8મુ પાસ માણસ પણ ફક્ત 5 હજાર રૂપિયા માં મેળવી શકે છે પોસ્ટ ઓફીસ ની ફ્રેન્ચાજી, મોટી છે કમાણી

દેશ માં 1.55 લાખ પોસ્ટ ઓફીસ છે, તેમ છતાં હજુ પણ કેટલીક જગ્યા એવી છે, જ્યાં પોસ્ટ ઓફીસ નથી, પોસ્ટલ વિભાગ પોસ્ટ ઓફીસ ખોલવા માટે લોકો ને ફ્રેન્ચાઇજી આપી રહી છે.

કેન્દ્ર માં મોદી સરકાર બન્યા પછી પોસ્ટ ઓફીસ ની ડિમાન્ડ માં ઘણો વધારો થયો છે. પહેલા લોકો પોસ્ટ ઓફીસ જવા માં વિચારતા હતા, હવે લોકો પોસ્ટ ઓફીસ જવા લાગ્યા છે, તે દાવો અમે નથી કરી રહ્યા, પરંતુ હમણાં નો સર્વે જણાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે દેશ માં 1.55 લાખ પોસ્ટ ઓફીસ છે, તેમ છતાં હજુ ઘણી જગ્યાઓ એવી છે, જ્યાં પોસ્ટ ઓફીસ નથી, પોસ્ટલ વિભાગ પોસ્ટ ઓફીસ ખોલવા માટે લોકો ને ફ્રેન્ચાઇજી આપી રહ્યું છે, તેના દ્વારા તમે મોટી કમાણી કરી શકો છો, આવો તમને જણાવીએ કે કેવી રીતે તે ફ્રેન્ચાઇજી મેળવી શકાય છે.

5000 ની મિનિમમ સિક્યોરિટી

જો તમે પણ તે ફ્રેન્ચાઇજી લેવા માંગો છો તો તમને ફક્ત 5 હજાર રૂપિયા ની મિનિમમ સિક્યોરિટી ડિપોઝીટ કરવી પડશે. પોસ્ટ ઓફીસ ફ્રેન્ચાઇજી મેળવ્યા પછી તમે ગ્રાહકો ને સ્ટેમ્પ, સ્ટેશનરી, સ્પીડ પોસ્ટ આર્ટિકલ્સ, મની ઓર્ડર ની બુકિંગ જેવી સુવિધાઓ મળશે, તે સુવિધાઓ એક નક્કી કમિશન ની સાથે ફ્રેન્ચાઇજી લેવા વાળા ની રેગુલર ઇન્કમ નું કારણ બનશે.

8મુ પાસ પણ શરૂ કરી શકે છે આ બિઝનેસ

ઇન્ડિયા પોસ્ટ ફ્રેન્ચાઇજી સ્કીમ નો લાભ ઓછા વાંચેલા લખેલા લોકો પણ લઇ શકે છે, કારણકે ફ્રેન્ચાઇજી લેવા માટે ઇન્ડિયા પોસ્ટ એ ક્વોલિફિકેશન 8મુ પાસ નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે શહેરી ટાઉનશીપ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, નવા શરૂ થવા વાળા ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર, યુનિવર્સીટીઝ, કોલેજ, પોલીટેક્નિકસ, પ્રોફેશનલ કોલેજ વગેરે પણ ફ્રેન્ચાઇજી નું કામ લઇ શકે છે. ફ્રેન્ચાઇજી લેવા માટે તમને ફટર્મ સબમિટ કરવું પડશે, પસંદ કરેલા લોકો ને વિભાગ ની સાથે MOU સાઈન કરવું પડશે. ફોર્મ અને વધારે જાણકારી તમે www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchies.pdf થી લઇ શકો છો.

ફ્રેન્ચાઇજી લેવાના નિયમ

કોઈ પણ માણસ, ઇંસ્ટિટટ્યુશન, ઓર્ગેનાઇઝેશન અથવા અન્ય એન્ટિટીજ જેવા કોર્નર, શોપ મેળવવા વાળા, ભાડે દુકાન વાળા વગેરે બધા ફ્રેન્ચાઇજી લઇ શકે છે. વ્યક્તિ ની ઉંમર 18 વર્ષ થી વધારે હોવી જોઈએ, તમને જણાવી દઈએ કે ફ્રેન્ચાઇજી લેવાનું જોડાણ સંબંધિત ડિવિજનલ હેડ દ્વારા કરવામાં આવે છે, જે એપ્લિકેશન મળવાના 14 દિવસો ની અંદર ASP/SDI ની રિપોર્ટ પર આધારિત હોય છે.

આ લોકો નથી લઇ શકતા ફ્રેન્ચાઇજી

પોસ્ટ ઓફીસ કર્મચારીઓ ના પરિવાર ના સદસ્ય તે ડિવિઝન માં ફ્રેન્ચાઇજી નથી લઇ શકતા, જ્યાં તે કર્મચારી કામ કરી રહ્યા છે, તમને જણાવી દઈએ કે પરિવાર ના સદસ્યો માં કર્મચારી ની પત્ની, સગા અથવા સૌતેલા બાળકો અને એવા લોકો જે પોસ્ટલ કર્મચારી પર નિર્ભર હોય, અથવા તેમની સાથે જ રહે છે. એવા લોકો ફ્રેન્ચાઇજી નથી લઇ શકતા.

આવી રીતે થશે કમાણી

ફ્રેન્ચાઇજી મેળવ્યા પછી તમે તેના દ્વારા કમિશન થી મોટી કમાણી કરી શકો છો. તમને જણાવી દઈએ કે કમિશન એમઓયુ માં નક્કી હોય છે, કઈ સર્વિસ અને પ્રોડક્ટ પર કેટલું કમિશન મળશે, તે બધી જાણકારીઓ તમને આપવામાં આવશે. રજીસ્ટર્ડ આર્ટિકલ્સ ની બુકિંગ પર ત્રણ રૂપિયા, સ્પીડ પોસ્ટ આર્ટિકલ્સ ની બુકિંગ પર 5 રૂપિયા, 100 થી 200 ના મની ઓર્ડર પર 3.50 રૂપિયા, 200 થી વધારે ના મની ઓર્ડર પર 5 રૂપિયા, તેની સાથે જ દરેક મહિને રજીસ્ટ્રી અને સ્પીડ પોસ્ટ ના 1000 થી વધારે આર્ટિકલ્સ ની બુકિંગ પર 20 ટકા વધારે કમિશન મળશે.

મળે છે ટ્રેનિંગ અને એવોર્ડ

જે લોકો ની પસંદ ફ્રેન્ચાઇજી માટે થઇ જશે, તેમને પોસ્ટલ વિભાગ ની તરફ થી ટ્રેનિંગ આપવામાં આવશે, તમને જણાવી દઈએ કે ટ્રેનિંગ જગ્યા ના સબ ડિવિઝન ઇંસ્પેક્ટર દ્વારા આપવામાં આવશે, તેના સિવાય જે ફ્રેન્ચાઇજી પોઇન્ટ ઓફ સેલ્સ સોફ્ટવેર નો ઉપયોગ કરશે, તેમને બાર કોડ સ્ટીકર પણ આપવામાં આવશે. સારું પરફોર્મ કરવા વાળા ફ્રેન્ચાઇજી આઉટલેટ ને એવોર્ડ પણ આપવામાં આવશે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *