ્વાદ ગ્રંથી પર પણ અસર

રોજ જીભ સાફ ના કરવાથી ઉત્પન્ન બેક્ટેરિયા જીભની સ્વાદ ગ્રંથિઓ પર અસર કરે છે.જોકે એ એકદમ નથી થતું પણ ધીરે ધીરે બેક્ટેરિયા ના હમલા થી સ્વાદ ગ્રંથિઓ નષ્ટ થવા લાગે છે.મનુષ્ય ને ભોજન નો સ્વાદ નથી લાગતો.આ સમસ્યા ધીરે ધીરે ખૂબજ મોટી અને નુકસાનકારક થવા લાગે છે.આવી સમસ્યા થવા પર ડોકટરી સલાહ આવશ્યક થઈ જાય છે.

માઉથ અલ્સર

જીભ સાફ ના કરવાથી જીભ માં અલ્સર એટલે કે મુખ માં ચાંદા પડવાની સમસ્યાઓ થવા લાગે છે.આવી સ્થિતિ માં તમે કઈ ખાઈ શકતા નથી,મોઢા માં પાણી આવ્યા કરે છે અને બળતરા થઈ શકે છે.ઘણી વાર આ સમસ્યા એટલી વધી જાય છે કે દવા લેવાની નોબત આવી જાય છે.એવામાં જીભ ની સફાઈ શરૂઆત થીજ કરવી ખુબજ આવશ્યક થઈ જાય છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *