શ્રાવણ ના મહિના માં આ 4 વસ્તુઓ ખાવાથી થાય છે ગંભીર બીમારી, ભૂલથી પણ આ વસ્તુઓ નું ના કરો સેવન

શ્રાવણ ના મહિના માં આપણા દેશ માં બહુ મહત્વ હોય છે, તહેવારો થી ભરપુર આ મહિનો ભગવાન શિવ નો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે જેના ચાલતા આ પુરા મહિના માં મહાદેવ ની પૂજા કરવામાં આવે છે. આ મહિના માં ઋતુ માં પણ બદલાવ દેખવા મળે છે. જ્યાં એક તરફ આપણે ચોમાસા ના વરસાદ માં ગરમી થી છુટકારો મળે છે ત્યાં બીજી તરફ ઋતુ માં થયેલા બદલાવ ના ચાલતા આપણે પોતાની તબિયત નું પણ ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને પોતાના ખાવા પીવા નું. ધાર્મિક માન્યતાઓ મુજબ શ્રાવણ ના મહિનામાં કેટલીક વસ્તુઓ એવી છે જેમનું સેવન ના કરવું જોઈએ અને તેમના પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. આજે અમે તમને ત્રણ એવી વસ્તુઓ ના વિશે જણાવીશું જેમનું સેવન કરવું શ્રાવણ ના મહિના માં નિષિદ્ધ માનવામાં આવે છે.

લીલી શાકભાજીઓ :

સૌથી પહેલા વાત કરીએ લીલી શાકભાજીઓ ની, તેમાં કોઈ શંકા નથી કે લીલી શાકભાજીઓ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક હોય છે. લીલી શાકભાજીઓ વિટામીન ‘એ’ નો મુખ્ય સ્ત્રોત હોય છે. ડોક્ટર્સ પણ આપણને લીલી શાકભાજીઓ ખાવાની સલાહ આપે છે. લીલી શાકભાજીઓ માં મળવા વાળા વિટામીન ‘એ’ આપણી આંખો માટે બહુ ફાયદાકારક હોય છે. પરંતુ જો વાત કરીએ શ્રાવણ ના મહિના માં લીલા પાંદડા વાળી શાકભાજીઓ ખાવી જોઈએ કે નહિ? તો તમને જણાવી દઈએ કે શ્રાવણ ના મહિનામાં લીલા પાંદડા વાળું ખાવાનું સ્વાસ્થ્ય ની રીતે બરાબર નથી, આ સમયે પાંદડા વાળી શાકભાજીઓ ખાવાથી શરીર માં વાત વધે છે અને સાથે જ વરસાદ ની આ ઋતુ માં કીડાઓ નું સંક્રમણ નું જોખમ પણ બની રહે છે તેથી શ્રાવણ ના મહિના માં લીલા પાંદડા વાળી શાકભાજીઓ બહુ ઓછી ખાવી જોઈએ.

રીંગણ :

જણાવી દઈએ કે શ્રાવણ ના મહિના માં રીંગણ ખાવાથી પણ દુર રહેવું જોઈએ. પરંતુ જો તમે તો પણ રીંગણ ખાવા માંગો છો તો તમે બહુ સાવધાની રાખો કારણકે રીંગણ માં કીડા બહુ જલ્દી લાગે છે અને આ દિવસો વરસાદ ની ઋતુ ચાલી રહી છે જેનાથી રીંગણ માં કીડા લાગવાનું જોખમ વધારે વધી જાય છે.

દૂધ :

શ્રાવણ ના મહિનામાં શિવલિંગ પર દૂધ ચઢાવવાની પરંપરા સદીઓ થી ચાલતી આવી રહી છે અને આજે પણ શ્રાવણ ના મહિનામાં ભગવાન શિવ ને દૂધ થી અભિષેક કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે શ્રાવણ ના મહિના માં દૂધ નું સેવન કરવું પણ નીષેદ્ધ જણાવ્યું છે, તે સાંભળીને તમારા મન માં સવાલ ઉઠી રહ્યો હશે કે છેવટે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ થી ગુણકારી દૂધ નું સેવન કરવાથી શું સમસ્યા થઇ શકે છે? તેના પાછળ વૈજ્ઞાનિક કારણ છે વિજ્ઞાન ની માનીએ તો શ્રાવણ ના મહિના માં દૂધ નું વધારે સેવન થી શરીર માં પિત્ત માં વધારો થાય છે. માનવામાં આવે છે કે આ કારણ ના ચાલતા શ્રાવણ માં શિવલિંગ પર દૂધ ચઢાવવા ની પરંપરા શરૂ થઇ. તેથી શ્રાવણ ના મહિનામાં દૂધ ઓછુ પીવું પરંતુ શિવલિંગ પર દૂધ જરૂર ચઢાવો.

તળેલી વસ્તુઓ:

શ્રાવણ ના મહિનામાં વધારે તળેલી-શેકેલી વસ્તુઓ ખાવાથી પણ બચવું જોઈએ, કારણકે આ સમયે આપણું પાચન તંત્ર થોડું નબળું રહે છે જેના કારણે વધારે તળેલી-શેકેલી વસ્તુઓ સરળતાથી નથી પચતી અને પેટ સંબંધી રોગ થઇ શકે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *