શ્રાવણ ના મહિનામાં ભગવાન શિવ થાય છે ભક્તો થી ખુશ, બસ તમારે ત્યાગ કરવાની હોય છે આ ત્રણ વસ્તુઓ

  • God

શ્રાવણ નો મહિનો સનાતન ધર્મ માં ઘણું મહત્વ રાખે છે. આ પુરા મહિના માં લોકો મહાદેવ શિવજી ની પૂજા કરે છે. આ મહિના ની સાથે ઘણા પ્રકારની કહાનીઓ પણ જોડાયેલ છે. ગ્રંથ અને પુરાણો માં પણ તેનું વર્ણન છે.

એક કથા ના મુજબ, ઋષિ મુની મીકંદ અને તેમની પત્ની મરુધમતી પુત્ર પ્રાતિ માટે શિવ ની આરાધના કરી. ભગવાન શિવ પ્રસન્ન થઇ ગયા, પરંતુ તેમને પુત્ર આપવાની સાથે એક શરત પણ રાખી દીધી અને કહ્યું કે તેમને બુદ્ધિમાન બાળક જોઈએ અથવા મંદબુદ્ધિ, જો તે બુદ્ધિમાન બાળક પસંદ કરે છે તો તેની ઉંમર બહુ ઓછી હશે અને તે કુમાર અવસ્થા માં જ મારી જશે. જો તે મંદબુદ્ધિ બાળક હશે, તે લાંબી આયુ મેળવશે.

પતી-પત્ની બુદ્ધિમાન બાળક ને પસંદ કરે છે ને જેવો જ તે થોડોક મોટો થાય છે તેને આ શ્રાપ ના વિશે જણાવે છે. તે બાળક આ શ્રાપ થી મુક્ત થવા માટે ઘોર તપસ્યા કરે છે. આ દરમિયાન કોઈ યમદૂત તેને પોતાની સાથે લેવા આવે છે, પરંતુ તેમની તપસ્યા ના કારણે કોઈ પણ તેને અડી નથી શકતું. છેવટે હાર થયા પછી તેની આત્મા ને લેવા યમરાજ પ્રકટ થાય છે. યમરાજ પોતાના ફંદા થી જેવો જ તે બાળક ને પકડવા માંગે છે, ભૂલથી તે ફંદો શિવલિંગ પર પડી જાય છે. તેનાથી શિવ ઘણા ક્રોધિત થાય છે અને યમરાજ ને ત્યાં થી ચાલ્યા જવાનો આદેશ આપે છે.

તે બાળક ની તપસ્યા પૂરો એક મહિનો ચાલે છે અને આ મહિના ને આગળ ચાલીને શ્રાવણ નો મહિનો કહેવામાં અવ છે. આ બાળક અસીમ વૃદ્ધિ નો સ્વામી બને છે. જેને આજે લોકો મારકાંદ્ય ઋષિ ના નામ થી ઓળખે છે.

આ મહિના માં જો સાચા દિલ થી ભગવાન શિવ ની આરાધના કરવામાં આવે, તો જે પણ માંગો ભગવાન તે આપે છે.

પરંતુ ભગવાન શિવ ને ખુશ કરવા માટે આ મહિના માં કેટલીક વસ્તુઓ નું ત્યાગ પણ જરૂરી છે. ફક્ત માંસ અને દારૂ નું જ નહિ, પરંતુ આ મહિના માં રીંગણ ના ખાવું જોઈએ. તેનું કારણ ધાર્મિક ની સાથે-સાથે વૈજ્ઞાનિક પણ છે. વરસાદ ના મહિના માં રીંગણ ને કીડા લાગી જાય છે, જે ઘણી વખત દેખાઈ નહતી દેતા અને આપણા શરીર ને ઘણું નુક્શાન પહોંચાડે છે.

ત્યાં બીજી વસ્તુ છે લીલી શાકભાજીઓ, વરસાદ ના મહિના માં આ શાકભાજીઓ માં પણ કીડા લાગેલા હોય છે અને તેમના બી ખાવા તબિયત માટે હાનીકારક હોય છે.

સૌથી વધારે દુરી આપણે દૂધ અને તેનાથી બનેલા પદાર્થો થી રાખવી જોઈએ. તેનું કારણ પણ ધાર્મિક થી વધારે વૈજ્ઞાનિક છે. આ ઋતુ માં લીલી શાકભાજીઓ જ વધારે કરીને દૂધ આપવા વાળા જાનવર ખાય છે, એવામાં ખરાબ અને કીડા લાગેલી શાકભાજીઓ ખાવાથી તેમનું દૂધ પણ ખરાબ બને છે અને તેને પીવાથી પણ આપણે ઘણા બીમાર થઇ શકે છે.

આ બધા ના ત્યાગ થી આપણું શરીર સ્વસ્થ રહે છે અને તમે ભગવાન શિવ ની તરફ સારું ધ્યાન લગાવી શકે છે. તેથી આ બધી વસ્તુઓ થી દુરી બનાવવું જરૂરી હોય છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *