પોટેશિયમ ની ઉણપ થી થાય છે આ 7 સમસ્યાઓ, નંબર 3 થી તો છે દરેક કોઈ પરેશાન

સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહાર જરૂરી છે. જેના માટે કેલ્શિયમ, વિટામીન, આયર્ન, મિનરલ્સ, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો ની જરૂરત હોય છે. જેમાં આજે આપણે પોટેશિયમ અને પોટેશિયમ ની ઉણપ થી થવા વાળી બીમારીઓ અને તેમના લક્ષણો ના વિશે જણાવીશું.

ડોકટરો ના મુજબ એક શરીર ને દરરોજ 47,000 મીલીગ્રામ પોટેશિયમ ની જરૂરત હોય છે. પોટેશિયમ ની ઉણપ થી હાઈપોકેલિમીયા નામની ગંભીર બીમારી નું જોખમ શરીર ને રહે છે. સાથે જ માનસિક રોગ થવાની શક્યતા પણ વધી જાય છે. આમ તો પોટેશિયમ દિલ મગજ અને માંસપેશીઓ ને સારી રીતે ચલાવવાનું કાર્ય કરે છે. તેથી પોટેશિયમ નું શરીર માં સંતુલિત માત્રા માં હોવું બહુ અનિવાર્ય છે.

આવો જાણીએ કે પોટેશિયમ ની ઉણપ થી આપણા શરીર માં કયા કયા લક્ષણ દેખાય છે, જેને સમય થી ઓળખીને શરીર માં પોટેશિયમ ની માત્રા ને સંતુલિત રાખી શકાય છે.

હાર્ટ બીટ નું વધવું-

દિલ ની ધડકન નું તેજ થવાના તો બહુ બધા કારણ છે, પોટેશિયમ ની ઉણપ પણ તેનું એક કારણ માનવામાં આવે છે. લોહી માં પોટેશિયમ ની માત્રા ઘટી જવાથી દિલ ની ધડકનો માં અવરોધ પેદા થાય છે. તેથી કહેવામાં આવે છે કે પોટેશિયમ દિલ ની ધડકન ને સામાન્ય રાખવામાં ઘણી મદદગાર હોય છે.

હાઈ બ્લડ પ્રેશર-

લોહી ને બરાબર રીતે ચાલવા માટે પોટેશિયમ મદદ કરે છે. પોટેશિયમ ની ઉણપ થી લોહી વાહિકાઓ પર દબાણ પડે છે અને બ્લડ પ્રેશર અવરોધાય છે.

થકાવટ-

શરીર ને સંતુલિત આહાર ના મળવાથી થકાવટ બની રહે છે. પોષક તત્વો ની ઉણપ થી માંસપેશીઓ નું લચીલાપન ખોવાઈ જાય છે અને માંસપેશીઓ સખ્ત થઇ જાય છે. જે શરીર ની થકાવટ નું કારણ બને છે.

નબળાઈ-

ભોજન માં બધા પોષક તત્વો નું હોવું જરૂરી છે. પોટેશિયમ ની માત્રા ઓછી થવાથી શરીર માં લેક્તિક એસીડ ની માત્રા વધી જાય છે. જે નબળાઈ નું કારણ બને છે.

ડીપ્રેશન-

વધારે તણાવ થી ડીપ્રેશન થાય છે અને તેનું એક પ્રમુખ કારણ પોટેશિયમ ની ઉણપ છે.

ઇનશોમેનીયા-

ઇનશોમેનીયા એક ખાસ પ્રકારની બીમારી છે જે ઊંઘ નહિ આવવાનાકારણે થાય છે. એટલે ઊંઘ ના આવવું પોટેશિયમ ની ઉણપ નું સાચો સંકેત છે.

સોડીયમ ની માત્રા વધવી-

સોડીયમ ની માત્રા વધવાથી પોટેશિયમ ની ઉણપ થઇ જાય છે. જેનાથી દિલ ની બીમારી નું જોખમ વધે છે. ફાસ્ટ ફૂડ નું ઓછુ સેવન કરવું જોઈએ જેનાથી સોડીયમ ની માત્રા કંટ્રોલ રહે.

પોટેશિયમ થી ભરપુર આહાર શું શું છે?- જો શરીર ને ઉપરના સંકેત મળે તો પોટેશિયમ ના સ્ત્રોત વાળા આહાર નું સેવન કરો. પોટેશિયમ નું સૌથી સારો સ્ત્રોત બટાકા, લીલી શાકભાજીઓ માનવામાં આવે છે. તેમના સિવાય માછલી, અનાજ, મશરૂમ, દહીં પણ સારા સ્ત્રોત છે. ફળો ની વાત કરવામાં આવે તો કેળા અને સંતરા પોટેશિયમ થી ભરપુર આહાર છે.

પોટેશિયમ ના ફાયદા-

માંસપેશીઓ ના દુખાવાને ઓછુ કરવું-

શરીર માં વધારે પોટેશિયમ માંસપેશીઓ ની કોશિકાઓ માં રહે છે. પોટેશિયમ માંસપેશીઓ અને મસ્તિષ્ક ની તંત્રીકાઓ ની વચ્ચે સંબંધો ને વધારે સારી રીતે ચલાવે છે.

હાડકાઓ માટે-

હાડકાઓ ને સ્વસ્થ રાખવા માટે કેલ્શિયમ ની સાથે સાથે પોટેશિયમ પણ જરૂરી હોય છે. પોટેશિયમ શરીર માં લેક્તિક અને બીજા પ્રકારના એસીડ ને ઓછુ કરે છે જે હાડકાઓ ના દુખાવા ને દુર રાખે છે.

બ્લડ પ્રેશર ને સામાન્ય રાખવામાં મદદગાર

હાડકાઓ માટે બહુ જરૂરી

શરીર માં બનવા વાળા તરલ પદાર્થોને સંતુલિત કરે છે

પોટેશિયમ નું વધારા થી નુક્શાન-

કોઈ પણ વસ્તુની વધારે માત્રા હાનીકારક જ હોય છે. આ પ્રકારના શરીર માં બધા પોષક તત્વો નું સંતુલન જરૂરી છે. પોટેશિયમ ની વધારે માત્રા આપણા સ્વાસ્થ્ય સંબંધી ઘણી બીમારીઓ ને પેદા કરી શકે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *