જાણો ડર્ટી પિક્ચરની સુંદર અભિનેત્રી ‘વિદ્યા બાલન’ વિશે 10 રસપ્રદ તથ્યો!

બોલીવુડ જગતની સફળ અભિનેતાઓની યાદીમાં શામેલ વિદ્યા બાલન વિશે વાત કરીએ તો અત્યાર સુધીમાં તેમની બોલીવુડ કારકિર્દી ખૂબ જ સફળ રહી છે.પોતાની કારકિર્દીની નાના પડદા પર શરૂઆત કરનાર વિદ્યા બાલન આજે બોલીવુડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.1જાન્યુઆરી, 1978 ના રોજ કેરળ માં જન્મેલ વિદ્યા બાલનની બોક્સ ઓફિસમાં આવેલી મોટાભાગની ફિલ્મો ભલે લોકો વચ્ચે કોઈ ખાસ કમાલ ના કરી શકી.આમ છતાં લોકો દ્વારા તેમના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો. આજે, અમે તમને આ અભિનેત્રીના જીવનથી સંબંધિત કેટલાક રસપ્રદ તથ્યો વિશે જણાવીશું.તો ચાલો જાણીએ વિદ્યા બાલનના જીવનથી સંબંધિત કેટલાક રસપ્રદ તથ્યો.

પ્રથમ મૂવીનું ના થયું શૂટિંગ!

એમ કહેવામાં આવે છે કે વિદ્યા બાલન પોતાની કારકિર્દીની શરૂઆત મલયાલમ ફિલ્મથી કરવાના હતા.પરંતુ આ કારણોસર તે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શક્યું નહીં.

બોલીવુડ તરફ વલણ!

તેની પ્રથમ મલયાલમ ફિલ્મનું શૂટિંગ પૂરું ના થયા પછી, વિદ્યા બાલનએ મલયાલમ ઇન્ડસ્ટ્રી છોડીને બોલીવુડ તરફ પ્રયાણ કર્યું.તમને જણાવીએ કે બોલીવૂડની રંગબેરંગી દુનિયામાં પગ મુક્યા પછી, તેમને સૌ પ્રથમ ટીવી સિરિયલ અને ટીવી કમર્શિયલ એડમાં કામ કરવાની તક મળી.

ભરતનાટ્યમ અને કથકમાં પારંગત!

તમારી માહિતી માટે જણાવીએ કે વિદ્યા બાલન ભરતનાટ્યમ અને કથક નૃત્યમાં સંપૂર્ણ રીતે પારંગત છે. તેમના નૃત્યને જોઈને તમે પણ તેમના દીવાના બની જશો.

પ્રથમ ફિલ્મમાં કામ માટે આપ્યા 40 સ્ક્રીન ટેસ્ટ.

તેમની પ્રથમ ફિલ્મમાં કામ કરવા માટે વિદ્યા બાલનને ઓછામાં ઓછા 40 સ્ક્રીન ટેસ્ટ આપવા પડ્યા હતા. 40 સ્ક્રીન પરીક્ષણો આપ્યા પછી તેમને તેમની પ્રથમ ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી.

ઓબ્લેસીવ કમ્પલસીવ ડિસઓર્ડરથી પીડાય છે!

એવું કહેવાય છે કે વિદ્યા બાલન ઓબ્લેસીવ કમ્પલસીવ ડિસઓર્ડરથી પીડાય છે.જેના કારણે તેને સ્વચ્છતા હદથી વધુ પસંદ છે.જો તેમને ધૂળના કણો પણ દેખાય તો તે તરત જ તેને સાફ કરે છે.

શ્રીદેવીની મોટી ચાહક!

તમને જણાવીએ કે વિદ્યા બાલન અભિનેત્રી શ્રીદેવીની મોટી ચાહક છે અને તેની સૌથી મનપસંદ ફિલ્મ કોઈ બાત નહિ નથી પરંતુ મિષ્ટર ઇન્ડિયા છે.

બોલીવુડ જગતમાં ગણાય છે અપશુકન!

એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે આ બાબત લોકોને જાહેરમાં કહી હતી કે બોલીવુડની આ રંગબેરંગી દુનિયામાં તેમને અપશુકની માનવામાં આવે છે.અપશુકન માનવાના લીધે જ તેમને ઘણી બધી ફિલ્મોમાં કામ કરવાની ના પાડવામાં આવી.

ખાવાનું બનાવવા નો બિલકુલ શોખ નથી!

ખાવા બનવવાનો જરા પણ શોખ ના રાખતી અભિનેત્રી ને પોતાના ઘર માં ચપ્પલ પહેરી ને કોઈ વ્યક્તિનું ફરવું બિલકુલ પસંદ નથી.

ક્રશની કરતી હતી જાસૂસી!

એવું કહેવામાં આવે છે કે શાળાના દિવસોમાં વિદ્યા બાલન ને જે છોકરા પર ક્રશ હોતો હતો તે એ છોકરાની જાસૂસ કરતી હતી.તમને જણાવીએ કે તેને હંમેશાં સાડીઓ અથવા સુટ પહેરવા ગમે છે એટલા માટે વિદ્યા બાલન હંમેશાં કોઈપણ શો માં સૂટ અથવા સાડી જ પહેરે છે.

મોટાપાને લઇને ચિંતા!

જે સમયે વિદ્યા બાલન તેના મોટાપા વિશે ચિંતિત હતી તે સમય દરમિયાન એક વ્યક્તિએ તેમને ખૂબ પાણી પીવાની સલાહ આપી.એ પછી વિદ્યા બાલનએ આવું કરવાનું શરુ કર્યું.પરંતુ થોડા દિવસો માં તેને એ વાત ખબર પડી કે વધારે માત્રમાં પાણી પીવાથી તેમના શરીરને ખુબ વધારે નુકશાન થઇ રહ્યું છે.તે પછી તેને વધારે પાણી પીવાનું બંધ કર્યું.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *