મુવી રીવ્યુ :- “તારી માટે Once More”

ધમાકેદાર કોમેડી અને સુપર ડુપર લવ સ્ટોરી સાથે રિલીઝ થઈ ચુકી છે બોલે તો જક્કાસ ગુજરાતી ફિલ્મ ‘તારી માટે Once More’

કોમેડી સાથે ની મનોરંજક લવ સ્ટોરી અને હૃદયસ્પર્શી ફિલ્મ ‘તારી માટે Once More’ રિલીઝ થઈ ચુકી છે. આ મુવી માં તમને ધમાલ,મસ્તી,મિત્રતા,લવસ્ટોરી સાથે એકદમ રોમેન્ટિક સોન્ગ્સ સાથે નો સમન્વય જોવા મળશે.

આ ફિલ્મ ના પ્રોડ્યુસર છે નમ્રતા અગ્રવાલ અને આ મૂવીની બહેતરીન સ્ટોરી રીધમ ભોજક દ્વારા આપવામાં આવી છે સાથે સાથે આ મૂવી માં ગુજરાત ની સાથે સાથે તમને ગોવાની ઝલક પણ જોવા મળશે.આખી સ્ટોરી જ્યાં શરુ થઈ છે ત્યાં જ તેનો અંત એ એક અદભુત અને આનંદદાયક લાગશે.
ફિલ્મ ના રાઈટર રીધમ ભોજક નું કહેવું છે કે આ ફિલ્મ ને બધીજ દિશા માંથી આવરી લેવામાં આવી છે.આ ફિલ્મ ની અંદર કોલેજ માંથી છુટા થયા પછી ની દોસ્તો ની મસ્તી મજાક સાથેની ક્યુટ લવ સ્ટોરી સુંદરરીતે વર્ણવામાં આવી છે કે મુવી શરુ થઈને પૂર્ણ થાય ત્યાં સુધી તમને પકડી રાખશે.

ફિલ્મ ના પ્રોડ્યુસર નમ્રતા અગ્રવાલે પણ જણાવ્યું હતું કે ગુજરાતીઓ ની બધીજ ફીલિંગ આ મુવી માં સમાવી લેવામાં આવી છે અને લોકો આ ફિલ્મ ને સારો પ્રતિસાદ આપશે અને આ મુવી જરૂર હીટ જશે.
આ ફિલ્મ માં કોલેજ માંથી નીકળેલા છ મિત્રો ની કહાની રોમાંચક રીતે રજુ કરવામાં આવી છે.આ મુવી માં ઓજસ રાવલ અને હેમાંગ દવે ના અદભુત કેરેક્ટર સાથે ની તેઓની કોમેડી તમને મુવી ના અંત સુધી જોવા માટે મજબુર કરે છે.


ફિલ્મ ના મ્યુજિક ની વાત કરીએ તો,
“બિન તેરે મેં જીના શકુ” કે જે બોલીવુડ ના ચહિતા સિંગર ‘શાન’ દ્વારા ગાવામાં આવ્યું છે.સાથે સાથે “તારી માટે હું શું કરું કે દિલ તારું ..”આ સોંગ કે જે હિરેન ભોજક અને વિનોદ સિંદે દ્વારા ખુબ જ સરસ અવાજ માં રજુ કર્યું છે.આવા મજેદાર સોંગ સાથે ફિલ્મ ના હીરો ભરત ચાવડા નો ડાન્સ પબ્લિક ને વધારે આકર્ષિત કરે છે.

આ ફિલ્મ માં લીડ રોલ તરીકે ભરત ચાવડા,જાનકી બોડીવાલા,ઓજસ રાવલ,શ્રદ્ધા ડાંગર,હેમાંગ દવે અને જોલી રાઠોડ એક અનોખા અંદાજ માં જ જોવા મળશે.અલગ શૈલી માં વાત કરીએ તો એક મિત્ર જયારે દુખી થાય ત્યારે તેના બીજા મિત્ર તેને કેવી રીતે ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે તે જોવા જેવું છે.
કુશલ એન્ટરટેઈનમેન્ટ ની આ ફિલ્મ ‘તારી માટે વન્સ મોર’ રિલીઝ થતા ની સાથે જ લોકો માં ખુબજ પ્રશંશનીય રહી છે.જો તમારે પણ આ ફિલ્મ જોવાની બાકી હોય તો આજે જ તમારા નજીક ના સિનેમા ઘરો માં તમારા ફેમીલી અને દોસ્તો સાથે નિહાળો. સુપર ડુપર લવ સ્ટોરી સાથે ની કોમેડી ની ઝલક ધરાવતી આ ફિલ્મ તમને ખુબજ ગમશે.

Review By: Gujarati Times

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *