સંતાન પ્રાપ્તિ પછી ફિફો પડી ગયો છે પતિ નો પ્રેમ તો અજમાવો આ ઉપાય ફરી મળશે તમને તમારો જૂનો પ્રેમ

પ્રેગનેન્સી ના સમયે અને ડિલિવરી પછી પતિ અને પત્ની વચ્ચે એક અજાણી રેખા ખેંચાઈ જાય છે.પહેલા એક નવી જિંદગી ને દુનિયામાં સલામત લાવવાનો ઉત્સાહ અને પછી એ નાની એવી જાન ને સાંભળવાની કોશિશ એવામાં બન્ને નો પ્રેમ ક્યાંક ખોવાવા લાગે છે.ધીરે ધીરે સમય પસાર થાય છે અને કેટલાક કપલો માં ખેંચાયેલી આ રેખાઓ દરારો માં પરિવર્તન પામે છે.એક એવી ખાઈ કે જે ફરી ભરી શકાતી નથી.આવી પરિસ્થિતિ ના સર્જાય એટલા માટે આપણે રોમાન્સ ને પાછો લાવવો જોઈએ.

બાળક ના જન્મ પછી બદલાઈ જાય છે જિંદગી

બાળક ના જન્મ પછી પતિ પત્ની,મા બાપ બની જાય છે.એકબીજા થી વધારે તેઓ ને તેની નાની જાન ની વધારે ચિંતા હોય છે.મા નો બધો સમય તો બાળક પર જ સમર્પિત થઇ જાય છે અને પિતા ઘર અને બહાર જૂજતા રહે છે.પ્રાથમીકતાઓ બદલવાના કારણે પતિ પત્ની એકબીજા ની જરૂરિયાત ને ઇગ્નોર કરવા લાગે છે.આવામાં દુરી થવી એ વ્યાજબી છે.આગળ જાણો એ ટિપ્સ કે એ તમારા ખોવાયેલા પ્રેમ ને પાછો લાવી શકે છે.

એકબીજા ને સમય આપો

પ્રેગનેન્સી પછી એકબીજા સાથે સમય વિતાવવો ઓછો થઈ જાય છે.એકબીજા માટે ફરી પ્રેમ મહેસુસ કરવો જરૂરી છે કે તમે એકબીજા ની નજીક રહો.એ વાત પણ છે કે તમે તમારા બાળક ને પણ એકલું મૂકી શકતા નથી.આવામાં બાળક ની દેખભાળ માટે તમે તમારા સંબંધીઓ ની મદદ લઇ શકો છો.એવા કામ કરો કે જે તમે સાથે કરવા પસંદ કરો છો.બાળક સાંભળવું એ તમારા બન્ને નું કામ છે તો બન્ને એકબીજા માટે પણ સમય આપો.

નવા હાલાત ને એકજેસ્ટ કરો

પ્રેગનેન્સી માં મહિલાઓ માં ઘણા પ્રકાર ના ફેરફાર જોવા મળે છે,એવા માં તેનું વર્તન બદલાઈ જાય છે.હોઈ શકે છે પ્રેગનેન્સી પહેલા તમે બન્ને એ સારો સમય વિતાવ્યો હોઈ.પણ એ યાદો ને બીજીવાર જીવવાની કોશિશ કરો.એ સમય તમારા બન્ને નો જ હતો અને એને પાછો આપવો એ તમારી જ ફરજ છે.નવી યાદો બનાવવી જોઈએ.તમે બન્ને ખુશ રહેશો તો તમારું બાળક પણ ખુશ રહેશે.

શારીરિક સંબંધો ને અવગણો નહિ

માં બાપ બનવા નો મતલબ એ જ છે કે તમે તમારી અંદર ની ટ્યુનિંગ ને ચાલુજ રાખો.પ્રેગનેન્સી દરમિયાન અથવા તો તેના પછી પણ તમે શારીરિક સંબંધ બનાવી શકો છો.શારીરિક સંબંધ તમારા બન્ને ના સબંધો ની ગરમી ને કાયમ રાખે છે.સમયે સમયે શારીરિક સંબંધ બનાવવાથી તમારા પ્રેમ માં વધારોજ થશે.બાળક ના સુઈ ગયા પછી અથવા સવાર નો સમય આના માટે બેસ્ટ હોઈ છે.

બધી રીતે રહો એકબીજા ની સાથે

યાદ કરો કે એ સમયે જ્યારે તમે કલાકો સુધી એકબીજા સાથે વાતો કરતા હતા,ફોન પર લાગેલું રહેવું અને ચેટ કરવું ખુબજ પસંદ હતું.લગ્ન પછી ધીરે ધીરે બધું ઓછું થવા લાગ્યું આ બધા દિવસો ને બીજીવાર યાદ કરો.પોતાના પાર્ટનર સાથે બરાબર કોન્ટેકટ માં રહો.સોસીયલ મીડિયા ટેક્સિંગ અથવા તો કોલ દ્વારા તમે એકબીજા સાથે કનેક્ટ રહી શકો છો.તમારા પાર્ટનર ને જણાવો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો આનાથી તમારો સબન્ધ વધારે મજબૂત બનશે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *