મહાલક્ષ્મીજી નું એક એવું મંદિર જ્યાં પ્રસાદ ના રૂપ માં મળે છે સોના – ચાંદી!

  • God

આપણું ભારત વર્ષ ખૂબ જ ધાર્મિક દેશ છે અને અહીં ભિન્ન-ભિન્ન જાતિ ના લોકો વસે છે.પરંતુ તે બધાં એકબીજા સાથે હળીમળી ને રહે છે અને તેઓ પોતપોતાના દેવતાઓ ની પૂજા કરે છે.સામાન્ય રીતે આપણે મંદિરમાં ભગવાન ની પૂજા કરવા જઈએ ત્યારે ઈશ્વરને ભેટ સ્વરૂપ સોના – ચાંદી, હીરાનાં ઝવેરાત લઈ ને જઈએ છીએ અને તેમના ચરણો માં અર્પણ કર્યે છીએ.તે સિવાય લોકો ભગવાન પાસે કંઇક મન્નત પણ માંગે છે.સામાન્યરીતે આપણે મંદિર માંથી નીકળતા સમયે પ્રસાદમાં મિસરી,લાડુ,નારિયેળ જેવી કોઈ ખાવાની વસ્તુ આપવામાં આવે છે.પરંતુ ભારત માં એક એવું મંદિર છે જ્યાં ભક્તજનો ને પ્રસાદ ના રૂપ માં સોના ચાંદી નાં આભૂષણ આપવામાં આવે છે.જી હાં,તમે એકદમ બરાબર વાંચી રહયા છો.તમે ચોક્કસ આ વાંચી ને આશ્ચર્યચકિત થઈ ગયા હશો પણ આ એકદમ સાચી વાત છે.આ પ્રસાદ લેવા ભક્તો દૂર દૂર થી મંદિર માં દર્શન કરવા આવે છે.આ વાત સાંભળીને તમને પણ વિચાર આવ્યો હશે કે છેવટે આ મંદિર છે ક્યાં જ્યાં પ્રસાદ ના રૂપ માં સોના ચાંદી ના આભૂષણ મળે છે.

ખરેખર,મધ્યપ્રદેશમાં રતલામમાં એક આવું મહાલક્ષ્મીજી નું મંદિર છે જ્યાં ભક્તોને સોના – ચાંદી નાં આભૂષણો અને ઝવેરાત આપવામાં આવે છે.આ મંદિર માં સમગ્ર વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓ ની ભારે ભીડ રહે છે.લોકો દૂર દૂર થી અહીં આવે છે અને પોતાના ભક્તિભાવ થી માતા નાં ચરણો માં ભેટ અર્પિત કરે છે.પરંતુ વર્ષમાં થોડાક દિવસો માટે જ કુબેર નો દરબાર આ મંદિરમાં યોજાય છે જ્યારે ભક્તો લાખો કરોડો રૂપિયાના ઝવેરાત અને રોકડા અર્પણ કરવા માટે અહીં આવે છે.ખાસ કરીને દિવાળી દરમિયાન અથવા ધનતેરસના દિવસે માતાજી નો દરબાર સોના, ચાંદી અને રૂપિયાની માળા થી શણગારવામાં આવે છે.આ સમય દરમિયાન માતાનાં દર્શન માટે અહીં આવેલા ભક્તો ક્યારેય ખાલી હાથે જતાં નથી.

મહાલક્ષ્મીજી નાં મંદિર માં આ પરંપરા વર્ષો પુરાણી છે.આ પરંપરા વર્ષો થી ચાલી આવી છે. મંદિર માં લોકો દૂર દૂર થી દર્શન કરવા આવે છે અને માતા ને ભેટ અર્પિત કરે છે.ખાસ વાત એ છે કે જ્યારે ભક્તો દર્શન કરી ને પાછા વળે છે ત્યારે તેમને પ્રસાદ રૂપ સોના – ચાંદી નો પ્રસાદ આપવામાં આવે છે.દિવાળી નાં સમયે કોઈ પણ ભકત ખાલી હાથ નથી જતો.દિવાળી પછી દર્શન કરવા જાય તે ભક્તો ને માતાજી ને ચઢાવેલું સોના – ચાંદી અને રૂપિયા પ્રસાદ નાં રૂપ માં વહેંચી દેવામાં આવે છે.તેથી અહીં દિવાળી નાં સમયે શ્રદ્ધાળુઓ ની લાંબી કતાર જોવા મળે છે.દૂર દૂર થી લોકો દર્શન કરવા આવે છે અને માતાજી નો પ્રસાદ ગ્રહણ કરે છે.પ્રસાદ નાં રૂપ મળતા સોના – ચાંદી ને લોકો શુભ માને છે અને તેને વેચતા કે ખર્ચ નથી કરતાં.

સેંકડો વર્ષો જૂના આ મંદિર માં આવેલા દાન નો પૂરેપૂરો હિસાબ રાખવામાં આવે છે જેથી ભક્તોને તેમના રૂપિયા પાછા મળી જાય.સુરક્ષા હેતુ અહીં સીસીટીવી કેમેરા અને પોલીસ કર્મચારીઓ ની કડક પેહરેદારી હોય છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *