જ્યારથી ભારત માં ઈન્ટરનેટ સસ્તું થયું છે દરેક વસ્તુ પોતાની કિંમતો થી આટલી સસ્તી વહેંચાઇ રહી છે કે સાંભળવા વાળા ને ભરોસો ના થાય.
હવે મારુતિ એ અંબાણી રાહ પર ચાલતા દરેક માણસ ને ઈન્ટરનેટ ની જેમ કાર આપવાનું મન બનાવી લીધું છે. હા હવે મારુતી પોતાની સૌથી સસ્તી કાર લાવી રહી છે તે પણ માત્ર 1.5 થી 2 લાખ રૂપિયા ની વચ્ચે.
મારુતિ સુજુકી ઇન્ડિયા લીમીટેડ જલ્દી જ ભારતીય બજાર માં પોતાના બ્રાન્ડ ની સૌથી નાની અને સસ્તી કાર ઉતારવાની તૈયારી માં છે. ટાટા નેનો અને હ્યુન્ડાઈ ઈઓન જેવી ઇકોનોમિક અને ફયુલ એફીશીયન્ટ કાર ના મુકાબલે મારુતિ સુજુકી ઇન્ડિયા લીમીટેડ પોતાના લોકપ્રિય મોડેલ મારુતિ અલ્ટો થી પણ સસ્તી કાર ‘સર્વો’ ને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
મારુતિ થી જોડાયેલ સુત્રો ના મુજબ કાર બજાર માં સતત વધતી પ્રતિસ્પર્ધા ને દેખતા કંપની આ કાર ને જલ્દી થી જલ્દી લોંચ કરવા માંગે છે. આશા કરવામાં આવી રહી છે કે તેનું શરૂઆતી મુલ્ય 1.5 થી લઈને 2.5 લાખ રૂપિયા ની વચ્ચે થઇ શકે છે. મારુતિ આ કાર ના દ્વારા પોતાના બહુ લોકપ્રિય મોડેલ મારુતિ 800 ની ભરપાઈ કરવા માંગે છે જે ભારત ની પહેલી બજેટ કાર માનવામાં આવે છે.
આ મોડેલ હમણાં જાપાન માં ઉપલબ્ધ છે અને ભારતીય બજાર માં સર્વો ની કીંમત ને ઓછી કરવા માટે મારુતિ તેમાં કંઇક ફીચર્સ ઓછા કરી શકે છે. સર્વો ‘હેચબેક’ ક્લાસ માં આવે છે અને તેમાં 4 થી 5 લોકો ની બેઠક ક્ષમતા છે.
સર્વો માં 0.7 લીટર, 660 સીસી નું પેટ્રોલ એન્જીન ઉપયોગ કરવામાં આવે છે. 60 બીએચપી પાવર વાળી આ કાર નું માઈલેજ ૩૦ કિમી પ્રતિ લીટર થી પણ વધારે હોવાનો દાવો કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે. મારુતિ એ સર્વો માં એડવાંસ્ડ વેરીએબલ વેલ્યુ ટાઈમિંગ (VVT) તકનીક નો ઉપયોગ કરવામાં આવે છે સર્વો ના વધારે માઈલેજ પ્રદાન કરશે.
એક સાધારણ નાના પરિવાર ના મુજબ બુટ સ્પેસ, યુવાઓ ને આકર્ષિત કરતા ડીઝાઇન અને ચટકિલે મેટલીક રંગો માં ઉપલબ્ધ આ કાર ને ભારતીય કાર બજાર માં બેસબ્રી થી ઇન્તજાર કરવામાં આવી રહ્યો છે. હા અત્યારે કંપની એ સાફ નથી કર્યું કે સર્વો ના કેટલા મોડેલ બજાર માં ઉતારવામાં આવશે.
Story Author: Team Gujarati Times
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.