ભૂલી જશો શાહજહાં-મુમતાઝ,આવી હતી એક હિન્દૂ રાણી અને રાજાની પ્રેમ કહાની,પતિની યાદ માં બનાવ્યું આવું સ્મારક!

શાહજહાં – મુમતાઝથી પણ જૂની રાજા-રાણીની વાર્તા.એવી રાણી કે જેને તેના પતિની યાદમાં બનાવ્યું હતું સ્મારક.પરંતુ જાળવણીમાં બેદરકારીને લીધે આ સ્મારક હવે ખંડેર જેવું થઇ ગયું છે.

શાહજહાં અને મુમતાઝની અમર પ્રેમ વાર્તા વિશે બધા જાણે છે.શાહજહાં મુમતાઝને એટલો પ્રેમ કરતા હતા કે તેમણે તેના માટે તાજમહેલ બનાવ્યો.એ તાજમહલ જે આજે દુનિયામાં આઠમી અજાયબી છે.આ ખુબ સુંદર એવા સંગેમરમર ની આ ઇમારત જોવા લોકો દૂર દૂરથી આવે છે.પરંતુ આજે અમે તમને એવા એક હિન્દુ રાજા અને રાણીની પ્રેમ કથા વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું હશે નહિ.શાહજહાં અને મુમતાઝની પ્રેમ કથા બહુ પ્રાચીન છે એ આપણે બધા જાણીએ છીએ, પરંતુ આ તેના કરતાં પણ જૂની છે.

સિરપુર લક્ષ્મણ મંદિર વિશે જાણો છો તમે

આજે અમે તમને જણાવી રહ્યા છીએ સિરપુર લક્ષ્મણ મંદિર વિશે, બહુ ઓછા લોકો હશે જેઓ આ મંદિર વિશે જાણકારી ધરાવતા હશે.આ મંદિર સાથે જોડાયેલી છે રાજા હર્ષ અને રાણી વાસટા ની કહાની.તાજમહલ કરતાં જૂની છે સ્મારક સંબંધિત આ વાર્તા.લગભગ હજારો વર્ષ પહેલાં રાણીએ તેના રાજાની સ્મૃતિમાં આ બનાવ્યું હતું.

છત્તીસગઢમાં આવેલું છે આ સ્મારક

છત્તીસગઢના સિરપુરામાં આવેલું છે આ સ્મારક.જેનો ઉલ્લેખ ઇતિહાસમાં લક્ષ્મણ મંદિરના નામે થયો છે.આ સ્મારક એક મહાન પત્નીના તેના પતિ માટેના પ્રેમની નિશાની તરીકે માનવામાં આવે છે.આ સ્મારક ઇસવીસન 635-640 માં બનાવવામાં આવ્યું હતું.રાણી વાસટા દેવીએ તેમના પતિ રાજા હર્ષ ગુપ્તની નિશાની તરીકે આ સ્મારક તૈયાર કર્યો હતો.

સંરક્ષણનો અભાવ

1100 વર્ષથી પણ વધારે પ્રાચીન આ સ્મારકની સુરક્ષા અને સંરક્ષણ માટે વધુ ધ્યાન આપવામાં આવ્યું નથી.તેમ છતાં માટીની ઈંટથી બનેલું આ સ્મારક હજી મોટે ભાગે પહેલાંની જેવું જ દેખાય છે.હા, સમય સાથે સ્મારકનો ઘણો એવો ભાગ ખંડેર બની ગયો છે.રાજા હર્ષ ગુપ્ત અને રાણી વાસટા દેવીની પ્રેમ કહાની ની દાસ્તાન આ સુંદર ઇમારત આજે પણ બયાન કરે છે.

ખોદકામ દરમિયાન મળી આવ્યા છે ઘણા અવશેષો

પુરાતત્વ વિભાગ અનુસાર છત્તીસગઢના સિરપુરા માં માત્ર આ જ નહિ પરંતુ અત્યાર સુધી 17 શિવ મંદિર, 8 બૌદ્ધ વિહાર, 3 જૈન વિહાર, 1 રાજ મહેલ, પૂજારીઓના આવાસ અને વ્યાપક વેપાર કેન્દ્રના અવશેષો પણ પ્રાપ્ત થયા છે.ચિંતા ની વાત એ છે કે આ ઐતિહાસિક પુરાણો નું અસ્તિત્વ નાબૂદ થવાની કગાર પર છે.આ વિશે જાણકારી અને જાગૃતતા ની આવશ્યકતા છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *